ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ : 7 ગુપ્તયુગ અને અન્ય શાસકો
- ગુપ્ત વંશ ની સ્થાપના ક્યારે થઈ હતી?
ઉત્તર- ઈસુની ત્રીજી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્તવંશની સ્થાપના થઇ.
2…………. યુગને ભારતનો ‘ સુવર્ણયુગ‘ કહેવામાં આવે છે.
ઉત્તર – ગુપ્ત
૩. સુવર્ણયુગ એટલે શું?
ઉત્તર – સુવર્ણ યુગ એટલે દેશની સમગ્ર પ્રજાની સર્વોત્કૃષ્ટ પ્રગતિ આબાદી સૂચવતો સમયગાળો.
- ગુપ્ત વંશ નો સ્થાપક કોણ હતો? ઉત્તર : ચંદ્રગુપ્ત પહેલો
- શ્રીગુપ્ત B. ચંદ્રગુપ્ત પહેલો C.સમુદ્રગુપ્ત D. ચંદ્રગુપ્ત
- શ્રીગુપ્ત ના પુત્ર નું નામ ઘટોત્કચ હતું. ઉત્તર : ✓
- મને ઓળખો. હું ઘટોત્કચ ગુપ્ત ના અનુયાયી તરીકે ઈ.સ319 માં પાટલીપુત્ર ની ગાદીએ બેઠો.
ઉત્તર – ચંદ્રગુપ્ત પ્રથમ
- ચંદ્રગુપ્ત પ્રથમ ના લગ્ન કોની સાથે થયા હતા?
ઉત્તર – ચંદ્રગુપ્ત પ્રથમ ના લગ્ન શક્તિશાળી લિચ્છવી જાતિની કન્યા કુમારદેવી સાથે થયા હતા.
- ચંદ્રગુપ્ત પ્રથમે…………અને___જીતી લઈ મગધ નો વિસ્તાર કર્યો હતો.
ઉત્તર – પ્રયાગરાજ અને સાકેત
- ગુપ્ત સવંત ની શરૂઆત કોણે કરાવી હતી?
ઉત્તર – ચંદ્રગુપ્ત પ્રથમ
- સૌરાષ્ટ્રના વલભી રાજ્યના શાસકોએ પણ ગુપ્ત સંવત નો સ્વીકાર કર્યો હતો. ઉત્તર – ✓
- ગુપ્ત સવંત ના આરંભના કારણે હિંદને શો ફાયદો થયો?
ઉત્તર – ગુપ્ત સવંત ના આરંભના કારણે હિંદના ઇતિહાસમાં કાળગણના અને કાર્યક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની.
- ચંદ્રગુપ્ત પ્રથમ પછી તેનો પુત્ર……………….ગાદીએ આવ્યો.
ઉત્તર – સમુદ્રગુપ્ત
- મને ઓળખો. હું ગુપ્ત રાજા છું.મારા વિશેની માહિતી પ્રયાગરાજ ના સ્તંભ લેખ પરથી મળે છે.
ઉત્તર – સમુદ્રગુપ્ત
- અલાહાબાદના સ્તંભલેખ ની પ્રશસ્તિ રાજકવિ હરીષેણે રચેલી છે. ઉત્તર – ✓
- રાજકવિ હરિષેણે પ્રયાગ – પ્રશસ્તિ માં શાનુંવર્ણન કર્યું છે?
ઉત્તર- રાજકવિ હરિષેણે પ્રયાગ – પ્રશસ્તિમા સમ્રાટ સમુદ્રગુપ્ત નાં દિગ્વિજયો અને સાંસ્કૃતિકસિદ્ધિઓનું વર્ણન છે.
- સમ્રાટ સમુદ્રગુપ્ત મહાન વિજેતા હતો,કારણ કે……
ઉત્તર – સમ્રાટ સમુદ્રગુપ્તે ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતના મોટાભાગના રાજયો થી માંડી અફઘાનિસ્તાનના કુશણ સુધીના રાજ્યો જીત્યા હતા. દક્ષિણમાં લગભગ ૧૨ જેટલા રાજાઓને હરાવ્યા હતા .તેણે તે રાજ્યોને ખાલસા કરવાને બદલે તેમને ખંડિયા રાજા તરીકે ડહાપણપૂર્વક પુનઃ સ્થાપિત કર્યા. આમ, સમ્રાટ સમુદ્રગુપ્ત મહાન વિજેતા હતો.
- સમૃદ્ધગુપ્ત ના સમયમાં રાજ્યનો વહીવટ ચલાવવા…………અને……………..ની નિમણૂક કરવામાં આવતી હતી.
ઉત્તર : સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો – વિક્રમાદિત્ય
- ગુપ્તવંશના કયા રાજાએ કવિરાજ નું બિરુદ મેળવ્યું હતું?
ઉત્તર – સમૃદ્ધગુપ્ત
- સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે?
ઉત્તર- સમૃદ્ધગુપ્ત
- કયા રાજાએ પોતાના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો,બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રય બંધાવ્યા હતા?
ઉત્તર – ગુપ્તસમ્રાટ સમૃદ્ધગુપ્તે પોતાના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રય બંધાવ્યા હતા.
- મને ઓળખો: હું ગુપ્ત સમ્રાટ છું. મેં અશ્વમેધ યજ્ઞ કરવ્યો હતો.
ઉત્તર – સમુદ્રગુપ્ત
- સમુદ્રગુપ્તે કયા ધર્મને ઉત્તેજન આપ્યું હતું?
ઉત્તર – હિંદુ
- ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો સર્જક સમ્રાટ એટલે સમૃદ્ધ ગુપ્ત. ઉત્તર – ✓
- સમુદ્રગુપ્ત નો અવસાન ઈ. સ……………માં થયું હતું.
ઉત્તર – 375
- સમુદ્રગુપ્તના સ્થાને કોણ ગાદી પર અવ્યો?
ઉત્તર – ચંદ્રગુપ્ત બીજો
- મને ઓળખો: હું ગુપ્ત વંશનો સૌથી પ્રભાશાળી શાસક છું.
ઉત્તર – ચંદ્રગુપ્ત બીજો
- ચંદ્રગુપ્ત બીજાના રાજ્યની સરહદો………….રાજ્યને અડકીને આવેલી હતી.
ઉત્તર – શક
- ચંદ્રગુપ્ત બીજાએ ગુજરાતના કયા વંશના રાજ્યને હરાવ્યું હતું?
ઉત્તર – ચંદ્રગુપ્ત બીજાએ ગુજરાતના શક – ક્ષત્રપ વંશ ના રાજ્ય ને હરાવ્યું હતું.
- ચંદ્રગુપ્ત બીજાએ‘ શકારી‘ બિરુદ કેવી રીતે ધારણ કર્યું હતું?
ઉત્તર- ચંદ્રગુપ્ત બીજાના સામ્રાજ્ય ની સરહદો શક રાજ્યને અટકીને આવી હતી. તેણે ગુજરાત પર હુમલો કરી શક – ક્ષત્રપ વંશના રાજ્ય નો અંત આણ્યો.આ વિજયની યાદમાં તેને ‘શકારી’ બિરુદ ધારણ કર્યું અને તે વિક્રમાદિત્ય કહેવાયો.
- ચંદ્રગુપ્ત બીજાના સમયમાં શક- ક્ષત્રપો કેટલા વર્ષથી પગદંડો જમાવીને બેઠા હતા?
ઉત્તર – 300
- ભૃગુકચ્છ હાલ કયા નામે ઓળખાય છે?
ઉત્તર – ભરૂચ
- ખંભાત ગુપ્ત શાસન દરમિયાન કયા નામે ઓળખાતું?
ઉત્તર – ખંભાત ગુપ્ત શાસન દરમિયાન સ્તંભતીર્થ ના નામે ઓળખાતું.
- વિક્રમાદિત્યે ગુજરાતના કયા પ્રદેશો જીતી લીધા હતા?
ઉત્તર – વિક્રમાદિત્યે ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો, ભૃગુકચ્છ (ભરૂચ) અને સ્તંભતીર્થ (ખંભાત)ના ધીકતા બંદરો જીતી લીધા હતા.
- ગુપ્ત રાજાઓ અખૂટ સંપત્તિ ના માલિક બન્યા,કારણકે…
ઉત્તર – ચંદ્રગુપ્ત બીજાએ વારસામાં મળેલ ગુપ્ત સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો. શક – ક્ષત્રપો ને હાંકી કાઢવા શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધ્યા ઉપરાંત ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો ભૃગુકચ્છ અને સ્તંભતીર્થના ધીકતા બંદરો જીતી લીધા, પરિણામે રાજ્યનો દરિયાઇ વેપાર ખૂબ વધ્યો અને ગુપ્ત રાજાઓ અખૂટ સંપત્તિના માલિક બન્યા.
- મને ઓળખો: હું ચીની યાત્રાળુ છું. મેં ચંદ્રગુપ્ત દ્વિતીય ના સમયના વહીવટ અને સમૃદ્ધિ વિશે ઉલ્લેખ કરેલ છે.
ઉત્તર – ફાહિયાન
- ચંદ્રગુપ્ત બીજો અન્ય ધર્મો પ્રત્યે આદરભાવ ધરાવતો હતો તે શા પરથી કહી શકાય?
ઉત્તર – ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવધર્મી હતો તમારામાં પરંતુ તેના સેનાપતિ આમ્રકારદેવ બૌદ્ધધર્મી અને રાજ્યમંત્રી વરસેન શૈવધર્મી હતા. તેમના સમયમાં રાજધાની પાટલીપુત્ર માં પણ અનેક બૌદ્ધ મઠો આવેલા હતા. આ પરથી કહી શકાય કે ચંદ્રગુપ્ત બીજો અન્ય ધર્મ પ્રત્યે આદરભાવ ધરાવતો હતો.
- કયા સમ્રાટ ના સમયમાં ગુપ્તયુગ‘ સુવર્ણયુગ‘ તરીકે ઓળખાયો?
ઉત્તર – સમ્રાટ ચંદ્રગુપ્ત બીજા નાં સમયમાં ગુપ્તયુગ ‘ સુવર્ણયુગ’ તરીકે ઓળખાયો.
38.મને ઓળખો: હું વિક્રમાદિત્ય નો રાજકવિ હતો.
ઉત્તર – કાલિદાસ
- ધન્વંતરિ સંસ્કૃત ભાષાના મહાન લેખક અને કવિ હતા. ઉત્તર – ×
- વિક્રમાદિત્ય ના રાજવૈદ્ય કોણ હતા?
ઉત્તર – ધન્વંતરિ
41.મને ઓળખો : મેં વિક્રમાદિત્યના સમયમાં અમરકોષ ની રચના કરી હતી.
ઉત્તર – અમરસિંહ
- વિક્રમાદિત્ય નો રાજ દરબાર કયા રત્નોથી શોધતો હતો?
ઉત્તર – વિક્રમાદિત્ય નું રાજ દરબાર સંસ્કૃત ભાષાના મહાન કવિ અને નાટ્યલેખક કાલિદાસ, રાજવૈદ્ય ધન્વંતરી ,વૈજ્ઞાનિક વરાહમિહિર, વૈતાલભટ્ટ અને અમરસિંહ જેવા રત્નોથી શોધતો હતો.
- અજંતાનાં ઘણા કલામંડપો કયા ગુપ્ત શાસકના સમયમાં તૈયાર થયા હતા?
ઉત્તર – અજંતાના ઘણા કલામંડપો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાનાં સમયમાં તૈયાર થયા હતા.
- સમ્રાટ વિક્રમાદિત્યનાં સમયમાં દિલ્લી પાસેનો…………લોહસ્તંભ સ્થપાયો.
ઉત્તર – મેહરોલી
- દિલ્લી પાસેના મેહરોલી……….ને સદીઓ થયા છતાં હજુ સુધી કાટ લાગ્યો નથી.
ઉત્તર – લોહસ્તંભ
- ટૂંકનોંધ લખો: સુવર્ણયુગ તરીકે ગુપ્તયુગ
ઉત્તર – સુવર્ણયુગ એટલે દેશની સમગ્ર પ્રજાની સર્વોત્કૃષ્ટ પ્રગતિ -આબાદી. ગુપ્ત સમ્રાટોએ લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી હતી. આ યુગમાં લોકો એકંદરે સુખી અને સમૃદ્ધ હતા .ગુપ્તયુગમાં એકંદર રાજકીય એકતા, શાંતિ અને સલામતી સ્થપાઈ હતી. વેપાર અને ઉદ્યોગોનો વિકાસ થયો હતો. આ યુગમાં મહાકવિ કાલિદાસ, વૈદ્ય ધન્વંતરિ,વૈજ્ઞાનિક વરાહમિહિર વૈતાલ ભટ્ટ અને અમરસિંહ જેવા વિદ્વાનો થઈ ગયા. આ સમયમાં શિલ્પ,સ્થાપત્ય અને ચિત્રકલાનો વિકાસ થયો હતો. આ સમયમાં અનેક મંદિરોની સ્થાપના થઈ હતી. મેહરોલી લોહસ્તંભ પણ આ જ સમયમાં સ્થપાયો હતો. આમ, ગુપ્તયુગમાં પ્રજાની આર્થિક સ્થિતિ સાંસ્કૃતિક સ્થિતિ સારી હતી .તે સમયે કલા, સ્થાપત્ય અને વિજ્ઞાન ક્ષેત્રે પણ ખૂબ પ્રગતિ થઈ હતી.આથી કહી શકાય કે ગુપ્તયુગ ભારતીય સંસ્કૃતિનો સુવર્ણ યુગ હતો.
- ચંદ્રગુપ્ત બીજાએ પાટલીપુત્ર ઉપરાંત……………ને બીજી રાજધાની બનાવી .
ઉત્તર – ઉજ્જૈન
- વિક્રમાદિત્ય નો અવસાન કઈ સાલમાં થયું હતું? ઉત્તર – C
A.319 B.375 C.414 D.434
- વિક્રમાદિત્ય પછી તેનો પુત્ર…………….ગાદીએ આવ્યો. ઉત્તર – કુમારગુપ્ત પહેલો
- ચંદ્રગુપ્ત પહેલો B. ચંદ્રગુપ્ત બીજો C. ઘટોત્કચ D. કુમારગુપ્ત પહેલો
- કુમારગુપ્ત પહેલાના શાસન દરમિયાન તેના પુત્ર સ્કંદગુપ્તના પરાક્રમ વિશે જણાવો.
જવાબ – કુમારગુપ્ત પહેલાના શાસન દરમિયાન પુષ્યમિત્ર જાતિના લોકોએ બળવો કર્યો હતો, જેને સ્કંદગુપ્તે તરત જ શમાવી દીધો હતો તથા ઉત્તર સરહદે હુણોઅે હુમલો કરતાં સ્કંદગુપ્તે તેમને પાછા કાઢ્યા હતા.
- કુમારગુપ્ત પહેલો……………નો ભક્ત હતો. ઉત્તર – કાર્તિકેય
- કુમારગુપ્ત બૌદ્ધો અને જૈનોને દાન આપ્યા હતા. ઉત્તર – √
- કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઇ હતી? ઉત્તર – નાલંદા
- વલભી B. નાલંદા C. વિક્રમશીલા D. કાશી
- કુમારગુપ્તને કયા બે સ્થાપત્યો માટે યાદ કરવામાં આવે છે?
ઉત્તર – કુમારગુપ્તને નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ અને અજંતાની કેટલી ગુફાઓના નિર્માણ માટે યાદ કરવામાં આવે છે.
- કુમારગુપ્ત પહેલા પછી કોણ ગાદીએ બેઠું? ઉત્તર – સ્કંદગુપ્ત
- અમરસિંહ B. સ્કંદગુપ્ત C. ચંદ્રગુપ્ત D. સમુદ્રગુપ્ત
- ગુપ્તયુગનો છેલ્લો મહાન રાજા કોણ હતો?
ઉત્તર – ગુપ્તયુગ નો છેલ્લો મહાન રાજા કુમાર ગુપ્ત પહેલાનો પુત્ર સ્કંદગુપ્ત હતો.
- …………….ના અભીલેખમાં જણાવ્યા પ્રમાણે સ્કંદગુપ્ત એ શાસનકાળના શરૂઆતના વર્ષોમાં ગુણોને હરાવ્યા હતા.
ઉત્તર – ગિરનાર
- કયા શાસકનાં સમયમાં ગુપ્ત સામ્રાજ્યની આર્થિક સંપત્તિમાં ઓટ આવી? ઉત્તર – સ્કંદગુપ્ત
- ચંદ્રગુપ્ત B. કુમારગુપ્ત C. સ્કંદગુપ્ત D. સમુદ્રગુપ્ત
- હૂણો સાથેની લડાઈમાં સમુદ્રગુપ્તનું પુષ્કળ દ્રવ્ય વપરાઈ ગયું. ઉત્તર – √
- ગુપ્ત શાસનનો અંત આવ્યો, કારણકે…
ઉત્તર – કુમારગુપ્ત પહેલા પછી તેનો પુત્ર સ્કંદગુપ્ત ગાદીએ આવ્યો. ત્યાર પછીના શરૂઆતના વર્ષોમાં તેને હૂણો સાથે લડાઈ કરવી પડી હતી, જેમાં પુષ્કળ દ્રવ્ય વપરાઈ ગયું હતું. જેથી ગુપ્ત સામ્રાજ્યની આર્થિક સંપત્તિમાં ઓટ આવી . સ્કંદગુપ્ત પછીના શાસકો નિર્બળ સાબિત થયા. તેઓ ઝનૂની અને શક્તિશાળી હૂણોના આક્રમણને રોકી શક્યા નહિ, તેથી ઇ.સ. 550માં ગુપ્ત શાસનનો અંત આવ્યો.
- ગુપ્ત સામ્રાજ્ય નો અંત ક્યારે થયો હતો. ઉત્તર – B
- ઈ.સ.440 B. ઈ.સ. 550 C. ઈ.સ. 660 D. ઈ.સ. 770
- ગુપ્તયુગનાં શાસનતંત્ર વિશે શામાંથી માહિતી મળે છે?
ઉત્તર – ગુપ્ત યુગનાં શાસનતંત્ર વિશે અભિલેખો ,સ્મૃતિઓ અને પુરાણોમાંથી માહિતી મળે છે.
- ગુપ્તયુગનું શાસનતંત્ર કેટલા અને કયા કયા વિભાગોમાં વહેંચાયેલું હતું?
ઉત્તર – ગુપ્તયુગનું શાસનતંત્ર ત્રણ વિભાગોમાં વહેંચાયેલું હતું: કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક.
- ગુપ્ત શાસનતંત્રમાં સમ્રાટ વહીવટીતંત્રના કેન્દ્રસ્થાને હતા. ઉત્તર – √
- ગુપ્ત રાજાઓ કેવા બિરુદો ધરાવતા હતા?
ઉત્તર – ગુપ્ત રાજાઓ મહારાજાધિરાજ, પરમ ભાગવત જેવા બિરુદો ધરાવતા હતા.
- ગુપ્ત સામ્રાજ્યનાં પ્રાંતીય વહીવટી તંત્ર વિશે જણાવો.
ઉત્તર – ગુપ્ત સામ્રાજ્યના શાસનતંત્રનો બીજો વિભાગ એટલે પ્રાંતીય વહીવટીતંત્ર. તેમાં પ્રાંતના વડા તરીકે મોટે ભાગે રાજકુમારની નિમણૂક કરવામાં આવતી. કુમારમાત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા. પ્રાંત ને ભુકિત કહેવામાં આવતું ,જેના વડા પ્રાદેશિક હતા. પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતું તેને વિષય કહેવામાં આવતો.
- ગુપ્ત સામ્રાજ્યમાં ગ્રામ કક્ષા એ શું બનાવાતુ? ઉત્તર – B
A.સભા B.સમિતિ C.મંડળ D.શાખા
- ગુપ્ત સામ્રાજ્ય માં કક્ષાની સમિતિમાં કોનો કોનો સમાવેશ કરવામાં આવતો?
ઉત્તર – ગુપ્ત સામ્રાજ્ય માં કક્ષાની સમિતિમાંવડીલો ,ગામના મુખી અને અગત્યના વયસ્ક નાગરિકોનો સમાવેશ કરવામાં આવતો.
- ગ્રુપ યુગમાં માત્ર આંતરિક વેપાર જ ખૂબ વિકસ્યો હતો. ઉત્તર – ×
- ગુપ્તયુગમાં શાનો ખૂબ જ વિકાસ થયો હતો? ઉત્તર – D
- ઉદ્યોગો,માછીમારી, વહાણવટી B. ખેતી ,ઉદ્યોગો ,પશુપાલન
- તળાવો,નદીઓ ,નહેરો D. ખેતી ,આંતરિક વેપાર,આંતરરાષ્ટ્રીય વેપાર
- ગુપ્તયુગમાં કયા પ્રકારની ખેત- પદ્ધતિઓ જોવા મળી છે.
ઉત્તર – ગુપ્તયુગમાં વાર્ષિક વાર્ષિક અને પંચ વાર્ષિક ખેત પદ્ધતિઓ જોવા મળી છે.
- ગુપ્તયુગમાં ઉત્તર ભારતમાં શાની ખેતી થતી? ઉત્તર – A
- ઘઉં,ચોખા B. શેરડી ,કપાસ C. દ્રાક્ષ, કેસર D. સફરજન ,કેળા
- ગુપ્તયુગમાં ગાંધારમાં……………….ની ખેતી થતી.
ઉત્તર – શેરડી
- ગુપ્તયુગમાં કશ્મીરમાં શાની-શાની ખેતી થતી?
ઉત્તર – ગુપ્તયુગમાં કશ્મીરમાં દ્રાક્ષ અને કેસર ની ખેતી થતી.
- ગુપ્તયુમાં નારિયેળ ની ખેતી…………માં થતી હતી. ઉત્તર – D
- અલાહાબાદ B. મગધ C. બંગાળ D. કામરૂપ
- ગુપ્તયુગ દરમ્યાન બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં શું થતું હતું? ઉત્તર – D
- શણ અને નારિયેળ B. દ્રાક્ષ અને સફરજન
- કપાસ અને શેરડી D. ચોખા અને રેશમ
- ગુપ્તયુગ દરમિયાન કપાસનો પાક ક્યાં લેવાતો?
ઉત્તર – દરમિયાન કપાસનો પાક ગુજરાત અને સિંધમાં લેવાતો.
- 78. ગુપ્ત શાસનકાળ દરમિયાન દક્ષિણ ભારતમાં શાનો વેપાર વિકસ્યો હતો?
ઉત્તર – ગુપ્ત શાસન કાળ દરમિયાન દક્ષિણ ભારતમાં મરી- મસાલા, રેશમ અને કપાસનો વેપાર વિકસ્યો હતો.
- ગુપ્તયુગમાં રાજા કર તરીકે ઉત્પાદનનો કેટલો ભાગ લેતા હતા? ઉત્તર – B
- ચોથો B. છઠ્ઠો C. આઠમો D. દસમો
- ગુપ્તરાજાઓ બ્રાહ્મણો અને મંદીરોને ભૂમિ દાનમાં આપતા. ઉત્તર – √
- ગુપ્તયુગની આર્થિક વિશેષતા કઈ છે? ઉત્તર – D
- ખેતી B. ઉદ્યોગ C. આંતરિક વેપાર D. આંતરરાષ્ટ્રીય વેપાર
- ગુપ્તયુગમાં ભારતની માત્ર જળમાર્ગે જ યુરોપમાં માલની નિકાસ થતી. ઉત્તર – ×
- ગુપ્તયુગ દરમિયાન ભારતથી સ્થળ માર્ગે…………….થઈને યુરોપ સુધી માલ-સામાનની નિકાસ થતી. ઉત્તર – C
- ઉત્તર એશિયા B. દક્ષિણ એશિયા C. મધ્ય એશિયા D. પૂર્વ એશિયા
- ગુપ્તયુગ દરમિયાન ભારતથી યુરોપ કઈ વસ્તુઓની નિકાસ થતી.?
ઉત્તર – ગુપ્તયુગ દરમિયાન ભારતથી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા અને નિકાસ થતી.
- ગુપ્તયુગનાં આંતરરાષ્ટ્રીય બંદરોના નામ જણાવો.
ઉત્તર – ગુપ્તયુગના આંતરરાષ્ટ્રીય બંદરો- ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તી.
- ભારતના આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ- પશ્ચિમ ભાગમાં શાની શાની નિકાસ થતી?
ઉત્તર – ભારતના આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ- પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડા વગેરેની નિકાસ થતી.
- ગુપ્તયુગ દરમિયાન ભારતમાં સોનાની અને ચાંદીની આયાત થતી. ઉત્તર – √
- ગુપ્તયુગની આર્થિક સ્થિતિ વિશે ટૂંકમાં જણાવો .
ઉત્તર – ગુપ્તયુગ આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણયુગ હતો. તે સમયની વિશિષ્ટ ખેત પદ્ધતિઓમાં વાર્ષિક,ત્રિ- વાર્ષિક અને પંચ વાર્ષિક ખેત પદ્ધતિઓ જોવા મળે છે. તે સમયે ઘઉં-ચોખા, શેરડી ,દ્રાક્ષ, કેસર ,કઠોળ, નાળિયેર, કપાસ વગેરેની ખેતી થતી. બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું દક્ષિણ ભારતમાં મરી-મસાલા રેશમ અને કપાસનો વેપાર વિકસ્યો હતો.
આંતરરાષ્ટ્રીય વેપાર એ ગુપ્તયુગની વિશેષતા હતી . ભારતથી સ્થળમાર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી. વળી ખંભાત, ભરૂચ સોપારા, અને તામ્રલિપ્તીજેવા બંદરોથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમના દેશોમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ ,મસાલા ,તેજાના અને ઇમારતી લાકડાંની નિકાસ થતી. જ્યારે સોનુ-ચાંદી, કીમતી વાસણો અને સુખસગવડના સાધનો ની આયાત થતી.
- ગુપ્તયુગમાં…………….ધર્મ અને સંસ્કૃતિ પૂર્ણ કળાએ ખીલેલા જોવા મળે છે.
ઉત્તર – હિન્દુ
- ગુપ્ત સમ્રાટો…………….ધર્મને રાજ્ય ધર્મ નો દરજ્જો આપતા.
ઉત્તર – વૈષ્ણવ
- મને ઓળખો: શ્રીરામ અને શ્રીકૃષ્ણ મારા અવતારો મનાય છે.
ઉત્તર – વિષ્ણુ
- ગુપ્તયુગમાં કયા દેવી બહુ પ્રખ્યાત થયા હતા?
ઉત્તર – ગુપ્તયુગમાં લક્ષ્મીદેવી બહુ પ્રખ્યાત થયા હતા.
- ગુપ્તયુગમાં શ્રીરામ અને શ્રીકૃષ્ણ મહદંશે પૂજાતા,કારણ કે ……
ઉત્તર – ગુપ્તયુગમાં હિંદુ ધર્મ પૂર્ણકળાએ ખીલ્યો હતા.તથા ગુપ્ત સમ્રાટોએ વૈષ્ણવ ધર્મને રાજ્યધર્મનો દરજ્જો આપ્યો હતો. વૈષ્ણવ ધર્મ પાળનારા લોકો વિષ્ણુની પૂજા કરે છે. શ્રીરામ અને શ્રીકૃષ્ણ વિષ્ણુના અવતાર મનાય છે. આથી જ ગુપ્તયુગમાં શ્રીરામ અને શ્રીકૃષ્ણ મહદંશે પૂજાતા.
- ગુપ્તયુગ દરમિયાન કયા પ્રાચીન ગ્રંથોનું પુનઃ સંકલન થયું હતું?
ઉત્તર – ગુપ્તયુગ દરમિયાન રામાયણ, મહાભારત અને પુરાણોનું પુનઃવસન થયું હતું.
- ગુપ્ત શાસન કાળમાં ———- ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રંથ બન્યો.
ઉત્તર – ભગવદગીતા
96.વૈષ્ણવ ધર્મની જેમ શૈવા ધર્મ પણ ગુપ્તકાળમાં વિકસ્યો. ઉત્તર – √
- ગુપ્તકાળમાં દક્ષિણ ભારત શૈવ સંતો શું કહેવાતા? ઉત્તર – C
- આલ્વાર B. બહુનાર C. નાયનાર D.સેવનાર
- ગુપ્તકાળમાં વૈષ્ણવ સંતો શું કહેવાતા?
ઉત્તર – ગુપ્તકાળમાં વૈષ્ણવ સંતો આલ્વાર કહેવાતા.
- ગુપ્તયુગ માં કોની -કોની પૂજા પ્રચલિત થઈ હતી?
ઉત્તર – ગુપ્તયુગમાં મહિસાસુર મર્દિની(દુર્ગા) સૂર્ય અને કાર્તિકેયની પૂજા પ્રચલિત થઇ હતી.
- ગુપ્ત વંશનો કયો રાજા બૌદ્ધ ધર્મનો સંરક્ષક હતો? ઉત્તર – C
- ચંદ્રગુપ્ત પહેલો B. શ્રીગુપ્ત C.સમુદ્ર ગુપ્ત D. સ્કંદગુપ્ત
- બૌદ્ધ ધર્મના કયા બે પાંચ ગુપ્ત યુગ દરમ્યાન વિકસ્યા હતા?
ઉત્તર – ગુપ્તયુગ દરમ્યાન બૌદ્ધ ધર્મના મહાયાન અને હીનયાન પંથ વિકસ્યા હતા.
- ગુપ્તયુગમાં અનેક નવી ભાષાઓ ઉત્પન્ન થઈ હતી. ઉત્તર – √
- ગુપ્ત યુગ ના મહત્વના સાહિત્યકારોના નામ જણાવો.
ઉત્તર – કાલિદાસ, સ્કંધસ્વામી, હરી સ્વામી, રાણી વિજયા તથા આર્યસૂર વગેરે ગુપ્તયુગના મહત્વના સાહિત્યકાર હતા.
- મને ઓળખો: હું ગુપ્તયુગનો સર્વશ્રેષ્ઠ સાહિત્યકાર હતો.
ઉત્તર – કાલિદાસ
- કાલિદાસ ને ભારતના……………કહેવામાં આવે છે.
ઉત્તર – શેક્સપિયર
- કાલિદાસ રચિત મહાકાવ્યોના નામ જણાવો.
ઉત્તર – કાલિદાસ રચિત મહાકાવ્યો આ પ્રમાણે છે: અભિજ્ઞાન શાકુંતલમ્ રઘુવંશમ્ અને મેઘદૂતમ્..
- ગુપ્તયુગ દરમ્યાન એક પણ મંદિર સ્થાપત્ય બન્યું નહોતું. ઉત્તર – ×
- ભારતના સૌપ્રથમ ઈંટેરી મંદિરોનાં નામ જણાવો.
ઉત્તર – ગુજરાતમાં ગોપ, નયના કોઠારનું પાર્વતી મંદિર અને ઝાંસીનું મંદિર આ ભારતના સૌપ્રથમ ઈંટેરી મંદિરો છે.
- ગુપ્તયુગ દરમિયાન કોની કોની મૂર્તિઓ મોટા પ્રમાણમાં બની હતી?
ઉત્તર – ગુપ્તયુગ દરમિયાન દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ અને શિવની મૂર્તિ ઓ મોટા પ્રમાણમાં બની હતી.
- ગુપ્તયુગ માં બે મહાન વૈજ્ઞાનિકોના નામ જણાવો.
ઉત્તર – ગુપ્તયુગના બે મહાન વૈજ્ઞાનિકો આર્યભટ્ટ અને વરાહમિહિર હતા .
- આર્યભટ્ટની મુખ્ય બે ગાણિતિક શોધો જણાવો.
ઉત્તર – આર્યભટ્ટેશૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી.
- વરાહમિહિરે…………..નામનો ખગોળશાસ્ત્ર નો ગ્રંથ લખ્યો હતો.
ઉત્તર – બૃહદસંહિતા
- વાગ્ભટ્ટે આર્યુવેદ ક્ષેત્રે કયો ગ્રંથ લખ્યો હતો? ઉત્તર – A
A.અષ્ટાંગહૃદયસંહિતા B.બૃહદ સંહિતા C.ચરકસંહિતા D.ભૃગુસંહિતા
- ગુપ્તકાળ દરમ્યાન મનુષ્યો તેમજ પ્રાણીઓ માટે વૈદકશાસ્ત્ર વિકસ્યું હતું. ઉત્તર – √
- ગુપ્તયુગ દરમિયાન કયા બે પ્રાણીઓની દવાઓ શોધાઇ હતી?
A.ગાય- કૂતરા B. હાથી- ઘોડા C.બકરી- ભેંસ D.બિલાડી- કુતરા
- ગુપ્તયુગના રસાયણશાસ્ત્રનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે દિલ્હી પાસેનો…………. .
ઉત્તર – મેહરોલી લોહસ્તંભ
- ગુપ્તયુગની કઈ રચનાને હજુ સુધી કાટ લાગ્યો નથી?
ઉત્તર – ગુપ્તયુગમાં બનેલા દિલ્લી પાસેના મેહરોલીનાં લોહસ્થંભ ને હજુ કાટ લાગ્યો નથી.
- ટૂંકનોંધ લખો: ગુપ્તયુગમાં વિજ્ઞાનની સ્થિતિ
ઉત્તર – ગુપ્તયુગ દરમિયાન વિજ્ઞાન ક્ષેત્રે ઘણી પ્રગતિ થઈ હતી.આ સમયમાં આર્યભટ્ટ અને વરાહમિહિર જેવા મહાન વૈજ્ઞાનિકો થઈ ગયા. આર્યભટ્ટે શૂન્યની અને દશાંશ પદ્ધતિની શોધ કરી. વરાહમિહિરે બૃહદ્સહિંતા નામનો ખગોળશાસ્ત્રનો મહત્વપૂર્ણ ગ્રંથ લખ્યો. વાગ્ભટ્ટે આર્યુવેદ અંગેનો ‘અષ્ટાંગહૃદય સહિતા’ નામનો મહાન ગ્રંથ લખ્યો. વળી આ સમયે મનુષ્યો અને પ્રાણીઓ માટે વૈદકશાસ્ત્ર વિકસ્યું હતું. હાથી ઘોડાની દવાઓ શોધાઇ હતી. રસાયણશાસ્ત્રના વિકાસનું શ્રેષ્ઠ ઉદાહરણ દિલ્હી પાસેના મેહરોલીનો લોહસ્તંભ છે. જેને હજુ સુધી કાટ લાગ્યો નથી.
- મને ઓળખો: ગુપ્તયુગ પછી હું પ્રાચીન ભારતનો મહત્વપૂર્ણ રાજા ગણાવું છું.
ઉત્તર – હર્ષવર્ધન
- હર્ષવર્ધન થાણેશ્વરનાં કયા વંશના રાજા હતા? ઉત્તર – B
A.પૂષ્યગુપ્ત B.પૂષ્યભૂતી C.પૂષ્યચંદ્ર D.પૂષ્યવર્ધન
121.સમ્રાટ હર્ષવર્ધનના પિતા નું નામ શું હતું ?
ઉત્તર – સમ્રાટ હર્ષવર્ધનનાં પિતાનું નામ પ્રભાકરવર્ધન હતું.
- પ્રભાકર વર્ધનના બે પુત્રોના નામ જણાવો.
ઉત્તર – પ્રભાકરવર્ધનના બે પુત્રો રાજ્યવર્ધન અને હર્ષવર્ધન હતા.
- હર્ષવર્ધનની બહેન નું નામ…………….હતું.
ઉત્તર – રાજ્યશ્રી
- હર્ષવર્ધનની બહેન રાજયશ્રી કોને પરણી હતી?
ઉત્તર – હર્ષવર્ધનની બહેન રાજ્યશ્રી કનોજના રાજા ધ્રુવવર્માને પરણી હતી.
- હર્ષવર્ધનની બહેન રાજ્યશ્રી અપહરણ કોણે કોણે કર્યું હતું?
ઉત્તર – હર્ષવર્ધનની બહેન રાજ્યશ્રીનું અપહરણ ગૌડ રાજવી શશાંક અને માલવરાજે કર્યું હતું .
- મને ઓળખો:- રાજયશ્રીને બચાવવા જતાં મારું મૃત્યુ થયું હતું.
ઉત્તર – રાજ્યવર્ધન
- હર્ષવર્ધને કઇ સાલમાં રાજ્યારોહણ કર્યું હતું? ઉત્તર – D
- ઈ.સ.303 B. ઈ.સ. 404 C. ઈ.સ. 505 D. ઈ.સ. 606
- મને ઓળખો:- મે રાજયશ્રીને બચાવી હતી.
ઉત્તર – હર્ષવર્ધન
- હર્ષવર્ધનને રાજ્યશ્રી ને બચાવી તેના રાજ્ય કનોજ પર શાસન શરૂ કર્યું. ઉત્તર – √
- હર્ષવર્ધનનું સામ્રાજ્ય કયા કયા પ્રદેશોમાં ફેલાયું હતું?
ઉત્તર – હર્ષવર્ધનનું રાજ્ય મગધ, ઓડીશા સારસ્વત ,ગૌડ અને મિથિલા સુધી ફેલાયેલું હતું .
- હર્ષવર્ધનના શાસન સમયે વલભીમાં કોનુ રાજ્ય હતું?
ઉત્તર – હર્ષવર્ધનના શાસન સમયે વલભીમાં મૈત્રક રાજા ધ્રુવસેનનું રાજ્ય હતું.
- હર્ષવર્ધનના શાસનકાળ વખતે દખ્ખણમાં કયો શક્તિશાળી રાજા હતો? ઉત્તર – D
- સમ્રાટ અશોક B.ધનનંદ C.ચંદ્રગુપ્ત પહેલો D.પુલકેશી બીજો
133.હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે…………..નદી પાસે યુદ્ધ થયું હતું.
A.ઔરંગા B. ભાદર C.નર્મદા D.ગોદાવરી
- હર્ષવર્ધન પુલકેશી સાથેના યુદ્ધમાં હારી ગયા હતા. ઉત્તર – √
- હર્ષવર્ધન મોટેભાગે……………ના શક્તિશાળી રાજા ગણાતા હતા. ઉત્તર – A
A.ઉત્તર B.દક્ષિણ C.પૂર્વ D.પશ્ચિમ
- હર્ષવર્ધનના સમય દરમિયાન ચીની યાત્રી…………..ભારત આવ્યા હતા.
ઉત્તર – યુઅન સ્વાંગ
- હર્ષવર્ધન પહેલા શૈવભક્ત હતા પણ પછીથી કયા ધર્મના મહાન અનુયાયી બન્યા? ઉત્તર – B
A.હિન્દુ B.બૌદ્ધ C.જૈન D.શીખ
- હર્ષવર્ધનને યોજેલ ધર્મપરિષદ વિશે જણાવો.
ઉત્તર – સમ્રાટ હર્ષવર્ધને કનોજમાં ચીની યાત્રી યુએન શ્વાંગ ના અધ્યક્ષપદે એક ધર્મપરિષદનું આયોજન કર્યું હતું. ત્યાં તેમણે બુદ્ધની પ્રતિમા ને હાથીની અંબાડી પર મૂકી તેની પૂજા કરાવી, સ્થાપિત કરી હતી. આ પરિષદમાં મહાયાન અને હીનયાન સંપ્રદાયો વચ્ચે ગોષ્ઠી યોજાઇ હતી.
- મને ઓળખો: હું હર્ષવર્ધનના દરબારનો મહાન કવિ છું.
ઉત્તર – બાણભટ્ટ
140.મને ઓળખો: મેં ‘હર્ષચરિતમ્‘ અને કાદમ્બરી જેવા સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથો લખ્યા હતા.
ઉત્તર – બાણભટ્ટ
- સમ્રાટ હર્ષવર્ધનના સમયના મહાન કવિઓના નામ જણાવો.
ઉત્તર – સમ્રાટ હર્ષવર્ધનના દરબારમાં મહાન કવિ બાણભટ્ટ હતા તથા મયુર ભટ્ટ અને જયસેન તેમના સમયના મહાન કવિઓ હતા.
- સમ્રાટ હર્ષવર્ધને રચેલી કૃતિઓના નામ લખો.
ઉત્તર – સમ્રાટ હર્ષવર્ધનને રચેલી કૃતિઓ પ્રિયદર્શિકા, રત્નાવલી અને નાગાનંદ છે.
- ભગવાન બુદ્ધની જાતક કથાઓ પરથી હર્ષવર્ધને કયુ નાટક લખ્યું હતું? ઉત્તર – C
A.પ્રિયદર્શીકા B.રત્નાવલી C.નાગાનંદ D.હર્ષ ચરિતમ્
- મને ઓળખો: મેં પોતાના દૂત મંડળને ચીન મોકલ્યું હતું.
ઉત્તર – હર્ષવર્ધન
145.સમ્રાટ હર્ષવર્ધનનાં રાજ્યની મુલાકાત…………….ના દૂતમંડળે લીધી હતી.
ઉત્તર – ચીન
146.સમ્રાટ હર્ષવર્ધનનાં નાલંદા વિદ્યાપીઠને નિભાવવા કેટલા ગામ ભેટમાં આપ્યા હતા? ઉત્તર – B
A.50 B.100 C.200 D.500
- પુલકેશી બીજો કયા વંશ નો શક્તિશાળી રાજા હતો? ઉત્તર – B
A.અંગિરસ B.ચાલુક્ય C.પૂષ્યભૂતી D.પુલત્સ્ય
- પુલકેશી બીજાએ કયા વંશ પાસેથી સત્તા આંચકી રાજ્ય સ્થાપ્યું.
ઉત્તર – પુલકેશી બીજાએ રાષ્ટ્રકૂટો પાસેથી સત્તા આંચકી રાજ્ય સ્થાપ્યું.
- પુલકેશી બીજાએ કેટલા વર્ષ સુધી શાસન કર્યું હતું? ઉત્તર – D
A.10 B.20 C.30 D.40
- પુલકેશી બીજાએ કોને કોને હરાવ્યા હતા?
ઉત્તર – પુલકેશી બીજાએ હર્ષવર્ધન, દક્ષિણ ભારતના કદંબો, મહેશ્વરના ગંગો,કોંકણ મોયૉ, લાટ,માલવ અને ગુજૅરોને હરાવ્યા હતા.
- પુલકેશી બીજાએ દક્ષિણપથના સ્વામીનું બિરુદ પ્રાપ્ત કર્યું,કારણ કે…..
ઉત્તર – પુલકેશી બીજો દક્ષિણમાં ચાલુક્ય વંશનો સૌથી શક્તિશાળી રાજા હતો તે મહાન વિજેતા હતો .તેણે દક્ષિણ ભારતના કદંબો માહેશ્વરના ગંગો અને મૌર્યને હરાવ્યા હતા. આમ, આ દક્ષિણના રાજ્યોને હરાવી તેણે સમગ્ર દક્ષિણ ભારતમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું. આમ, તેણે દક્ષિણપથના સ્વામીનું બિરુદ પ્રાપ્ત કર્યું.
- પુલકેશી બીજો કયા- કયા વિસ્તારનનો સ્વામી હતો.
ઉત્તર – પુલકેશી બીજો કર્ણાટક, મહારાષ્ટ્ર અને કોંકણ વિસ્તારનો સ્વામી હતો.
- કયા રાજાએ પોતાનો એક રાજદૂત ઈરાન મોકલ્યો હતો? ઉત્તર – C
- હર્ષવર્ધન B. ચંદ્રગુપ્ત C. પુલકેશી બીજો D. કુમારગુપ્ત
- પુલકેશી બીજા ઇરાનનાં શહેનશાહ……………સાથે મિત્રતા બાંધી હતી. ઉત્તર – B
A અમીર B.ખુશરો C.તૈમૂર D.ઇબી બતૂતા
- હર્ષવર્ધનના સમયે કાંચીમાં કોનું રાજય હતું? ઉત્તર – A
- પલ્લવ B. ગુર્જર C. મૈત્રક D. કર્કોટક
- હર્ષવર્ધનનાં સમયે રાજસ્થાનમાં ગુર્જર પ્રતિહારઓનું રાજ્ય હતું? ઉત્તર – √
157, હર્ષ વર્ધનના સમયમાં દક્ષિણ ગુજરાતમાં કોનું રાજ હતું ? ઉત્તર – A
A.ગુર્જર B.પ્રતિહાર C.પલ્લવ D.કર્કોટક
- ગુપ્તયુગમાં કશ્મીરમાં………………નુ રાજ્ય હતું .
ઉત્તર – કર્કોટકો
- પલ્લવ વંશના રાજાઓ સ્થાપત્ય કલાને ઉત્તેજન આપતા હતા,તેમ શાના આધારે કહી શકાય?
ઉત્તર – કાંચીનાં પલ્લવ વંશના રાજાઓએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની અનેક મૂર્તિઓ શિલાઓમાં કંડારી મંદિરો બંધાવ્યા હતા. મહાબલિપુરમાં સમુદ્ર કિનારે રથમંદિરો બંધાવ્યા હતા. તો કાંજીવરમમાં તેમણે બંધાવેલું કૈલાસનાથ મંદિર તે સમયનું શ્રેષ્ઠ મંદિર છે. આ પરથી કહી શકાય કે પલ્લવ વંશના રાજા ઓ સ્થાપત્ય કલાને ઉત્તેજન આપતા હતા.
- જોડકા જોડો:-
1.
વિભાગ-અ | વિભાગ-બ | ઉત્તર |
1. પ્રાંત | (A) વિષય | 1. – C |
2. જિલ્લા | (B) ઉત્પાદનનો છઠ્ઠો ભાગ | 2. – A |
3. કર | (C) ભુક્તિ | 3. – B |
4. વાગ્ભટ્ટ | (D) ખુશરો | 4 – E |
5. ઈરાનના શહેનશાહ | (E) અષ્ટાંગ હૃદય | 5 – D |
વિભાગ-અ | વિભાગ-બ | ઉત્તર |
1. ચંદ્રગુપ્ત પહેલો | (A) દક્ષિણાપથના સ્વામી | 1. – C |
2. ચંદ્રગુપ્ત બીજો | (B) કવિરાજ | 2. – D |
3. પુલકેશી બીજો | (C) મહારાજાધિરાજ | 3. – A |
4. સમુદ્રગુપ્ત | (D) શકારિ | 4. – B |
- સમુદ્રગુપ્ત વિદ્યાપ્રેમી અને સંગીતપ્રેમી હતો તેમ શા પરથી કહી શકાય?
ઉત્તર – સમુદ્રગુપ્તે અને કાવ્યોની રચના કરી ‘કવિરાજ’ નું બિરુદ મેળવ્યું હતું. તેણે પોતાના દરબારમાં વિદ્વાનોને એકત્ર કરી ઉચ્ચ પ્રકારનું સાહિત્ય સર્જન કર્યું હતું જ્ઞાનીઓ તેની અને તે જ્ઞાનીઓની સોબત ઇચ્છતો હતો. વળી, તેને સિક્કાઓમાં વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે. આમ તે વિદ્યાપ્રેમી અને સંગીત પ્રેમી હતો એમ કહી શકાય.
- હર્ષવર્ધને કેવી પરિસ્થિતિમાં રાજગાદી સંભાળી હતી?
ઉત્તર – હર્ષવર્ધનનાં પિતા પ્રભાકરવર્ધનનું રાજ્ય થાણેશ્વર હતું. તેમની બહેન રાજશ્રી કનોજનાં રાજા ધ્રુવવર્માની પરણી હતી.ગૌડ રાજવી શશાંક અને માલવરાજે તેમની બહેનનું અપહરણ કર્યું હતું ,જેને બચાવા જતા મોટાભાઈ રાજ્યવર્ધન વીરગતિ પામ્યા હતા. આમ એક બાજુ પિતા અને ભાઈનુ અવસાન તો બીજી બાજુ બહેનને બચાવવાની હતી.
આવી મુશ્કેલ પરિસ્થિતીમાં હર્ષવર્ધનને રાજગાદી સંભાળી હતી.
- ચંદ્રગુપ્ત બીજો શક્તિશાળી રાજા હોવા ઉપરાંત કલાપ્રેમી પણ હતો તે શા પરથી કહી શકાય?
ઉત્તર – ચંદ્રગુપ્ત બીજાએ મહાન વિજયયાત્રા યાત્રા કરી હતી. તેણે પશ્ચિમ ભારતનાં શકોને હરાવી શકારિ બિરુદ ધારણ કર્યું. આમ તે એક શક્તિશાળી રાજા હતો. તેના સમયમાં અજંતા નાં ઘણા કલામંડપો તૈયાર થયા. રાજધાની પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મઠો બંધાવ્યા. દિલ્લી પાસેનો મેહરોલી લોહસ્તંભ પણ તેના જ સમયમાં બન્યો હતો. આમ તેના સમયમાં શિલ્પ,સ્થાપત્ય અને ચિત્રકલાનો સુંદર વિકાસ થયો હતો. તેથી કહી શકાય કે ચંદ્રગુપ્ત બીજો શક્તિશાળી રાજા હોવા ઉપરાંત કલાપ્રેમી પણ હતો.
- ટૂંકનોંધ લખો:
(1) ગુપ્તયુગની ધાર્મિક સ્થિતિ
ઉત્તર – ગુપ્તયુગમાં હિન્દુધર્મ અને હિન્દુ સંસ્કૃતિ પૂર્ણ કલાએ ખીલ્યા હતા. આ સમયમાં શ્રીરામ અને શ્રીકૃષ્ણ મહદંશે પૂજાતા. લક્ષ્મી દેવી તરીકે ખ્યાત થયા. રામાયણ, મહાભારત અને પુરાણોનું પુનઃ સંકલન થયું હતું. શ્રીમદ્ ભગવદગીતા ખૂબ મહત્ત્વનો ગ્રંથ બન્યો હતો. વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો અપાયો હતો. સાથે સાથે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ વિકાસ થયો હતો બૌદ્ધ ધર્મના મહાયાન અને હિનયાન એમ બે પંથ વિકસ્યા હતા. શૈવધર્મ પણ ગુપ્તકાળમાં વિકસ્યો હતો. દક્ષિણ ભારતના શૈવ સંતો ‘નાયનાર’ જયારે વૈષ્ણવ સંતો ‘આલવાર’ કહેવાતા. દુર્ગા ,સૂર્ય અને કાર્તિકેયની પૂજા પણ પ્રચલિત હતી. આમ ગુપ્ત યુગમાં સહિષ્ણુ રીતે ધાર્મિક વિકાસ થયો હતો.
(2) સમ્રાટ હર્ષવર્ધન
ઉત્તર – ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતના રાજ્યોમાં હર્ષવર્ધનનું રાજ્ય મહત્વનું ગણાય છે. તેમના પિતાનું નામ પ્રભાકરવર્ધન હતું.તેમણે મુશ્કેલ પરિસ્થિતિમાં માં ઈ.સ. 606 માં થાણેશ્વરની રાજગાદી સંભાળી હતી. નર્મદા પાસે થયેલા પુલકેશી બીજા સાથેનાં યુદ્ધમાં તેમની હાર થઇ હતી. તેઓ પ્રાચીન ભારતનાં છેલ્લા મહાન સમ્રાટ ગણાય છે. તેમણે મગધ, ઓડીસા, સારસ્વત, ગૌડ, મિથિલા સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાયું હતું.
હર્ષવર્ધન પહેલા શૈવધર્મી હતા, પણ પાછળથી બૌદ્ધધર્મી બન્યા હતા. તેમણે ચીની યાત્રી યુઅન સ્વાંગ ના અધ્યક્ષપદે કનોજમાં ધર્મ પરિષદનું આયોજન કર્યું હતું. હર્ષવર્ધન પોતે ઉચ્ચ કોટિના સાહિત્યકાર હતા. વળી તેમનો દરબાર બાણભટ્ટ ,મયુરભટ્ટ અને કવિ જયસેન જેવા સાહિત્યકારોથી શોભતો હતો. હર્ષવર્ધને પ્રિયદર્શીકા અને રત્નાવલી નાટકો તથા નાગાનંદ લખ્યા હતા.તેમણે નાલંદા વિદ્યાપીઠને નિભાવવા 100 ગામ ભેટમાં આપ્યા હતા.
(3) સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો- વિક્રમાદિત્ય
ઉત્તર – સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખાય છે. તેને વારસામાં મળેલ રાજ્યનો વિસ્તાર કર્યો. તેણે શક- ક્ષત્રપ રાજ્ય ને હરાવી શકારિનું બિરુદ ધારણ કર્યું. તેના નામથી જ વિક્રમ સંવત શરૂ થયો હતો. તેણે શક્તિશાળી રાજ્યો સાથે લગ્નસંબંધો બાંધી પોતાનું સૈન્ય બળ વધાર્યું હતું. તેણે ગુજરાતનાં ખંભાત અને ભરૂચ જેવા બંદરો પર જીત મેળવી વિદેશ વ્યાપાર દ્વારા પુષ્કળ ધન મેળવ્યું. તેના સમયમાં ચીની યાત્રાળુ ફાહિયાન આવ્યો હતો. જેણે ગુપ્ત સામ્રાજ્યના રાજ્યવહીવટી અને સમૃદ્ધિની પ્રશંસા કરી હતી. પોતે શૈવધર્મી હોવા છતાં અન્ય ધર્મો પ્રત્યે સહિષ્ણુ હતો. રાજધાની પાટલીપુત્ર બૌદ્ધ મઠો પણ બંધાવ્યા હતા.
સંસ્કૃત ભાષાના મહાકવિ કાલિદાસ, વૈજ્ઞાનિક વરાહમિહિર, રાજવૈધ, ધન્વંતરી,વૈતાલ ભટ્ટ, અમરકોષના રચયિતા અમરસિંહ વગેરે વિદ્વાનોથી તેમનો દરબાર શોભતો હતો. તેમણે ઉજ્જેનને મગધ સામ્રાજ્ય ની બીજી રાજધાની બનાવી હતી.
તેમનો શાસનકાળ ગુપ્તયુગનો સુવર્ણયુગ કહેવાયો. આમ તેમનો શાસનકાળ ઇતિહાસમાં અનેક રીતે પ્રસિદ્ધ પામ્યો હતો. ઈ.સ.414 માં તેમનું અવસાન થયું હતું.
(4). ગુપ્તયુગની રાજકીય સિદ્ધિઓ
ઉત્તર – ગુપ્તયુગની રાજકીય સિદ્ધિઓ નીચે મુજબ છે:
- સમગ્ર ભારત પર મગધનું એકચક્રી શાસન સ્થપાયું.
- દક્ષિણ ભારતનાં રાજ્યો પર ગુપ્ત શાસકોની સત્તા સ્થપાઈ.
- શાંતિ,સલામતી અને વ્યવસ્થા માટે શ્રેષ્ઠ પ્રણાલિકાઓ વિકસાવાઈ.
- વહીવટની સરળતા માટે શાસનતંત્રને વિવિધ ખાતાઓમાં વહેંચાયું.
- નગરો અને રાજધાની પાટલીપુત્રમાં મ્યુનિસિપાલટી જેવી વ્યવસ્થા કરાઈ.
- વેપાર દ્વારા આર્થિક સમૃદ્ધિ થઈ.
- રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વેપાર તથા સંબંધોનો વિકાસ થયો.