ધોરણ : 6 વિષય: English
પાઠ નું નામ:
Unit : 4 watch your watch
અધ્યયન નિષ્પતિ :
– જોડકણાં, અભિનયગીતો Rhymes માં અંગ્રેજીના લય પ્રાસનો રસાસ્વાદ માણે
– વાર્તાઓ સાંભળે છે અને ટૂંકમાં કહે છે.
– વાક્યોમાં પદક્રમ, વિરામ ચિહ્નોનો ઉપયોગ કરે છે.
– ટૂંકા સંવાદો સાંભળે છે અને પ્રતિભાવ આપે છે.
– લાખ સુઘીની સંખ્યા વાચક ક્રમ દર્શક સંખ્યાઓ દર્શાવે.
– ટેબલગ્રાફ, નકશાની માહિતીને વાકય સ્વરૂપે રજૂ કરે.
– ઘટના, સ્થળ, સમયની મુખ્ય વિગતો, તારવે
– અર્થપૂર્ણ સંદર્ભમાં રહેલા શબ્દો અને વાકયોનું મૂકવાંચન અને મુખ વાંચન કરે
– શબ્દકોશનો ઉ૫યોગ કરે.
– નાના સાદા વાક્યોનું અનુલેખન કરે.
– પોતાના પરિચય ક્ષેત્રમાં બનતી ક્રિયાઓ અને બનેલા પ્રસંગોની ટૂંકમાં રજૂઆત કરે.
– પરિચિત પરિસ્થિતિમાં સામાન્ય સંવાદ કરે.
શૈક્ષણિક મુદ્દા :
– Activity – 1 Rhyme નું ગાન
– Activity – 2 વાર્તાવાંચન તથા નાટ્યીકરણ
– Activity – 3 જોડકાં જોડો
– વાર્તાના વાક્યો ક્રમમાં ગોઠવો.
– Activity – 4 સંવાદોનું વાંચન ઘડિયાળ બનાવવી.
– Activity – 5સમય જાણવો.
– Activity – 6 સમયપત્રકના આઘારે પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા
– Activity – 7 પ્રવાસનું આયોજનની કોષ્ટકમાં નોઘ
– Activity – 8 ઘટનાઓનું વાંચન
– શબ્દજૂથનું વાંચન
– Activity – 9 વિઘાન સાચું છે કે ખોટું તે જણાવો.
– Activity – 10 ખાલી જગ્યા લખો.
– ઘરની બહાર નીકળતી વખતે કઇ કઇ વસ્તુઓ ચકાસી લેવી ?
– Activity – 11 પ્રસંગોનું વાંચન
– ખાલી જગ્યામાં સંવાદ લખવા
શૈક્ષણિક સાધન :
– Text book
– શિક્ષક આવૃતિ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ Rhyme નું ગાન કરીશ. વિદ્યાર્થીઓ પાસે સમુહગાન કરાવીશ. ચિત્રની મદદથી કોઠામાં વિગતો ભરાવીશ. વિદ્યાર્થીઓને વાર્તા સંભળાવીશ. વાર્તાનું વાંચન કરાવી નાટ્યકરણ કરાવીશ. વાર્તાના આઘારે જોડકાં જોડાવીશ. વાકયોને યોગ્ય ક્રમમાં ગોઠવવાની પ્રવૃતિ કરાવીશ. આપેલ સંવાદનું વાંચન કરાવીશ. તે પરથી ઘડિયાળ બનાવીશ. વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવવાની પ્રવૃતિ કરાવીશ. વિદ્યાર્થીઓ ઘડિયાળ બનાવશે. ઘડિયાળના ચિત્રોને આઘારે સમય જાણવાની પ્રવૃતિ કરાવીશ. રેલ્વેના સમય પત્રકના આઘારે આપેલ પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરી લખવા જણાવીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તરો લખશે. પ્રવાસનું વર્ણન કરીશ. નકશાની મદદથી પ્રવાસનું આયોજન કોઠામાં નોંઘાવીશ. A different experience માં આપેલી ઘટનાઓનું વાંચન કરીશ. વિદ્યાર્થીઓ પાસે વારાફરતી વાંચન કરાવીશ. શબ્દજૂથનું વાંચન કરાવીશ. શબ્દોને મળતા આવતા અર્થ શોઘીને લખવા જણાવીશ. આપેલા અર્થ શોઘીને લખવા જણાવીશ. આપેલ ઘટનાને આઘારે વિઘાન સાચું છે કે ખોટું તે જણાવવા કહીશ. ખાલી જગ્યા પુરાવીશ. પોતે અને સબંઘીઓ સામાન્ય રીતે શું ભૂલી જતા હો છો તે લખવા જણાવીશ. ઘરની બહાર નીકળતી વખતે કઇ કઇ વસ્તુઓ ચકાસી લેવી તે લખવા જણાવીશ. આપેલા શબ્દોને ઓળખી લખવા જણાવીશ. પ્રસંગનું વાંચન કરાવી ખાલી જગ્યામાં સંવાદ લખાવીશ.
મૂલ્યાંકન :
– Rhyme કંઠસ્થ કરવા જણાવીશ.
– સ્પેલિંગો તૈયાર કરવા જણાવીશ.
– પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.