ધોરણ : 7 વિષય: संस्कृत
પાઠ નું નામ:
(6) संड्ख्या
અધ્યયન નિષ્પતિ :
– ૧ થી ૫૦ સુઘીની સંખ્યા સાંભળે છે અને સમજે છે.
– ૧ થી ૫૦ સુઘીની સંખ્યા સમજીને બોલે છે.
– ૧ થી ૫૦ સુઘીના અંકો અંકમાં તથા શબ્દોમાં લખે છે.
શૈક્ષણિક મુદ્દા :
– ૧ થી ૫૦ સુઘીની સંખ્યાનું ઉચ્ચારણ
– વિદ્યાર્થીઓ દ્વારા અનુકથન
– ૧ થી ૫૦ સુઘીની સંખ્યાની ઓળખ
– પ્રવૃતિ : અંકકાર્ડ તથા શબ્દકાર્ડની જોડી બનાવવી. સંવાદનું વાંચન ૧ થી ૫૦ સુઘીની સંખ્યાનું લેખન તથા શ્રૃતલેખન સ્વાઘ્યાય ચર્ચા.
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– ચાર્ટસ
– અંકકાર્ડ
– શબ્દકાર્ડ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– વિદ્યાર્થીઓ સમક્ષ ૧ થી ૫૦ સુઘીની સંખ્યાનું શુદ્ઘ ઉચ્ચારણ કરીશ. વિદ્યાર્થીઓ શ્રવણ કરશે ફરીથી સંખ્યાનું ઉચ્ચારણ કરીશ. વિદ્યાર્થીઓ અનુકથન કરશે. ૧ થી ૫૦ સંખ્યામાંથી કોઇ શબ્દકાર્ડ સંખ્યાનું કાર્ડ બતાવીશ. વિદ્યાર્થીઓ અંક ઓળખી શબ્દોમાં જવાબ આપશે. અંકકાર્ડ તથા શબ્દકાર્ડની જોડી બનાવવા જણાવીશ. પાઠય પુસ્તકમાં આપેલ સંવાદોનો વાર્તાલા૫ કરાવી આપેલ કોષ્ટક પૂર્ણ કરવા પ્રશ્નોતરી કરીશ. જુદી જુદી સંખ્યાઓનું શ્રૃતલેખન કરાવીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તર લખશે.
મૂલ્યાંકન
– ૧ થી ૫૦ સુઘીની સંખ્યાનું લેખન કરવા જણાવીશ.
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.