- ઘડિયાળ અને કાંડા ઘડિયાળ એ…………………માપનનાં સામાન્ય સાધનો છે.
- ગતિ
B.ઝડપ
C.સમય √
D.આપેલ તમામ
- સાદુ લોલક એ…………….ગતિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
જવાબ:- આવર્ત
- વ્યાખ્યા આપો: સાદુ લોલક
જવાબ:- દ્રઢ આધાર પરથી દોરી વડે લટકાવેલા ધાતુના નાના ગોળા કે પથ્થરનાં ટૂકડાને લટકાવવાથી બનતી રચનાને સાદુ લોલક કહે છે.
- બૉબ એટલે શું?
જવાબ:- સાદા લોલક ની રચનામાં ધાતુના ગોળાને લોખંડની બૉબ કહે છે.
- વ્યાખ્યા આપો: લોલકનો આવર્તકાળ
જવાબ:- લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેનો આવર્તકાળ કહે છે.
- સાદા લોલકને10દોલન કરવા લાગતા સમયને તેનો આવર્તકાળ કહે છે.(√ કે ×)
જવાબ:- ×
37.સાદું લોલક 20 દોલન પૂર્ણ કરવા માટે 32 સેકન્ડનો સમય લે છે, તો લોલકનો આવર્તકાળ કેટલો હોય છે?
જવાબ:- 20 દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય 32 સેકન્ડ
1 દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય = 32સેકન્ડ/20
= 16/10
= 1.6સેકન્ડ
- સાદા લોલકનો આવર્તકાળ નક્કી કરતો પ્રયોગ વર્ણવો.
હેતુ :- સાદા લોલકનો આવર્તકાળ નક્કી કરવો. સાધનસામગ્રી:- લોલકનો ગોળો ,1 મીટર લાંબી દોરી, સ્ટૉપ વૉચ
આકૃતિ:-
પદ્ધતિ:- સૌપ્રથમ આશરે 1 મીટર લાંબી દોરી લઇ તેની એક સ્ટેન્ડ સાથે બાંધી તેની નીચે એક ગોળો લટકાવી સાદા લોલક ની રચના કરો.
હવે, આ લોલકને સ્થિર થવા દો. જે જગ્યાએ સ્થિર થાય તેનેO કહીશું, હવે, દોરી ખેંચાયેલી રહે તે રીતે ગોળાને પકડીને સ્થિતિ A પર લાવો અને ગોળાને છોડી દો. જ્યારે ગોળાને છોડો ત્યારે જ સ્ટૉપ વૉચ શરૂ કરી દો. હવે ગોળ સ્થાનA પરથી સ્થાન B પર જઈ પાછો સ્થાન A પર આવે ત્યારે 1દોલન પૂર્ણ થયું ગણાય. આ રીતે 10 દોલનો માટેનો કુલ સમય નોંધો. આ બાબતનું ચાર વખત પુનરાવર્તન કરી અવલોકન નોંધો.
અવલોકન:-
ક્રમ | દોલનો માટેનો સમયગાળો | આવર્તકાળ |
1. | 20 સેકન્ડ | 2:0 સેકન્ડ |
2. | 20 સેકન્ડ | 2:0 સેકન્ડ |
3. | 20.5સેકન્ડ | 2.05 સેકન્ડ |
4. | 21 સેકન્ડ | 2.1સેકન્ડ |
નિર્ણય:-ચોક્કસ લંબાઈના લોલકનોઆવર્તકાળ દરેક વખતે લગભગ સરખો મળે છે.આમ, ચોક્કસ લંબાઈના સાદા લોલકનો આવર્તકાળ નિશ્ચિત હોય છે.
- આકૃતિમાં એક લોલકની આવર્તગતિ બતાવી છે.
આકૃતિ:-
A થી C સુધી હસવા માટે લોલક દ્વારા લેવામાં આવતો સમય t1 છે. અનેC થી O નો સમયt2 છે, તો આ સરળ લોલકની સમય અવધિ શોધો.
- (t1 + t2)
- 2(t1+ t2)
- 3(t1+ t2)
- 4(t1+t2)√
- લોલકને20 દોલન પૂર્ણ કરવા સેકન્ડ 40 લાગતિ હોય તો તે લોલક નો આવર્તકાળ___ સેકન્ડ હોય.
જવાબ:- 2
- લોલકને1 દોલન પૂર્ણ કરવા લાગતા સમયગાળાને ___ કહે છે.
જવાબ:- આવર્તકાળ
- આપેલ લંબાઈના લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે હંમેશા સમાન સમય લાગે છે.
(√ કે ×)
જવાબ:- √
- સાદા લોલકનો આવર્તકાળ તેની લંબાઈ પર આધાર રાખતો નથી. (√કે ×)
જવાબ:- ×
- સમાન લંબાઈ ધરાવતા લોલકને થોડાક અંતરે કે સહેજ વધારે અંતરે એક બાજુ લઈ ને મુક્ત કરવામાં આવ તો પણ તેના આવર્તકાળ માં ફેર પડતો નથી. (√કે ×)
જવાબ:- √
- મૂળભૂત સ્થળાંતરમાં થતો નજીવો ફેરફાર લોલકના આવર્તકાળ પર અસર કરે છે.(√ કે ×)
જવાબ:- ×
- ‘ક્વાર્ટ્ઝ કલોક’કોને કહે છે?
જવાબ:- મોટા ભાગની ઘડિયાળ કે કાંડા ઘડિયાળ એક અથવા એક કરતાં વધુ સેલ (વિદ્યુતકોષ) વાળા વિદ્યુત (ઇલેક્ટ્રોનિક) પરિબળો ધરાવે છે. આ ઘડિયાળને ‘ક્વાર્ટ્ઝ કલોક’ કહે છે.
- આપેલ લોલકનો આવર્તકાળ અચળ હોતો નથી. (√કે ×)
જવાબ:- ×
- સાદા લોલકના નિયમો ગૅલિલિયો ગૅલીલીએ શોધ્યા હતા. (√કે ×)
જવાબ:- √
- નિશ્ચિત સ્થળે સાદા લોલકનો આવર્તકાળ……………….પર આધાર રાખે છે.
જવાબ:- લોલકની લંબાઈ
- લોલકનો આવર્તકાળ બૉબના દળ પર આધારિત છે.(√કે ×)
જવાબ:- ×
- સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે. (√કે ×)
જવાબ:- √
- સમયના મૂળભૂત એકમની સંજ્ઞા……………….છે.
(A) m
(B) h
(C) s √
(D) S
- સમયના મોટા એકમો……………અને………………..છે.
જવાબ:- મિનિટ(m) અને કલાક(h)
- અંતરનો મૂળભૂત એકમ……………….છે.
જવાબ:- મીટર(m)
- ઝડપનો મૂળભૂત એકમ…………….છે.
(A) km/min
(B) m/min
(C) km/h
(D) m/s √
- બધા એકમોની સંજ્ઞાઓ એકવચનમાં જ લખાય છે. (√કે ×)
જવાબ:- √
- ઝડપના એકમો જણાવો.
જવાબ:- ઝડપનો મૂળભૂત એકમ m/s છે પણ આ ઉપરાંત ઝડપને m/min અથવા km/h જેવા એકમોમાંથી પણ દર્શાવી શકાય છે.
- એક દિવસની………………….સેકન્ડ હોય છે.
(A) 8640
(B) 86460
(C) 86400 √
(D) 86440
- નીચેના પૈકી કયો ઝડપનો એકમ નથી?
(A) km/h
(B) m/min
(C) m/s
(D) m2/s √
- 1વર્ષના……………કલાક થાય.
(A) 8766
(B) 8760 √
(C) 8776
(D) 8868
- લોલકવાળી ઘડિયાળો પ્રચલિત બની તે પહેલાં સમયના માપનમાં વપરાતાં સાધનોમાં કોનો સમાવેશ થતો નથી?
(A) રેતઘડી
(B) અટકઘડી √
(C) જળઘડી
(D) છાયાયંત્રો
- જાણીતું છાયાયંત્ર ક્યાં આવેલું છે?
જવાબ:- જાણીતુ છાયાયંત્ર દિલ્હીના જંતરમંતરમાં આવેલું છે.
- 1માઇક્રો સેકન્ડ એટલે1 સેકન્ડનો……………મો ભાગ.
જવાબ:- દસ લાખ
- 1નેનો સેકન્ડ એટલે1 સેકન્ડનો……………..મો ભાગ.
(A) અજબ √
(B) સો
(C) લાખ
(D) દસ લાખ
- રમતમાં વપરાતા સમય માપનના સાધન વડે સેકન્ડના કયા ભાગ ની ચોક્સાઈ મેળવી શકાય છે?
જવાબ:- રમતમાં વપરાતા સમય માપનના સાધન વડે સેકન્ડના દસમા કે સોમાં ભાગની ચોકસાઈ મેળવી શકાય છે.
- દોડની સ્પર્ધામાં ટૂંકો સમયગાળો માપવા માટે………………નો ઉપયોગ થાય છે.
જવાબ:- સ્ટૉપવૉચ
- ઐતિહાસિક ઘટનાઓનો સમય શામાં માપવામાં આવે છે?
જવાબ:- ઔતિહાસિક ઘટનાઓનો સમય સાદીઓ અને મિલેનિયમમાં માપવામાં આવે છે.
- એક કાર15 મિનિટ સુધી 40 કિમી/કલાકની ઝડપે અને પછીની 15 મિનિટ 60 કિમી/કલાકની ઝડપે ગતિ કરે છે , તો કાર કાપેલું કુલ અંતર………… છે.
(A)100 કિમી
(B)25 કિમી √
(C)15 કિમી
(D)10 કિમી
- ટ્રેનની ઝડપm/h માં મપાય છે. (√ કે × )
જવાબ:- ×
- બે સ્ટેશન વચ્ચેનું અંતર240 કિમી છે ટ્રેનને આ અંતર કાપવા માટે 4 કલાક લાગે છે, તો આ ટ્રેનની ઝડપ શોધો.
જવાબ:- ટ્રેનની ઝડપ = કાપેલું અંતર /લાગતો સમય
= 240કિમી /4 કલાક
= 60 કિમી/કલાક
- બે શહેરો વચ્ચે નું અંતર કિલોમીટરમાં માપવામાં આવે છે. (√કે × )
જવાબ:- ×
- સલમાન સાયકલ પર પોતાના ઘરેથી શાળા સુધી પહોંચવા માટે15 મિનિટનો સમય લે છે જો સાઈકલ ની ઝડપ 2 m/s ની હોય તો, સલામાના ઘર અને શાળા વચ્ચે નું અંતર કેટલું હશે?
જવાબ:- લીધેલો સમય =(15 ×60) સેકન્ડ
=900 સેકન્ડ
ઘરેથી શાળા નું અંતર = સલમાએ કાપેલું અંતર
= ઝડપ× સમય
= 2m/s × 900 સેકન્ડ
= 1800 m (મીટર)
ઘરથી શાળાનું અંતર = 1.8 km
- સ્પીડોમીટર એટલે શું
જવાબ:- વાહન કેટલી ઝડપે ગતિ કરે છે તે દર્શાવતા સાધનને સ્પીડોમીટર કહે છે. સ્પીડોમીટર ઝડપને km/h માં માપે છે.
- સ્પીડોમીટર ઝડપનેm/h માં માપે છે. (√ કે ×)
જવાબ:- ×
- વ્યાખ્યા આપો:- ઑડોમીટર
જવાબ:- વાહને કેટલું અંતર કાપ્યું છે તે દર્શાવતા સાધનને ઑડોમીટર કહે છે.
- નીચેના કોષ્ટકમાં કેટલાંક પ્રાણીઓની મહત્તમ ઝડપ km/h માં આપેલી છે. આ ઝડપ m/s માં ફેરવીને લખો.
જવાબ:-
ક્રમ | નામ. | ઝડપ km/h માં | ઝડપ m/s માં |
1. | બાજ | 320 | 88.9 |
2. | ચિત્તો | 112 | 31.11 |
3. | માનવ | 40 | 11.11 |
- 715m/sએટલે કેટલા km/h થાય?
A.72km/h
B.54km/h √
C.64km/h
D.45km/h
- એક ટ્રેન અચળ ઝડપે12મિનિટમાં 20 km અંતર કાપે છે, તો તે સમયે તેની ઝડપ કેટલી હોય?
A.80km/h
B.75km/h
C.100km/h
D.120km/h
- 72કિમી/કલાક એ…………………..ને સમાન છે.
A.72મીટર /સેકન્ડ
B.7.2મીટર /સેકન્ડ
C.200મીટર /સેકન્ડ
- 20મીટર /સેકન્ડ. √
- જ્યારે ઘડિયાળમાં8:30 am નો સમય હોય છે ત્યારે કારના ઓડોમીટર નું અવલોકન 57321.0 km દર્શાવે છે. જ્યારે 8:50 am નો સમય હોય ત્યારે કારના ઓડોમીટર નું અવલોકન 57336.0 km દર્શાવે, તો કારની ઝડપ તે સમયગાળામાં km/min તથા km/h માં શોધો.
જવાબ:-
ઘરે કાપેલું અંતર = અંતિમ અવલોકન – પ્રારંભિક અવલોકન
= 15336-57321
= 15km
કારે લીધેલો સમય = 8:30 am થી 8:50 am નો સમય
= 20 minute
કારની ઝડપ = કાપેલું અંતર/ લાગતો સમય
= 15km/20km
= 5×3km/5×4min
= 3km/4min
કારની ઝડપ = 15km/(20/60)h
= [15×60/20]km/h
=45km/h
- રિયા સ્કુટી પર તેના ઘરેથી શાળાએ20 મિનિટમાં પહોંચે છે. જો સ્કુટીની ઝડપ 9m/s હોય તો ઘર અને શાળા વચ્ચેનું અંતર કેટલું હોય?
જવાબ:-
રિયાએ કાપેલું અંતર = ઝડપ× સમય
=[9m/s]×[20×60]
= 10800m
= 10.8km
રિયાના ઘર અને શાળા વચ્ચેનું અંતર 10.8km હોય.
- આલેખના જુદા જુદા પ્રકાર જણાવો.
જવાબ:- આલેખના ત્રણ પ્રકારો છે:(1) સ્તંભ આલેખ(2) વર્તુળ- આલેખ (3) રેખા-આલેખ
- પદાર્થની ગતિને રજુ કરવા માટે કયા પ્રકારના આલેખનો ઉપયોગ કરવામાં આવે છે?
જવાબ:- પદાર્થની ગતિને રજુ કરવા એટલે કે અંતર →સમયનો આલેખ દોરવા રેખા આલેખ નો ઉપયોગ થાય છે.
- અંતર- સમયના આલેખમાંX –અક્ષ પર…………..અને Y- અક્ષ પર…………………દર્શાવવામાં આવે છે.
જવાબ:- સમય ,અંતર
85.ટ્રકની ગતિ માટે આપેલા અંતર – સમયના આલેખોમાંથી કયો આલેખ દર્શાવે છે કે, ટ્રક ની ઝડપ અચળ નથી ?
જવાબ:- C
- 86.કોઇ પણ પદાર્થની ઝડપ કેટલી છે,તે શોધવા આપણી પાસે કઈ માહિતી હોવી જરૂરી છે ?
જવાબ:- કોઇપણ પદાર્થની ઝડપ કેટલી છે તે શોધવા આપણી પાસે તે પદાર્થે કાપેલા અંતર અને તે અંતર કાપવા લીધેલા સમય – આ બે બાબતની માહિતી હોવી જોઈએ .
- પ્રાચીન સમયમાં એક દિવસ,એક મહિના અને એક વર્ષ કેવી રીતે માપવામાં આવતા હતા? સમજાવો.
જવાબ:- પ્રાચીન સમયમાં એક સૂર્યોદય બાદ બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને 1 દિવસ કહે છે. એક અમાસ પછી બીજા અમાસ વચ્ચેના માપેલા સમયગાળા ને 1 મહિનો કહે છે. સૂર્યની ફરતે પૃથ્વીને 1 પરિક્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને 1 વર્ષ તરીકે નક્કી કરવામાં આવ્યો. આ રીતે પ્રાચીન સમયમાં લોકો સમયનું માપન કરતાં.
- 88.લોલકવાળી ઘડિયાળની શોધ પહેલા દુનિયાના જુદા જુદા ભાગમાં સમયના માપન માટે વપરાતા સાધનો જણાવો.
જવાબ:- લોલકવાળી ઘડિયાળની શોધ પહેલા દુનિયાના જુદા જુદા ભાગમાં સમયના માપન માટે છાયાયંત્ર,જળઘડી,રેતઘડી જેવા સાધનો વપરાતાં હતા.
- 89.લોલકની લંબાઈ ઘટાડતાં તેના આવર્તકાળમાં ફેરફાર થાય છે?
જવાબ:- લોલકની લંબાઈ ઘટાડતાં તેનો આવર્તકાળ ઘટે છે.
- 90.આલેખ દોરવા માટે સૌથી વધુ અનુકૂળ પ્રમાણમાંપ પસંદ કરવું જોઇએ,તે માટે અગત્યના મુદ્દા જણાવો.
જવાબ:- અગત્યના મુદ્દા :
(1)પ્રમાણમાપની પસંદગી એવી કરો કે દરેક રાશિનાં વચગાળાના મૂલ્યોને આલેખમાં દર્શાવવા અનુકૂળ બને છે.
(2) આલેખમાં મહત્તમ ભાગનો ઉપયોગ આલેખ દોરવા માટે કરી શકાય છે.
(3) પ્રત્યેક રાશિના મહત્તમ અને ન્યૂનત્તમ મૂલ્ય વચ્ચેનો તફાવત યોગ્ય રાખો