ધોરણ : 7 વિષય: संस्कृत
પાઠનું નામ:
– धरा गुर्जरी
અધ્યયન નિષ્પતિ :
– સરળ ૫દ્યો (સુભાષિતો, પ્રહેલિકા, ગીતો) ટૂંકી અને સરળ ચિત્ર વાર્તાઓ સાંભળે અને સમજે.
– સરળ ૫દ્યો (સુભાષિતો, પ્રહેલિકા, ગીતો) નો શુદ્ઘપાઠ કરે તથા ટૂંકી અને સરળ ચિત્ર વાર્તાઓ કહે.
– સાદા, સરળ, ગેય સુભાષિતો અને ગીતોનું લયબદ્ઘ ૫ઠન કરે અને ગાન કરે.
– સરળ અને જોડાક્ષરવાળાં વાકયોનું અનુલેખન કરે.
– સાદાં ૫દોનું શ્રૃતલેખન કરે.
શૈક્ષણિક મુદ્દા :
– શિક્ષકો દ્વારા ભાવવાહીગાન
– કાવ્યનું વિદ્યાર્થીઓ દ્વારા સમુહમાં તથા વ્યક્તિગત ગાન
– અ૫રિચિત શબ્દોના અર્થ
– કાવ્યનો ભાવાર્થ
– અન્ય ગીતોનું ગાન (રાષ્ટ્ર ભાવના/ ગુજરાત ગૌરવ ગીતો)
– સ્વાઘ્યાય ચર્ચા તથા પ્રશ્નોત્તરી
શૈક્ષણિક સાધન :
–
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ કાવ્યનું ભાવવાહી આદર્શ ગાન કરીશ. વિદ્યાર્થીઓ કાવ્યનું સમુહમાં ભાવવાહી ગાન કરશે. વિદ્યાર્થીઓ પાસે બે – બે ની જોડીમાં વ્યક્તિગત ગાન કરાવીશ. અ૫રિચિત શબ્દોના અર્થ સમજાવી લખાવીશ. કાવ્યનો ભાવાર્થી સમજાવીશ. રાષ્ટ્રભાવના તેમજ ગુજરાતના ગૌરવને લગતાં ગીતોનું ગાન કરાવીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તરો લખશે.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
–
મૂલ્યાંકન
– કાવ્ય કંઠસ્થ કરવા જણાવીશ.
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.