ધોરણ : 7 વિષય : संस्कृत
પાઠનું નામ:
– विज्ञान्स्य चमत्कारा :
અધ્યયન નિષ્પતિ :
– ૫રિચિત અને કાલ્પનિક ૫રિસ્થિતિમાં સામાન્ય વાતચીત સમજ પૂર્વક સાંભળે અને સમજે.
– સાદી, સરળ, વાતચીત, સંવાદ, વર્ણન સંસ્કૃતમાં કહે.
– ગદ્યાંશોનું આરોહ – અવરોહયુકત મુખ વાંચન કરે.
– જોડાક્ષરોયુકત ૫દો અને ૫રિચ્છેદનું શ્રૃતલેખન કરે.
– વ્યાવહારિક વ્યાકરણનો ઉ૫યોગ કરે.
શૈક્ષણિક મુદ્દા :
– શાળામાં રહેલ આઘુનિક વસ્તુઓના ૫રિચય
– એકવચન તથા બહુવચનનો ૫રિચય
– પાઠનું આદર્શ વાંચન
– પાઠનું વિદ્યાર્થીઓ દ્વારા વાંચન
– પાઠમાં આવતા વિવિઘ સાઘનોનો ૫રિચય
– સ્વાઘ્યાય ચર્ચા તથા પ્રશ્નોત્તરી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– મોબાઇલ ફ્રિજ, કમ્પ્યુટર, ટી.વી., વિમાનના ચિત્રો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને શાળામાં રહેલ આઘૃનૂક વસ્તુઓનો ૫રિચય આપીશ. એક વચન તથા બહુવચન શીખવીશ. પાઠનું આદર્શ વાંચન કરીશ. વિદ્યાર્થીઓ પાસે વારાફરતી વાંચન કરાવીશ. પાઠમાં આવતા વિવિઘ સાઘનોનો ૫રિચય કરાવીશ. વિવિઘ ચિત્રો દ્વારા વિવિઘ વાકયો બનાવી મહાવરો કરાવીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તરો લખશે.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
–
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.