ઉત્તર : કલાપી
2. ‘ગ્રામમાતા’ કાવ્યમાં ગ્રામમાતા એટલે ………………. .(ગરીબ સ્ત્રી, ગામડાની સ્ત્રી)
ઉત્તર : ગામડાની સ્ત્રી
3. કાવ્યની શરૂઆતમાં કવિએ કરેલ હેમંતઋતુનું વર્ણન કરો.
ઉત્તર : હેમંતઋતુનો રતાશ પડતો કોમળ સૂર્ય પૂર્વ દિશામાં ઊગી રહ્યો છે. આકાશ ભૂરું અને સ્વચ્છ છે. એક પણ વાદળી ત્યાં દેખાતી નથી. ઠંડો પવન ઉત્સાહને જગાવતો વહી રહ્યો છે. એ ઉત્સાહને શરીરમાં ભરીને પંખીઓ ગીત ગાતાં ઊડી રહ્યાં છે.
4. શેરડીનાં ખેતરોમાં કોણ રમી રહ્યું છે ?
ઉત્તર : શેરડીનાં ખેતરોમાં નાનાં નાનાં બાળકો રમી રહ્યાં છે.
5. બાળકોના કોમળ ગાલને …………….. જેવા જાણીને સૂરજ તેના પર પોતાનાં કિરણો ફેરવે છે. (કમળ, ગુલાબ)
ઉત્તર : કમળ
6. ખેતરમાં દંપતી શું કરી રહ્યું છે ?
ઉત્તર : ઠંડા બરફ જેવા પવનની ઠંડીથી બચવા વૃદ્ધ દંપતી સગડી પેટાવીને શરીરને તપાવી રહ્યાં છે.
7. ખેતરમાં એક યુવક હાથી પર સવાર થઈને આવે છે. (ખોટું કે ખરું)
ઉત્તર : ખોટું
8. બાળકો કુતૂહલપૂર્વક કોને જોઈ રહ્યાં હતાં ?
ઉત્તર : ખેતરમાં દૂરથી કોઈ પુરુષ ઘોડા પર બેસીને આવી રહ્યો છે. બાળકો કુતૂહલપૂર્વક તે પુરુષને અને ઘોડાને જોઈ રહ્યાં
9. ‘આવો બાપુ !’ – આ વાક્ય કોણ બોલે છે, કોને કહે છે, તે જણાવો.
ઉત્તર : આ વાક્ય ખેડૂત બોલે છે અને ઘોડા પર બેસીને આવેલા પુરુષને કહે છે.
10. યુવક ઘોડા પરથી ઊતરીને શેરડી માંગે છે. (સાચું કે ખોટું)
ઉત્તર : ખોટું
11. ઘોડેસવારે ખેડૂતને શું કહ્યું ?
ઉત્તર : ધોડેસવારે ખેડૂતને કહ્યું કે, ‘મને તરસ લાગી છે. મને તું થોડું પાણી આપ.’
12. ‘મીઠો છે રસ ભાઈ ! શેલડી તણો.’ – આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે, તે જણાવો.
ઉત્તર : આ વાક્ય ખેડૂતની પત્ની બોલે છે અને ઘોડા પર આવેલા યુવાનને કહે છે.
13. વૃદ્ધાએ ઘોડેસવારની તરસ છિપાવવા શું કર્યું ?
ઉત્તર : વૃદ્ધાએ ઘોડેસવારની તરસ છિપાવવા શેરડીની એક કાતળી છરીથી કાપી અને પ્યાલો શેરડીના રસથી ભરી દીધો અને એ પ્યાલો ઘોડેસવારને આપ્યો.
14. શેરડીનો રસ પીતી વખતે ઘોડા ઉપર સવાર થઈને આવેલા રાજાએ મનમાં શું વિચાર્યું ?
ઉત્તર : શેરડીનો રસ પીતી વખતે રાજાએ વિચાર્યું કે, અહીં ધરતી એવી છે કે અહીંના ખેડૂતો ચોક્કસ ખૂબ ધનવાન છે તો પણ મને તેમની ઉપજમાંથી નજીવો કર મળે છે, તો હવે હું મારો કર વધારીને આ ધનવાન ખેડૂતો પાસેથી વધારે કરવેરા શા માટે વસૂલ ને કરું?
15. બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજને તૃષા !’ – આ વાક્ય કોણ બોલે છે, કોને કહે છે, તે જણાવો.
ઉત્તર : આ વાક્ય યુવાન બોલે છે અને ખેડૂતની પત્નીને કહે છે.
16. બીજો પ્યાલો ભરવા વૃદ્ધાએ શેરડી કાપી ત્યારે શું પરિણામ આવ્યું?
ઉત્તર : બીજો પ્યાલો ભરવા વૃદ્ધાએ શેરડીની કાતળી અનેક વાર કાપી, પણ શેરડીના રસનું એક પણ ટીપું બહાર ન આવ્યું.
17. શેરડીમાંથી એક ટીપું પણ રસ ન નીકળ્યો તેથી વૃદ્ધાએ શું વિચાર્યું ?
ઉત્તર : શેરડીમાંથી એક ટીપું પણ રસ ન નીકળ્યો ત્યારે વૃદ્ધાએ વિચાર્યું કે, “શું પ્રભુ મારા પર કોપાયમાન થયા હશે ?”
18. વૃદ્ધા ફરી રડતાં-રડતાં શું બોલ્યાં ?
ઉત્તર : વૃદ્ધાં ફરી રડતાં-રડતાં બોલ્યાં કે, “કાં રાજા દયા વગરનો બની ગયો છે, કાં તો ધરતી રસકસ વિનાની બની ગઈ છે. નહિતર આવું બને નહીં.”
19. વૃદ્ધાના પગે પડીને ઘોડેસવાર શું બોલ્યો ?
ઉત્તર : વૃદ્ધાના પગે પડીને ઘોડેસવાર બોલ્યો, “એ રાજા હું જ છું, હે બાઈ ! તું મને માફ કર; હે ઈશ્વર ! એ રાજા હું જ છું મને માફ કર. ”
20. આવેલ ઘોડેસવાર રાજા હતો. (સાચુ કે ખોટું)
ઉત્તર : સાચું
21. તમે કોઈના ઘેર જાઓ ત્યારે ત્યાનું રાચરચીલું જોઈને તમને કેવા વિચારો આવે છે ?
ઉત્તર : પોતાના સ્વાનુભવના આધારે ઉત્તર લખો.
23. હેમંતઋતુનું વર્ણન નીચેના શબ્દોને ધ્યાનમાં રાખીને કરો :
સૂર્ય, લાલાશ, ઉગમણે, આકાશ, ચોખું, શીતળ, પવન, પંખીઓ
ઉત્તર : હેમંતઋતુનો રતાશ પડતો કોમળ સૂર્ય પૂર્વ દિશામાં ઊગી રહ્યો છે. આકાશ ભૂરું અને સ્વચ્છ છે. એક પણ વાદળી ત્યાં દેખાતી નથી. ઠંડો પવન ઉત્સાહને જગાવતો વહી રહ્યો છે. એ ઉત્સાહને શરીરમાં ભરીને પંખીઓ ગીત ગાતાં ઊડી રહ્યાં છે.
24. નીચેનો ભાવાર્થ રજૂ કરતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો :
(1) ઘરડી ખેડૂત સ્ત્રી ધીમેથી ઊઠે છે. હાથનાં નેજવાં કરીને કોઈ આવી રહ્યું છે તે તરફ જુએ છે. તેનો પતિ શગડી પાસે બેસીને શાંત દેવતા ફેરવી રહ્યો છે.
ઉત્તર :
ધીમે ઊઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી,
વૃદ્ધ માતા નયન નબળાં ફેરવીને જુએ છે ;
ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને
જોતાં ગાતો શગડી પરનો દેવતા ફેરવે છે.
ઉત્તર :
રસે હવે દે ભરી પાત્ર બાઈ !
પ્રભુકૃપાએ નકી એ ભરાશે;
સુખી રહે બાઈ ! સુખી રહો સૌ;
તમારી તો આશિષ માત્ર માગું.
25. નીચેના શબ્દો કાવ્યમાંથી શોધો અને આ શબ્દોના અર્થ શબ્દકોશમાંથી શોધીને લખો :
સરખી, મૃદુ, શિથિલ, કુતૂહલ
ઉત્તર : સરખી – જેવી, મૃદુ – કોમળ, શિથિલ – ઢીલાં, કુતૂહલ – આશ્ચર્ય
(1) ઉદાહરણ મુજબ શબ્દો બનાવો : (ઉદાહરણ : ૨સ – રસહીન)
(A) દયા – ……………..
ઉત્તર : ધરા રસહીન થઈ ગઈ છે. માનવી દયાહીન થઈ ગયા છે. પુષ્પો રંગહીન થઈ ગયાં છે. માનવી માનવતાહીન થઈ ગયા છે. યુવાનો દર્પહીન થઈ ગયા છે,
(3) તમે બનાવેલાં વાક્યોમાં સંજ્ઞાની નીચે લીટી દોરો અને અહીં લખો :
ઉત્તર : સંજ્ઞા – ધરા, માનવી, પુષ્પો, માનવી, યુવાનો.
(4) આ વાક્યોમાં એક-એક વિશેષણ ઉમેરો.
ઉત્તર : રસભરી ધરતી રસહીન થઈ છે. દયાળુ માનવી દયાહીન થઈ ગયો છે. રંગીન પુષ્પો રંગહીન થઈ ગયાં છે. માયાળુ માનવી માનવતાહીન થઈ ગયા છે. ગર્વિષ્ઠ યુવાનો દર્પહીન થતા જાય છે.
27. વિધાનવાક્યોનાં ચાર ઉદાહરણો લખો :
ઉત્તર :
(૧) મારા રાજ્યના ખેડૂતો ઘણા શ્રીમંત છે.
(૨) વૃદ્ધાએ યુવાનને શેરડીના રસનો પ્યાલો પીવા આપ્યો.
(૩) નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે.
(૪) હું તો ફક્ત તમારા આશીર્વાદ માગું છું.
28. નીચેની કાવ્યપંક્તિ પૂર્ણ કરો :
“રસે હવે ડે ભરી ………………… આશિષ માત્ર માંગુ.”
ઉત્તર :
રસે હવે દે ભરી પાત્ર બાઈ !
પ્રભુકૃપાએ નકી એ ભરાશે;
સુખી રહે બાઈ ! સુખી રહો સૌ,
તમારી તો આશિષ માત્ર માંગુ.
(1) મુદૂ – ……………..
(૩) વાદળિ – ……………..
(4) શીથિલ – ……………..
(5) અનીલ – ……………..
(6) શેલડિ – ……………..
(7) મીષ્ટ – ……………..
(8) આશિશ – ……………..
(૯) ન્રુપ – ……………..
(1) સૂરજ = ……………..
(૨) નભ = ……………..
(૩) હિમ = ……………..
(4) અનિલ = ……………..
(૫) કૃષિવલ = ……………..
(૬) વૃદ્ધ = ……………..
(7) અશ્વ = ……………..
(૮) તૃષા = ……………..
(૯) નર = ……………..
(10) કર = ……………..
(૧૧) સેર = ……………..
(૧૨) ઈશ = ……………..
(13) નૃપ = ……………..
(૧૪) ધરા = ……………..
(૧૫) ધનિક = ……………..
(૧૬) બહોળો = ……………..
(1) મૃદુ ✖ ………..
ઉત્તર : કઠિન
(2) ઊગવું ✖ …………
(૩) ઉત્સાહ ✖ …………..
(4) મધુર ✖ ………..
(5) વૃદ્ધ ✖ ………..
(૬) રસહીન ✖ ………..
(૭) દયાહીન ✖ …………
(૮) ધરા ✖ ………….
(9) સુખી ✖ …………
32. નીચે આપેલા દરેક શબ્દસમૂહ માટે એક-એક શબ્દ લખો :
(1) છ ઋતુઓમાંની માગશર અને પોષ મહિનાની ઋતુ
(3) શેરડીના સાંઠાનો નાનો ટુકડો
(4) રસ વગરનું
(5) દયા વગરનું
33. નીચેનાં વાક્યોમાંથી વિશેષણ શોધીને લખો :
(1) ઠંડો હિમભર્યો વહે અનિલ
(2) ધીમે ઊઠી શિથિલ કરને નેત્રની પાસે રાખી
(3) મીઠો છે રસ ભાઈ ! શેલડી તણો.
(4) વૃદ્ધ માતા અને તાત તાપે છે.
(5) તેનો એ પતિ શાંત બેસી રહ્યો.
34. નીચેના શબ્દો પરથી ભાવવાચક સંજ્ઞાઓ બનાવો :
(1) નબળું – ……………..
(2) મધુર – ……………..
(3) યુવાન – ……………..
35. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
શેલડી, ઈશ, રસ, ધનિક, નૃપ : ઈશ, ધનિક, નૃપ, રસ, શેલડી
ઉત્તર : કોમળ, શિથિલ, કર, ભાઈ : કર, કોમળ, ભાઈ, શિથિલ
36. સંજ્ઞાનો પ્રકાર જણાવો :
(૧) માતા – ……………..
(૨) ઉત્સાહ – ……………..
(૩) રાજા – ……………..
(૪) જોડું – ……………..
(૫) ધૂળ – ……………..
(૬) જળ – ……………..