ધોરણ : 6 વિષય: ENGLISH
પાઠ નું નામ:
Unit -1 Where were you ?
અધ્યયન નિષ્પતિ :
– જોડકાણાં, અભિનય ગીતો, Rhymes ( માં અંગ્રેજીના લય – પ્રાસનો રસાસ્વાદ માણે.
– ચિત્ર કે વસ્તુઓનું ત્રણ થી પાંચ વાકયોમાં વર્ણન કરે.
– ટૂંકા સંવાદો, સૂચના અભિવાદન સાંભળે છે. અને પ્રતિભાવ આપે છે.
– ટેબલ ગ્રાફ નકશાની માહિતીને વાકય સ્વરૂપે રજૂ કરે.
– માહિતી મેળવવા Who, What, Where, How many જેવા પ્રશ્નો પૂછે અને તેના જવાબ આપે.
– ઘટના, વાર્તા, પાત્રો સ્થળોની વિગતોને તારવે.
– પરિચિત પરિસ્થિતિમાં સામાન્ય સંવાદ કરો.
– શબ્દકોશનો ઉપયોગ કરે.
– નાના / સાદા વાકયોનું અનુલેખન કરે.
– કુટુંબના, સભ્યો, શિક્ષકો મિત્રોના સામાન્ય પરિચય મેળવે અનેઆપે.
– વાકયોમાં પદ ક્રમ વિરામચિહનોનો યોગ્ય રીતે ઉપયોગ કરે.
– અન્ય પરિચિતોનો સામાન્ય પરિચય મેળવે અને આપે.
શૈક્ષણિક મુદ્દા :
v Activity – 1 ગીતનું અભિયાન સાથે ગાન
– Rhyming word શોધવા
– Activity – 2 ચિત્ર
– Activity – 3 સંવાદ નું વાંચન
v સંવાદ બનાવવા
v Activity – 4 જૂથના સભ્યોની હાજરીની વિગત
– Activity – 5 વાક્યો બનાવવા
– Activity – 6 કોષ્ટકની વિગત ભરવી
v Activity – 7 રમત
v Activity – 8 ઘટનાનું વાંચન
v Activity – 9 સંવાદો નું વાંચન તથા કોષ્ટક પૂર્તિ
v Activity – 10 કૌશન શબ્દો ને આધારે ખાલી જગ્યા પૂર્તિ
v Activity – 11 પરિવારના સભ્યોની વિગતોમાં કોષ્ટક પૂરતી
v Activity – 12 ઉદાહરણ પ્રમાણે વાક્યો લખવા
v Activity – 13 project work
શૈક્ષણિક સાધન :
Text book
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ And one fell down ગીતનું ગાન કરીશ. વિદ્યાર્થીઓ અભિનય સાથે ગાન કરશે. ગીતમાં Rhyming word શોધવાની પ્રવૃતિ કરાવીશ. પાઠય પુસ્તકમાં આપેલ ચિત્ર આધારિત પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉતર લખશે. વિદ્યાર્થીઓ દ્વારા સંવાદોનું વાંચન કરાવીશ. બીજા સંવાદો બનાવડાવીશ. સંવાદો વર્ગ સમક્ષ રજૂ કરાવીશ. આપેલ પ્રવૃતિ કરાવીશ. જૂથના સભ્યોની હાજરીની વિગત પત્રકમાં ભરાવીશ. તેના આધારે પ્રશ્નોતરી કરાવીશ. આપેલ વિગત પરથી વાકયો જોડવા જણાવીશ. મિત્રો સાથે પ્રશ્નોતરી કરી વિદ્યાર્થીઓને કોઠામાં આપેલ વિગતો ભરવા જણાવીશ. Activity માં આપેલી રમત રમાડીશ. It was a cold doy ઘટના વાંચન કરીશ. વિદ્યાર્થીઓ પાસે વારાફરતી વંચાવીશ. તેના આધારે ખાલી જગ્યા પુરાવીશ.
મૂલ્યાંકન :
– ગીત કંઠસ્થ કરવા જણાવીશ.