ધોરણ : 7 વિષય: संस्कृत
પાઠનું નામ:
– वार्तालाप
અધ્યયન નિષ્પતિ :
– ટૂંકી વાતચીત અને સંવાદ સાંભળે અને સમજે.
– ટૂંકી વાતચીત અને સાદા વાક્યો બોલે.
– વ્યવહારમાં વપરાતાં ક્રિયાપદવાળાં વાક્યો બોલે.
શૈક્ષણિક મુદ્દા :
– ઉચ્ચારણ શુદ્ધિ સાથે સંવાદનું આદર્શ પઠન
– અઘરા શબ્દો કે ક્રિયાપદોની સમજ
– વિદ્યાર્થીઓ દ્વારા સંવાદોનું પઠન
– ક્રિયા સાથે પ્રશ્નોત્તરી તથા સંવાદો
– સ્વાધ્યાય ચર્ચા તથા પ્રશ્નોત્તરી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– વસ્તુઓ અને તેનાં ચિત્રો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ ઉચ્ચાર શુદ્ધિ સાથે સંવાદનું આદર્શ પઠન કરીશ. પાઠની અંદર આવતા અઘરા શબ્દોનો કે ક્રિયાપદોની સમજ આપીશ. વિદ્યાર્થીઓની બે-બેની જોડી સાથે ક્રિયા દ્વારા સંવાદનું પઠન કરાવીશ. વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરી સંવાદ કરાવીશ. ક્રિયાનું નામ બોલીશ. વિદ્યાર્થીઓ ક્રિયા કરશે. સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તરો લખશે.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
–
મૂલ્યાંકન
– સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.