- સજીવો પોતાનું જીવન ટકાવવા શાનો શાનો ઉપયોગ કરે છે ?
જવાબ:- સજીવ પોતાનું જીવન ટકાવવા હવા(ઑક્સિજન), ખોરાક અને પાણી નો ઉપયોગ કરે છે.
2. વનસ્પતિ અને પ્રાણીઓમાં ઘટકોનું વહન શા માટે જરૂરી છે? સમજાવો.
જવાબ:- વનસ્પતિ અને પ્રાણીઓ પોતાનું અસ્તિત્વ ટકાવવા હવા, ખોરાક અને પાણી નો ઉપયોગ કરે છે. સજીવોનાં શરીરમાં ઑક્સિજન દરેક કોષો સુધી પહોંચવો જોઇએ અને કાર્બન ડાયોક્સાઇડ કોષોમાંથી બહાર મુક્ત કરવો જરૂરી છે. જુદી જુદી જૈવિક ક્રિયાઓ દરમ્યાન ઉત્પન્ન થતાં ઉત્સર્ગ દ્રવ્યો, બિનજરૂરી ઘટકો, હાનિકારક પદાર્થોનું વહન કરી તેમનો નિકાલ કરવા જરૂરી છે. ઉત્સેચકો, અંતઃસ્ત્રાવોને તેમના કાર્યક્ષેત્ર સુધી પહોંચાડવા વહન જરૂરી છે. આમ, રુધિરનું વહન, ખોરાકનું વહન વગેરે આવશ્યક બાબતો છે.
3. પરિવહનતંત્ર એટલે શું?
જવાબ:- હૃદય, ધમની, શિરા અને રુધિરકેશીકાઓથી થી રચાતાં રુધિરના અભિસરણ માટેના તંત્રને પરિવહનતંત્ર કહે છે. જેના દ્વારા પોષક દ્રવ્યો, O2-CO2 જેવા વાયુઓ, અંતઃસ્ત્રાવો, ઉત્સેચકો અને ઉત્સર્ગદ્રવ્યોનું વહન થાય છે.
4. મનુષ્યના પરિવહનતંત્રમાં કોનો કોનો સમાવેશ થાય છે ?
જવાબ:- મનુષ્યના પરિવહન તંત્રમાં હૃદય તેમજ ધમની અને શિરા જેવી રુધિરવાહિનીઓ સમાવેશ થાય છે.
5. ટૂંકનોંધ લખો : રુધિર
જવાબ:- રુધિરવાહિનીઓમાં વહેતું પ્રવાહી એટલે રુધિર. તે પાચિત ખોરાકના ઘટકોનું નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગો તરફ વહન કરાવે છે. તે ફેફસાંમાંથી ઑક્સિજનને શરીરના કોષો સુધી લઇ જાય છે. શરીરના ઉત્સર્ગ દ્રવ્યો ને ઉત્સર્ગતંત્રના અવયવો તરફ લઈ જઈ નિકાલ કરવામાં મદદરૂપ છે. રુધિરના રક્તકણોમાં રહેલું હિમોગ્લોબીન O2 – CO2 જેવા વાયુઓના વહનનું કાર્ય કરે છે. આ ઉપરાંત રુધિરમાં આવેલા શ્વેતકણો શરીરમાં પ્રવેશતાં હાનિકારક જીવાણુઓનો નાશ કરે છે. રુધિરમાં રહેલા ત્રાકકણો વહી જતાં રુધિરને ગાઠવી ને રુધિર અને વહી જતાં રુધિરને ગંઠાવીને રુધિરને વહી જતું અટકાવે છે. શીરા અને ધમની માં રુધિર વહન પામે છે.
6. રુધિર દ્વારા ખોરાકના પાચિત ઘટકોનું વહન ક્યાંથી ક્યાં થાય છે?
A. હદયથી અંગો તરફ
B. મોટા આંતરડા થી કોષો તરફ
C. નાના આંતરડાથી વિવિધ ભાગો તરફ √
D. હદયથી ફેફસાં તરફ
7. રુધિરનું પરિવહન સાથે સંકળાયેલાં અંગો ક્યાં છે?
A. મગજ
B. હદય
C. રુધિરવાહિની
D. B અને C √
8. ફેફસાં માં આવેલા કયા ઘટકોનું વાહન રુધિર દ્વારા શરીરના કોષો સુધી થાય છે?
A. પાણી
B. ઉત્સર્ગ દ્રવ્યો
C. કાર્બન ડાયૉક્સાઇડ
D. ઑક્સિજન √
9. રુધિરના પ્રવાહી ભાગને_____ કહે છે.
જવાબ:- રુધિરરસ
10. સમજૂતી આપો : રક્તકણ
જવાબ:- રુધિરમાં રહેલા રક્તકણો એક પ્રકારના રુધિર કોષો જ છે. જે લાલ રંજકકણ હિમોગ્લોબીન ધરાવે છે. હિમોગ્લોબીન ઓક્સિજન સાથે સંયોજાઇ તેને શરીરના દરેક કોષ સુધી પહોંચાડે છે.
11. હિમોગ્લોબીન એ___ માં હાજર હોય છે.
જવાબ:- રક્તકણ
12. હિમોગ્લોબિન કયા પદાર્થ સાથે જોડાય છે?
A. ઑક્સિજન √
B. પાણી
C. ત્રાકકણ
D. રુધિરરસ
13. રુધિરનો લાલ રંગ__ ની હાજરી ને લીધે હોય છે.
જવાબ:- હિમોગ્લોબિન
14. શરીરમાં પ્રવેશતા જીવાણુ સામે__ લડે છે.
જવાબ:- શ્વેતકણો
- ત્રાકકણો રુધિરનાં____ ની ક્રિયા સાથે સંકળાયેલં છે.
જવાબ:-ગંઠાવાની
- કારણ આપો : નાનકડા ઘામાંથી વહેતું રુધિર થોડીવારમાં બંધ થઈ જાય છે.
જવાબ:-રુધિરરસમાં ત્રાકકણો રુધિરના ગંઠાવાની ક્રિયા સાથે સંકળાયેલ છે. ઘામાંથી વહી જતું રુધિર હવાના સંપર્કમાં આવતા ત્રાકકણો રસાયણિક ક્રિયા દ્વારા તંતુમય રચના બનાવે છે. આ રચનામાંથી રુધિરકોષો અને ક્ણો પસાર થઈ શકતા નથી. તેથી રુધિર વહેતુ બંધ થઈ જાય છે.17. રુધિરનાં કાર્યો જણાવો.
જવાબ:-1. પાચિત ખોરાકના પોષક દ્રવ્યો, ઑક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ નું વહન કરે છે.
2. શ્વેતકણો રોગના જંતુઓનો નાશ કરી રક્ષણ આપે છે.
3. ત્રાકકણો વહી જતાં રૂધિરને ગંઠાવી રૂધિરને વહી જતું અટકાવે છે.
4. શરીરનું તાપમાન જાળવે છે.18. રુધિરમાં ભળેલો કાર્બન ડાયૉક્સાઇડ કયા અંગ દ્વારા દૂર થાય છે?
જવાબ:- રુધિરમાં ભળેલો કાર્બન ડાયૉક્સાઇડ ફેફસાં દ્વારા વાતાવરણમાં મુક્ત થાય છે.19. રુધિરવાહિનીઓના પ્રકાર જણાવો.
જવાબ:- રુધિરવાહિનીઓ: ધમની, શિરા અને કેશિકાઓ.
20. ધમની વિશે ટૂંકમાં જણાવો.
જવાબ:- ધમની હ્યદયમાંથી ઑક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે. ધમનીમાં રુધિરનો પ્રવાહ ઝડપી અને વધુ દબાણવાળો હોય છે, માટે ધમનીની દીવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. ધમનીમાં રુધિર વહેવાના કારણે નાડી- ધબકારા સર્જાય છે.
21. ધમનીની દીવાલ પાતળી હોય છે.(√ કે ×)
જવાબ:- ×
- શિરામાં રુધિર વહેવાના કારણે નાડી- ધબકારા થાય છે.(√ કે ×)
જવાબ:-×23. આરામદાયી સ્થિતિમાં મનુષ્યમાં નાડી -ધબકારાનો દર 72 થી 80 જેટલો હોય છે. (√ કે ×)
જવાબ:-√24. શિરા વિશે ટૂંકમાં માહિતી આપો:
જવાબ:- શીરામાં કાર્બન ડાયૉક્સાઇડ યુક્ત રુધિર વહે છે. શરીરના જુદા જુદા ભાગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર હૃદયમાં પહોંચાડે છે. શિરાની દીવાલ પાતળી હોય છે. તેમાં વાલ્વ આવેલા હોય છે. જેથી રુધિરનું વહન માત્ર હૃદય તરફ જ થાય.25.શિરા રુધિરને માત્ર હૃદય તરફ તરફની દિશામાં જવા દે છે.(√ કે ×)
જવાબ:-√
26. શિરામાં વહેતા રુધિરમાં__ હોય છે.
જવાબ:- કાર્બન ડાયોક્સાઇડ
27.શિરાની દીવાલ__ હોય છે અને શિરામાં__ આવેલાં હોય છે.
જવાબ:- પાતળી , વાલ્વ
28.ફુપ્ફુસીય ધમની કેવા રુધિરનું વહન ક્યા અંગ તરફ કરે છે?
જવાબ:- ફુપ્ફુસીય ધમની હૃદયમાંથી કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર ફેફસાં સુધી પહોંચાડે છે.
29. તફાવત આપો:- ધમની અને શિરા
ધમની | શિરા |
(1) હૃદયમાંથી શરીરના વિવિધ ભાગો તરફ રુધિરનું વહન કરે છે. | (1). શરીરના વિવિધ ભાગોમાંથી હૃદય તરફ રુધિર લઈ જાય છે. |
(2) રુધિર ઊંચા દબાણ સાથે વહે છે. શરીરની મોટી ધમનીઓમાં નાડી- ધબકારા અનુભવી શકાય છે. | (2) રુધિર શાંત પ્રવાહે એકધારુ વહે છે. |
(3) તેમાં વાલ્વ હોતાં નથી. | (3) તેમાં વાલ્વ હોય છે. |
(4) દીવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. | (4) દીવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે. |
- એક શબ્દમાં જવાબ આપો:
(1) હૃદયમાંથી ઑક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો તરફ કોણ લઈ જાય છે?
જવાબ:-ધમની(2) ધમનીમાં રુધિરના વહેવાના કારણે થતું હલન-ચલન એટલે
જવાબ:-નાડી ધબકાર(3)જાડી અને સ્થિતિસ્થાપક દિવાલ ધરાવનાર રુધિરવાહીની:
જવાબ:- ધમની(4) પાતળી દીવાલ અને વાલ્વ ધરાવનાર રુધિરવાહીની
જવાબ:- શિરા(5) હૃદય અને રુધિરવાહિનીઓ ભેગાં મળી બનાવેલા તંત્રનું નામ
જવાબ:- રુધિરાભિસરણ તંત્ર/ પરિવહન તંત્ર31. ફુપ્ફુસીય શિરામાં કેવા પ્રકારનું રુધિર વહે છે?
જવાબ:- ફુપ્ફુસીય શિરામાં ઑક્સિજનયુક્ત રુધિર વહે છે.32. ફુપ્ફુસીય શિરા રુધિરને ક્યાંથી ક્યાં સુધી પહોંચાડે છે ?
જવાબ:- ફુપ્ફુસીય શિરા રુધિરને ફેફસામાંથી હૃદય પહોંચાડે છે, જે ઑક્સિજનવાળું હોય છે.33. કેશિકાઓ એટલે શું?તેમનાં જોડાણથી શાની રચના થાય છે?
જવાબ:- ધમનીઓ અંગમાં પ્રવેશી નાની નાની વાહિકાઓમાં વિભાજીત થાય છે. તેઓ પેશીઓ પાસે જતાં વધુ પાતળી નળીમાં વિભાજિત થાય છે, જેને કેશિકાઓ કહે છે. આ કોશિકાઓ ફરીથી જોડાણ પામી શિરાઓ બનાવે છે, જેના દ્વારા રુધિર હૃદય પહોંચે છે.34. હૃદય એ સતત ___તરીકે કાર્ય કરતું અંગ છે.
જવાબ:- ધબકતા પમ્પ35. હૃદયના સ્થાન અને કદ વિશે જણાવો.
જવાબ:- હદય એ ઉરસગુહામાં આવેલું, નીચેની બાજુએથી થોડું ડાબી બાજુ વળેલું,નમેલું હોય છે. આંગળીઓ અંદર તરફ વાળીને મુઠ્ઠી બનાવીએ, તો તેના કદ જેટલું
હૃદયનું કદ હોય છે.
36. હૃદય કુલ કેટલા ખંડ ધરાવે છે? કયા કયા ?
જવાબ:- હૃદય કુલ ચાર ખંડ ધરાવે છે:(1) જમણું કર્ણક (2)જમણું ક્ષેપક (3)ડાબુ કર્ણક (4)ડાબું ક્ષેપક
37. કારણ આપો: હૃદય ચાર ખંડનું બનેલું હોય છે.
જવાબ:- હૃદયમાં અંગો તરફથી શિરા દ્વારા કાર્બન ડાયોક્સાઇડવાળું રુધિર આવે છે, જ્યારે ધમની દ્વારા ઑક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે. જો હૃદય સળંગ હોય એટલે કે તેમાં ખંડ ન હોય તો શુદ્ધ અને અશુદ્ધ રુધિર મિશ્ર થાય, જે યોગ્ય નથી. ચાર ખંડોમાં શુદ્ધ રુધિર અને અશુદ્ધિ
રુધિર પરિવહન શક્ય બને છે.
38. હૃદયનાઉપરના બે ખંડો__ તરીકે અને નીચેના બે ખંડો__ તરીકે ઓળખાય છે.
જવાબ:- કર્ણક, ક્ષેપક
39. કર્ણકો કરતાં ક્ષેપકો કદમાં નાના હોય છે. (√ કે ×)
જવાબ:- ×
40.કર્ણકો કરતાં ક્ષેપકોની દિવાલ પાતળી હોય છે .(√ કે ×)
જવાબ:- ×
41. હૃદયની આંતરિક રચના જણાવો.
જવાબ:- હૃદયની વચ્ચે સ્નાયુઓનો એક ઊભો પડતો હોય છે. જે હૃદયને ડાબા અને જમણા એમ બે ભાગમાં વહેંચે છે બંને ભાગોમાં એક એક આડો પડદો હોય છે, જે તેને ચાર ભાગમાં વહેંચે છે ઉપલા બે ખંડોને કર્ણકો અને નીચેના બે ખંડોને ક્ષેપકો કહે છે. બંને કર્ણકો બંને તરફના ક્ષેપકોમાં વાલ્વ દ્વારા ખુલે છે.
42. હૃદય કેવી રીતે કાર્ય કરે છે, તે સમજાવો.
જવાબ:-(A)શરીરના વિવિધ ભાગોમાંથી CO2 યુક્ત રુધિર બે મહાશિરાઓ મારફતે જમણા કર્ણકમાં આવે છે. તે જ વખતે ફેફસામાંથી આવતું ઑક્સિજનયુક્ત રુધિર ફુપ્ફુસીય મારફતે ડાબા કર્ણકમાં આવે છે. બંને કર્ણકોનું સંકોચન થતાં જમણા કર્ણકનું રુધિર જમણા ક્ષેપકમાં અને ડાબા કર્ણકનું રુધિર ડાબા ક્ષેપકમાં આવે છે.
(B) હવે બંને ક્ષેપકોનું સંકોચન થતાં જમણાં ક્ષેપકમાંનું CO2 યુક્ત રુધિર ફુપ્ફુસીય દ્વારા ફેફસાંમાં પહોંચે છે. જ્યારે ડાબા ક્ષેપકમાંથી ઑક્સિજન યુક્ત રુધિર મહાધમની મારફતે શરીરના વિવિધ ભાગોમાં જાય છે.
આમ, હૃદયમાં લયબદ્ધ સંકોચન અને શિથિલન દ્વારા રુધિરના વહનની પ્રક્રિયા નિરંતર ચાલતી રહે છે.
- હૃદયનું મુખ્ય કાર્ય લખો.
જવાબ:-હૃદય સતત ધબકતું રહીને એટલે કે લયબદ્ધ સંકોચન અને શિથિલન પામીને રુધિર અને તેમાં રહેલાં દ્રવ્યોનું વિવિધ અંગો સુધી વહન કરવાનું કાર્ય કરે છે.
- હૃદયના ખંડોની દીવાલ__ ની બનેલી છે.
જવાબ:-સ્નાયુઓ
45. હૃદયનું તાલબદ્ધ સંકોચન અને વિકોચન એ__ કહેવાય છે.
જવાબ:-હૃદયના ધબકારા
46.સ્ટેથોસ્કોપ વિશે ટૂંકમાં માહિતી આપો.
જવાબ:- હૃદયના ધબકારાને મોટો કરીને સાંભળવા માટે વપરાતું સાધન એટલે સ્ટેથોસ્કોપ. તે એક ચેસ્ટ પીસ, જે સંવેદનશીલ, કંપનશીલ પડદો ધરાવે છે. એક નળી અને બે ઇયર-પીસ ધરાવે છે. ચેસ્ટ પીસને હૃદય પાસે રાખી, ધબકારાના કંપન નળી મારફતેઇયર-પીસ દ્વારા કાનમાં સાંભળી શકાય છે.
- હૃદયના ધબકારા સાંભળવા માટેનું યંત્ર : ………………
જવાબ:- સ્ટેથોસ્કોપ
-
દોડ્યા પછી માણસના ધબકારા વધી જાય છે, તે સાબિત કરતો પ્રયોગ વર્ણવો.
જવાબ:-
હેતુ:-આરામદાયી સ્થિતિ કરતાં પછી માણસના હૃદયના ધબકારા વધી જાય છે તે સાબિત કરવું.
સાધનસામગ્રી:-રબર,(6-7 સેમી વ્યાસ ધરાવતી ગળણી),50 સેમી લાંબી રબરની ટ્યૂબ
આકૃતિ:-પદ્ધતિ:-6-7 સેમી વ્યાસ ધરાવતી એક ગળણી લો. તેના સાંકડા છેડે 50 સેમી લાંબી રબરની નળી લગાવો. ગળણીના પહોળા ભાગને રબરના પડદા વડે ચુસ્ત રીતે બંધ કરો. તમે અને તમારા બે મિત્રોના હૃદયના ધબકારા 1 મિનિટમાં કેટલાં થાય છે. તે નોંધો. હવે વારાફરતી 4-5મિનિટ દોડી, દરેકના હૃદયના ધબકારા વારાફરતી માપીને નોંધો.
અવલોકન:-
વિદ્યાર્થીનું નામ | આરામદાયક સ્થિતિમાં હૃદયના ધબકારા | 4-5મિનિટ દોડીયા બાદના હૃદયના ધબકારા |
અભય | 74 | 80 |
જયદીપ | 75 | 81 |
વિસ્મય | 77 | 83 |
નિર્ણય:- દોડ્યા પછી માણસના ધબકારાનો દર આરામદાયક સ્થિતિમાંના ધબકારા કરતાં વધારે હોય છે.
49. એક મિનિટમાં ધમનીમાં થતાં થડકારા શું સૂચવે છે?
જવાબ:- એક મિનિટમાં ધમનીમાં થતાં થડકારા એ હૃદયના ધબકારાનો દર સૂચવે છે.
50. વાદળી અને જળવ્યાળ (હાઇડ્રા) રુધિર ધરાવે છે.(√ કે ×)
જવાબ:- ×
51. હૃદયના ધબકારામાં ક્યારે વધઘટ થાય અથવા ક્યારે અનિયમિત બને?
જવાબ:- સામાન્ય રીતે પુખ્ત વયની વ્યક્તિના હૃદયના ધબકારાની સંખ્યા દર મિનિટે72-80ની હોય છે. ભારે કસરત ,વધુ શારીરિક શ્રમથી હૃદયના ધબકારા વધે છે. ક્યારેક શરીરની અવસ્થ પરિસ્થિતિ ,બીમારી કે ઓપરેશન દરમિયાન હૃદયના ધબકારા અનિયમિત બને છે.
52. વાદળીમાં ખોરાક અને ઓક્સિજનનો પ્રવેશ___ દ્વારા થાય છે.
જવાબ:- પાણી
53.વાદળી અને જળવ્યાળના જીવનમાં પાણીનું મહત્વ સમજાવો.
જવાબ:- વાદળી અને જળવ્યાળ જેવા પ્રાણીઓ પરિવહનતંત્ર ધરાવતાં નથી. તેઓ પાણીમાં વસવાટ કરે છે. તેઓ પાણીમાં રહેલ ખોરાક અને ઓક્સિજનનો પ્રવેશ શરીરમાં કરાવે છે અને આ જ પાણી દ્વારા કાર્બન ડાયોક્સાઇડ અને ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ શરીરની બહાર કરે છે. આમ આ તમામ કાર્યો પાણી દ્વારા કરતા હોવાથી તેમના માટે પાણી બહુ જ અગત્યનું છે.
54. અંગ્રેજ ચિકિત્સક__ એ રુધિરનું પરિવહન શોધ્યું હતું.
જવાબ:- વિલિયમ હાર્વે
- અપાચિત ખોરાકનો નિકાલ___ સ્વરૂપે થાય છે.
જવાબ:-મળ56.વ્યાખ્યા આપો: ઉત્સર્જન
જવાબ:-માનવશરીરમાંથી બિનજરૂરી અને હાનિકારક પદાર્થોનો પ્રવાહી સ્વરૂપે ત્યાગ કરવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે. - ઉત્સર્જનતંત્ર કોને કહે છે ?
જવાબ:- ઉત્સર્જન ક્રિયા સાથે સંકળાયેલા વિવિધ ભાગો મળીને જે તંત્રની રચના કરે છે તેને ઉત્સર્જન તંત્ર કહે છે.58. મનુષ્યના ઉત્સર્જનતંત્રનાં અંગોનાં નામ જણાવો.
જવાબ:- મનુષ્યના ઉત્સર્જનતંત્રમાં બે મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય, મૂત્રમાર્ગ અને મૂત્રદ્વાર સમાવિષ્ટ છે.59. મનુષ્યમાં રુધિરના ગાળણની ક્રિયા ક્યાં થાય છે?
A. મૂત્રપિંડ √
B. મૂત્રવાહિની
C. હૃદય
D. ફેફસાં60.ઉત્સર્જનતંત્રમાં કેટલા મૂત્રપિંડ હોય છે? મૂત્રપિંડ શું કાર્ય કરે છે?
જવાબ:-ઉત્સર્જનતંત્રમાં એક જોડ એટલે કે બે મૂત્રપિંડ હોય છે. મૂત્રપિંડમાં પહોંચેલા રુધિરમાં ઉપયોગી અને બિનઉપયોગી એમ બંને પ્રકારના પદાર્થો હોય છે. મૂત્રપિંડના આવેલ ઉત્સર્ગ એકમોમાં રુધિરનું સૂક્ષ્મ ગાળણ થાય છે. અને પાણીમાં દ્રાવ્ય કચરો મૂત્ર સ્વરૂપે છૂટો પડે છે.61. મૂત્રપિંડમાંથી છુટું પડેલું મૂત્ર___ દ્વારા મૂત્રાશયમાં પહોંચે છે.
જવાબ:-મૂત્રવાહિની62.મૂત્રવાહિની કયા અંગોને જોડે છે ?
જવાબ:- મૂત્રવાહિની મૂત્રપિંડ અને મૂત્રાશયને જોડે છે.63. મૂત્રપિંડ એ પ્રવાહી સ્વરૂપે શરીરના કચરાનો નિકાલ કરે છે ,જેને ___કહે છે.
જવાબ:- મૂત્ર
- મૂત્ર__ માં સંગ્રહાય છે અને___ દ્વારા શરીરની બહાર નીકળે છે.
જવાબ:- મૂત્રાશય, મુત્રછિદ્ર65. એક પુખ્ત વ્યક્તિ 24 કલાકમાં આશરે કેટલા લિટર મૂત્રનું ઉત્સર્જન કરે છે ?
A. 2 થી 2.8લીટર
B. 1.50 થી 2.50 લીટર
C. 1 થી 1.8 લીટર √
D. 2.5 થી 3 લીટર66.મુત્રમાં રહેલા પદાર્થો તેના પ્રમાણ સાથે જણાવો.
જવાબ:-મુત્રમાં 95 % જેટલું પાણી, 2.5% યુરિયા અને 2.5 % બીજા નકામા પદાર્થો આવેલાં છે. પાણીમાં દ્રાવ્ય ક્ષાર અને નાઈટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો હોય છે. - જોડકાં જોડો :
વિભાગ- અ | વિભાગ -બ |
(1)મૂત્રપિંડ | (A) મૂત્રનો ત્યાગ |
(2) મૂત્રવાહિની | (B) રુધિરનું ગાળણ |
(3) મુત્રાશય | (C) મૂત્રનું વહન |
(4) મૂત્રદ્વાર | (D) મૂત્રનો સંગ્રહ |
જવાબ |
(1)-(B) |
(2) – (C) |
(3) –(D) |
(4) -(A) |
- ઉનાળામાં પરસેવો કેમ થાય છે? સમજાવો.
જવાબ:-આપણા શરીરનું તાપમાન 37°Cહોય છે અને તે જળવાવું જરૂરી છે. ઉનાળામાં બહારનું તાપમાન વધુ હોય છે. ચામડીમાંથી પરસેવો મુક્ત થવાથી તેમાં રહેલ પાણીનું બાષ્પીભવન થાય છે. જે શરીરને ઠંડું કરવામાં મદદરૂપ થાય છે.આમ, પરસેવા દ્વારા શરીરનું તાપમાન જળવાઈ રહે છે. તેથી ઉનાળામાં પરસેવો થાય છે.69. પરસેવો એ પાણી અને___ ધરાવે છે.
જવાબ:-ક્ષાર70.પ્રાણીઓમાં નકામાં રસાયણો શરીરમાંથી નીકળવાની પ્રક્રિયા પાણીની ગુણવત્તા પર અવલંબે છે.(√ કે ×)
જવાબ:- × - માછલીઓ કેવા સ્વરૂપે કોષોનો કચરો ઉત્સર્જે છે ?તે ક્યાં જાય છે ?
જવાબ:- માછલી એ જળચર સજીવ છે. માછલીઓ કોષોનો કચરો એમોનિયા સ્વરૂપે ઉત્સર્જે છે, જે સીધો જ પાણીમાં ઓગળી જાય છે.
72. પક્ષીઓ, ગરોળી ,સાપ કેવા સ્વરૂપે ઉત્સર્જન કરે છે?
જવાબ:- પક્ષીઓ, ગરોળી ,સાપ જેવા સજીવો અર્ધઘન ,સફેદ રંગના પદાર્થ સ્વરૂપે ઉત્સર્ગ દ્રવ્યોનું ઉત્સર્જિત કરે છે.73. મનુષ્યમાં મહદ્અંશે ઉત્સર્ગ દ્રવ્ય તરીકે ___આવેલ હોય છે.
જવાબ:- યુરિયા74. મૂત્રપિંડ કામ કરતાં ક્યારે બંધ થાય છે? તેની મનુષ્ય પર શું અસર થાય ?
જવાબ:-મનુષ્યમાં મૂત્રપિંડ કોઇ ઇજાના કારણે કે ,ચેપના કારણે કામ કરતા બંધ થાય છે. મૂત્રપિંડની નિષ્ફળતાના કારણે રુધિરમાં બિનજરૂરી, હાનિકારક દ્રવ્યોનું પ્રમાણ ધીમે ધીમે વધે છે તો મૂત્રપિંડ કાર્યક્ષમતા ગુમાવે તો દિવસે દિવસે શરીરમાં ઉત્સર્ગ દ્રવ્યોનું પ્રમાણ વધતા મનુષ્ય મૃત્યુ તરફ ધકેલાય છે. - ડાયાલિસીસ એટલે શું?
જવાબ:- કુત્રિમ મૂત્રપિંડ દ્વારા દર્દીના શરીરમાંના અશુદ્ધ રુધિરનું ગાળણ કરવાની ક્રિયાને ડાયાલિસીસ કહે છે.76. વનસ્પતિના કયા અંગ દ્વારા જમીનમાંથી પાણી અને ખનીજતત્વો નું શોષણ થાય છે?
A. મૂળ √
B. પ્રકાંડ
C. પર્ણ
D. પુષ્પ77. મૂળરોમ ક્યાં આવેલા હોય છે?
A. મૂળમાં √
B. પ્રકાંડમાં
C. પર્ણમાં
D. બીજમાં78. મૂળની સપાટીમાં વધારો કરનાર રચના કઈ છે ?
A.પર્ણરંધ્ર
B. મૂળરોમ √
C. કોષ
D. એક પણ નહીં
79.જમીનમાં કણો વચ્ચે રહેલું પાણી કોના સંપર્કમાં હોય છે?
A. પ્રકાંડ
B. પર્ણ
C. મૂળરોમ √
D. A અને C
80.પેશી એટલે શું?
જવાબ:- નિશ્ચિત કાર્ય કરવા માટે એક જ પ્રકારના કે અલગ અલગ રચના ધરાવતા કોષોના સમૂહને પેશી કહે છે.
81.વાહકપેશી એટલે શું?
જવાબ:- વનસ્પતિમાં પાણી અનેખનીજક્ષારોના વહન માટે ચોક્કસ પ્રકારના કોષો ભેગા મળી જે પેશી બનાવે છે, તેને વાહક પેશી કહે છે. ઉદા. જલવાહક પેશી અને અન્નવાહક પેશી.
82. જલવાહક પેશીનું કાર્ય જણાવો.
જવાબ:- વનસ્પતિમાં જલવાહક પેશી પાણી અને ક્ષારોનું વહન કરે છે.
83. ટૂંકમાં માહિતી આપો: જલવાહક પેશી
જવાબ:- વનસ્પતિમાં પાણી અને ખનીજ ક્ષારો ના વહન માટેની વાહક પેશીને જલવાહક પેશી કહેવાય છે. જે વનસ્પતિ દેહમાં સળંગ નળીઓ નું જાળું બનાવે છે. જે મૂળથી પ્રકાંડ અને ડાળીઓને સાંકળે છે. જેથી વનસ્પતિના દરેક ભાગ સુધી પાણી અને ખનીજક્ષારો વહે છે.
84. અન્નવાહક પેશી એટલે શું ?તેનું કાર્ય જણાવો.
જવાબ :- પર્ણ ખોરાક બનાવે છે. વનસ્પતિમાં આ ખોરાકનું વહન કરવા માટે ચોક્કસ પ્રકારના કોષો ભેગા મળીને અન્નવાહક પેશીરચે છે. જેનું કાર્ય પર્ણમાંથી ખોરાકને વનસ્પતિના અન્ય ભાગો સુધી પહોંચવાનું છે.
85. વનસ્પતિમાં પાણી__ દ્વારા વહન પામે છે.
A.જલવાહક પેશી √
B. અન્નવાહક પેશી
C.પર્ણરંધ્ર
D. આપેલ તમામ
86.વનસ્પતિમાં ઘટકોનું વહન સમજાવો.
જવાબ:- વનસ્પતિ મૂળ દ્વારા પાણી અને ખનિજ દ્રવ્યોનું શોષણ કરે છે. મૂળ દ્વારા શોષેલા આ દ્રવ્યોને પ્રકાંડ અને પર્ણોમાં સુધી પહોંચાડવાનું હોય છે. આ માટે જલવાહક પેશી સળંગ નળીઓનું એક નેટવર્ક બનાવે છે. જે મૂળથી પ્રકાંડ, ડાળી અને પર્ણોને સાંકળે છે. આમ, પાણી અને ખનીજ ક્ષારોનું વહન જલવાહક પેશી દ્વારા થાય છે પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા તૈયાર થયેલો ખોરાક પણ વનસ્પતિના અન્ય ભાગો સુધી પહોંચાડવાનો હોય છે. અન્નવાહક પેશી દ્વારા પર્ણોમાં તૈયાર થયેલો ખોરાક પ્રકાંડ,ડાળીઅને અન્ય ભાગો સુધી પહોંચે છે. આમ, જલવાહક પેશી અને અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિમાં ઘટકોનું વહન થાય છે.
87. શું વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો કોઈ મહત્વનો ફાળો છે? સમજાવો
જવાબ:- વનસ્પતિમાં થતી બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પર્ણમાં આવેલ પર્ણરંધ્ર દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે બહાર નીકળે છે. પર્ણ દ્વારા પાણીનું બાષ્પીભવન ચુષક પુલ જેવી રચના સર્જે છે. જે પાણીને ખૂબ જ ઊંચાઈ સુધી ઊંચા વૃક્ષોમાં પહોંચાડે છે. આ ઉપરાંત બાષ્પોત્સર્જનની ક્રિયા વનસ્પતિમાં ઠંડક પણ સર્જે છે.
88. બાષ્પોત્સર્જનની ક્રિયામાં પાણીનો બાષ્પ તરીકે નિકલ શાના દ્વારા થાય છે?
જવાબ:- બાષ્પોત્સર્જનની ક્રિયામાં પાણીનો બાદશાહ તરીકે નિકાલ પર્ણરંધ્ર દ્વારા થાય છે
- પર્ણરંધ્ર એટલે શું ? પર્ણરંધ્રના બે કાર્યો લખો.
જવાબ:- વનસ્પતિના પર્ણોની સપાટી પર નાના છિદ્રો આવેલાં હોય છે તેને પર્ણરંધ્ર કહે છે આપર્ણરંધ્રની બંને બાજુ રક્ષક કોષો આવેલા હોય છે. પર્ણરંધ્રના કાર્યો:(1) બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પર્ણરંધ્ર દ્વારા બાષ્પ સ્વરૂપે પાણી બહાર નિકાલ પામે છે. (2) પ્રકાશસંશ્લેષણ અને શ્વસન ક્રિયા દરમિયાન પર્ણરંધ્ર દ્વારા વાત વિનિમય થાય છે.90. બાષ્પોત્સર્જન એક પ્રકારનું બળ રચે છે, જે જમીનમાંથી મૂળ દ્વારા શોષાયેલ પાણીને ખેંચી લે છે અને પ્રકાંડ અને પર્ણ સુધી પહોંચાડે છે.(√ કે ×)
જવાબ:-√91. ચૂષક (શોષણ) પુલ__ દ્વારા રચાય છે, જેથી પાણી ખૂબ જ ઊંચાઈ સુધી ઉપર જઈ શકે છે.
જવાબ:-બાષ્પીભવન92. વનસ્પતિને __રાખીને પાણીનું શોષણ વધારી શકાય છે.
A. છાંયડામાં
B. આછા પ્રકાશમાં
C. પંખા નીચે √
D. પૉલીથીન બેગથી ઢાંકીને93. જોડકાં જોડો :-
વિભાગ- અ | વિભાગ -બ |
(1)પર્ણરંધ્ર | (A) પાણીનું શોષણ |
(2) જલવાહક પેશી | (B) બાષ્પોત્સર્જન |
(3) મૂળરોમ | (C) ખોરાકનું વહન |
(4) અન્નવાહક પેશી | (D) પાણીનું વહન |
(E) કાર્બોદિતનું સંશ્લેષણ |
જવાબ |
(1) – (B) |
(2) – (D) |
(3) – (A) |
(4) – (C) |
- રુધિરનો લાલ રંગ શેના કારણે હોય છે ?
જવાબ:- રુધિરમાં રહેલા રક્તકણો લાલ રંજકકણ હિમોગ્લોબીન ધરાવે છે, જેના કારણે રુધિર નો રંગ લાલ દેખાય છે.
95. નાડી -ધબકાર એટલે શું? શરીરમાં કઈ કઈ જગ્યાએ અનુભવી શકાય છે? કેવી રીતે ?
જવાબ:- ધમનીમાં વહેતું રુધિર ઝડપી અને દબાણ સાથે વહે છે કારણકે હૃદય લયબદ્ધ રીતે ધબકે છે. બંને કર્ણકો પછી બંને ક્ષેપકો સંકોચન અને વિસ્તરણ પામે છે. જેના કારણે ધમનીમાં અનુભવાતા ધબકારાને નાડી- ધબકાર કહે છે. કાંડામાં ,ગળા પાસે ડાબી બાજુ, પગની ઘૂંટીના ભાગમાં નાડી- ધબકાર અનુભવી શકાય છે.
96. તફાવત લખો:- કર્ણકો અને ક્ષેપકો
કર્ણકો | ક્ષેપકો |
(1) તે હૃદયના ઉપલા ખંડો છે. | (1)તે હૃદયના નીચેના ખંડો છે. |
(2) તેની દીવાલ પાતળી હોય છે. | (2) તેની દીવાલ જાડી હોય છે. |
(3) તે શરીરનાં વિવિધ અંગોમાંથી રુધિર મેળવે છે. | (3) તે હૃદયના કર્ણકમાંથી રુધિર મેળવે છે. |
(4) તેમાંથી રુધિર ક્ષેપકોમાં વહન પામે છે. | (4) તેમાંથી રૂધિર શરીરના વિવિધ અંગોમાં વહન પામે છે. |
-
હૃદયના ધબકારા એટલે શું?
જવાબ:- હૃદય એ સ્નાયુઓની બનેલ રચના છે. આ સ્નાયુઓનું નિયમિત લયબદ્ધ સંકોચન અને વિસ્તરણ જોવા મળે છે. સંકોચનને અનુસરતું સ્નાયુઓનુ વિકોચન હૃદયનો એક ધબકારો સૂચવે છે.
98. કારણ આપો: વાદળી જેવા સજીવને રુધિર જેવા પરિવહન પ્રવાહીની જરૂરિયાત નથી.
જવાબ:- પ્રાણીઓમાં પોષકદ્રવ્યો અને ઉત્સર્ગ તથા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ નું વહન રુધિર દ્વારા થાય છે. વાદળી અને જળવ્યાળમાં આ તમામ કાર્યો પાણી દ્વારા જ થાય છે. તેથી તેમને રુધિર જેવા પરિવહન પ્રવાહીની જરૂર નથી.