ધોરણ : 7 વિષય: संस्कृत
પાઠ નું નામ:
– विश्वासौ नौव कर्तव्य
અધ્યયન નિષ્પતિ :
– ટૂંકી વાતચીત અને સંવાદ સાંભળે અને સમજે છે.
– कुत्र, कदा, किम, किमर्थम નો ઉ૫યોગ કરીને પૂછાયેલા વર્ગખંડને લગતા દૈનિક વ્યવહારના સાદા પ્રશ્નોના જવાબ શકયત: સંસ્કૃતમાં આપે છે.
– ટૂંકી વાતચીત અને સંવાદ બોલે છે.
– સાદા ૫દોનું શ્રૃતલેખન કરે છે.
– પાઠય પુસ્તક સબંઘિત સાદા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખે છે.
શૈક્ષણિક મુદ્દા :
– વાર્તા કથન
– પાઠનું ચિત્રો દ્વારા વાંચન
– વિદ્યાર્થીઓ દ્વારા વાંચન
– વાર્તાની અભિનય રજૂઆત
– અ૫રિચિત શબ્દો, ક્રિયા૫દોની ચિત્ર તથા ક્રિયા દ્વારા સમજ
– સ્વાઘ્યાય ચર્ચા તથા પ્રશ્નોતરી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– વાર્તા ચિત્રો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– વિદ્યાર્થીઓ વાર્તા કહી સંભળાવીશ. વાર્તા ચિત્રો દ્વારા પાઠનું વાંચન કરીશ. વિદ્યાર્થીઓ દ્વારા વારા ફરતી વાંચન કરાવીશ. વાર્તાને અભિનય સહ રજૂ કરશાવીશ. વિદ્યાર્થીઓ પ્રાણીઓના મહોરાં પહેરી વાર્તાનો અભિનય સહ રજૂ કરશે. પ્રશ્નોતરી કરીશ. અ૫રિચિત શબ્દો, ક્રિયા૫દો ચિત્ર તથા ક્રિયા દ્વારા સમજાવીશ. કા.પા. પર લખાવીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તર લખશે.
મૂલ્યાંકન
સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.