ધોરણ : 7 વિષય: संस्कृत
પાઠનું નામ:
– योजक तत्र दुर्लभ:
અધ્યયન નિષ્પતિ :
– ટૂંકી વાતચીત અને સંવાદ સાંભળે
– ૫રિચિત ૫રિસ્થિતિમાં સાદી સૂચનાઓ આદેશો અને પ્રશ્નો સાંભળે, સમજે અને તે પ્રમાણે ક્રિયા કરે.
– પાઠયપુસ્તકના વિષયવસ્તુ સબંઘિત સંસ્કૃતમાં પૂછાયેલા સાદા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં આપે.
– વાકયો અને સૂક્તિઓ અને સુભાષિતોમાં આવેલા વિસર્ગ અને અનુસ્વાર અનુનાસિકકવાળા ૫દો
ઓળખીને શુદ્ઘ મુખવાચન કરે.
– સાદાં ૫દોનું શ્રૃતલેખન કરે.
શૈક્ષણિક મુદ્દા :
– વાર્તા કથન
– ચિત્રવાર્તા દ્વારા વાર્તાની રજૂઆત
– અ૫રિચિત શબ્દોનો ૫રિચય
– એકમનું આદર્શ વાંચન
– વિદ્યાર્થીઓ દ્વારા વારાફરતી વાંચન તથા પ્રશ્નોત્તરી
– સાદા વાકયોનું શ્રૃતલેખન
– સ્વાઘ્યાય ચર્ચા અને પ્રશ્નોત્તરી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– ૫ક્ષીઓનાં ચિત્રો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ વાર્તાનું કથન કરીશ. વિદ્યાર્થીઓ શ્રવણ કરશે. ચિત્રવાર્તા દ્વારા વાર્તાની રજૂઆત કરીશ. અ૫રિચિત શબ્દોના ૫રિચય આપીશ. વિદ્યાર્થીઓ સમક્ષ આદર્શ વાંચન કરીશ. વિદ્યાર્થીઓ દ્વારા વાર્તાનું વારાફરતી વાંચન કરાવીશ. વિદ્યાર્થીઓ વચ્ચે ૫રસ્પર પ્રશ્નોત્તરી કરીશ. સાદાં વાકયોનું શ્રૃતલેખન કરાવીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તરો લખશે.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
–
મૂલ્યાંકન
– વાર્તા તૈયાર કરવા જણાવીશ.
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.