ધોરણ : 6 વિષય: English
પાઠ નું નામ:
Unit -3 Fought and won
અધ્યયન નિષ્પતિ :
જોડકણાં, અભિનયગીત, Rhymes માં અંગ્રેજી ના લય પ્રાસ નો રસા સ્વાદ માણે.
– સ્થાનિક પર્યાવરણમા ઉપલબ્ધ અંગ્રેજી વાંચે છે.
– વાર્તાઓ સાંભળે છે અને ટૂંકમાં કહે છે.
– વાર્તા પરિચ્છેદનું અર્થગ્રહણ કરે
– શબ્દકોશનો ઉપયોગ કરે.
– જાણીતા શબ્દોના આધારે નવા શબ્દો બનાવવાની પ્રવૃતિમાં ભાગ લે.
– નાના સાદા વાકયોનું અનુલેખન કરે.
– ઘટના વાર્તાને યોગ્ય ક્રમમાં ગોઠવે.
– જાણીતા શબ્દોના આધારે નવા શબ્દો બનાવવાની પ્રવૃતિમાં ભાગ લે.
શૈક્ષણિક મુદ્દા :
– Activity – 1 કાવ્યગાન
– Activity – 2 ચિઠ્ઠી પ્રમાણે ક્રિયા કરવી
– Activity – 3 ખાલી જગ્યા પૂરો
– Activity – 4 વાર્તા નું વાંચન
– Activity – 5 A અને B જોડો
– Activity – 6 શબ્દ સમૂહ શોધો. વાક્યો કોણ બોલે છે તે લખો.
– Activity –7 વિધાન ખરાં છે કે ખોટા તે જણાવો.
– Activity – 8 વાક્યોને ઘટનાક્રમ માં ગોઠવવા.
– Activity – 9 news paper ના શબ્દો પૂર્ણ કરી વાંચન કરવું.
– Activity – 10 ગીતનું ગાન
શૈક્ષણિક સાધન :
– Text Book
– શિક્ષક આવૃતિ
– શબ્દકોશ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
પાઠયપુસ્તકમાં આપેલ કાવ્યનું ગાન કરીશવિદ્યાર્થીઓ દ્વારા ગાન કરાવીશ. આપેલ શબ્દો જેવા શબ્દો કાવ્યમાંથી શોધીને લખવા જણાવીશ. વિદ્યાર્થીઓને ચિઠી આપી કિ્રયા કરાવીશ. વિદ્યાર્થીઓને ઓળખવા જણાવીશ. કૌસમાં આપેલા શબ્દોને આધારે ખાલી જગ્યા પુરાવીશ. Briju, the Brave વાર્તાનું વાંચન કરીશ. વિદ્યાર્થીઓ પાસે વારાફરતી વંચાવીશ. A માં B આપેલા શબ્દોનેમાં આપેલા અર્થ સાથે જોડવાની પ્રવૃતિ કરાવીશ. આપેલા શબ્દ સમૂહો પાઠમાં કયાં આવેલા છે. તે શોધવા જણાવીશ. આપેલ વાકયો કોણ બોલે છે. તે લખવા જણાવીશ. આપેલા વિધાનોમાં સાચા વિધાનની સામે True અને ખોટા વિધાનની સામે False લખાવીશ. આપેલા વાકયોને ભટના ક્રમમાં ગોઠવવા જણાવીશ. વિદ્યાર્થીઓ વાકયો લખશે. Newspaper ના સમાચાર છાપેલાં છે જેમાંના અમુક શબ્દો વાંચી શકાતા નથી તો તે શબ્દો કયા હશે તે વિચારીને સમાચાર વંચાવીશ. શબ્દો ઓળખી લખાવીશ. ગીતનું ગાન કરીશ. વિદ્યાર્થીઓ સાંભળી સમુહગાનકરશે. to Sing સ્થાને to speak, to, read જેવા શબ્દો મુકાવી ગાનકરાવીશ.
મૂલ્યાંકન :
– સ્પેલિંગો તૈયાર કરાવીશ.
– ગીત કંઠસ્થ કરવા જણાવીશ.