ધોરણ : 6 વિષય : English
પાઠનું નામ:
Unit – 4 : Will you wake up
અધ્યયન નિષ્પતિ :
– જોડકણાં અભિનયમગીતો, Rhymes માં અંગ્રેજીના લય પ્રાસનો રસાસ્વાદ માણે.
– (Cat-Mat-Rat) જેવા શબ્દોના ઉચ્ચારના પ્રાસની અને શબ્દવાંચન વચ્ચે સબંઘ તારવે.
– ચિત્ર કે વસ્તુઓનું ત્રણથી પાંચ વાકયોમાં વર્ણન કરે.
– શ્રવણના આઘારે ચિત્રો બનાવે.
– ટેબલ, ગ્રાફ, નકશાની માહિતીને વાકય સ્વરૂપે રજૂ કરે.
– વાર્તાઓ સાંભળે છે, ટૂંકમાં કહે છે.
– ૫રિચિત ૫રિસ્થિતિમાં સામાન્ય સંવાદ કરે.
– નકશાની માહિતીને વાકય સ્વરૂપે રજૂ કરે.
– અર્થપૂર્ણ સંદર્ભમાં રહેલા શબ્દો અને વાકયોનું મુકવાચન અને મુખવાચન કરે.
– નાના / સાદાં વાકયોનું અનુલેખન કરે.
શૈક્ષણિક મુદ્દા :
– Activity – 1 (A) poem “Choosing” નું ગાન
(B) Rhyming words શોઘવા
(C) (i) પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા તથા લેખન
(ii) A પ્રશ્નોના ઉત્તરો લખો. તેને અનુરૂપ B માંથી વિકલ્પ કરવા જણાવીશ.
(D) ગણતરી કરી લખો.
– Squares – triangles glasses – animals
– Activity – 2 (A) જૂથકાર્ય પ્રશ્નોના ઉત્તરો લખો. “The world Enviromentday” ની પ્લાનિંગ કરે.
(B) ટેબલનો અભ્યાસ તથા વાંચન કરી આપેલ પ્રશ્નોના જવાબ લખો.
(C) આપેલ વાકયો વાંચી જવાબ લખો.
– Activity – 3 (A) Story Mafatlal’s Egg નું વાંચન
(B) દરેક વાકય માટે યોગ્ય વિકલ્પ શોઘો.
(C) વાર્તાના આઘારે સંવાદપૂર્ણ કરો.
(D) ખાલી જગ્યા પૂરો. વાકયોને વાર્તાના ક્રમમાં ગોઠવો.
(E) આપેલ મૂદ્દાના આઘારે વાર્તા લખો.
– Activity – 4 (A) જૂથકાર્ય ફકરાનું વાંચન નકશામાંથી સ્થળો શોઘો.
(B) નકશા ૫રથી પ્રશ્નોના જવાબ લખો.
– Activity – 5 કોલેજમાં ભણતાં બે વિદ્યાર્થીને પ્રશ્નો પૂછી ટેબલ પૂર્ણ કરો.
– Activity – 6 ગણિતની Darshil’s Trick નું વાચંન
– Activity – 7 આપેલ વાકયો વાંચો તેની ૫ર B થી વસ્તુ ઓળખો. તેનો સ્પેલિંગથી શોઘી લખો.
– Activity – 8 આપેલ ફકરાનું અનુલેખન કરો.
શૈક્ષણિક સાધન :
– Text Book
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– વિદ્યાર્થીઓ સમક્ષ poem “Choosing” નું ગાન કરીશ. વિદ્યાર્થીઓ poem નું સમુહમાં તથા વ્યક્તિગત ગાન કરશે. (B) માં poem માં આવેલ Rhyming words શોઘવા જણાવીશ. (C) માં આપેલ પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર લખશે. (C) (ii) ના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ. તેને અનુરૂપ વિકલ્પ (B) માંથી શોઘી √ કરવા જણાવીશ. (D) માં આપેલ ચોરસ તથા ત્રિકોણના ચિત્રોમાંથી ચોરસ અને ત્રિકોણ કેટલાં છે તે શોઘાવી લખાવીશ. તેજ રીતે ગ્લાસ તથા પ્રાણીઓના ચિત્રોમાંથી શોઘી લખવા જણાવીશ. Activity – 2 (A) માં જૂથકાર્ય કરાવીશ. પ્રશ્નોના ઉત્તરો લખાવીશ. The World Environment Day ની ઉજવણીનું પ્લાનિંગ કરવા જણાવીશ. (B) માં આપેલ ટેબલનું અભ્યાસ તથા વાંચન કરાવી તેની નીચે આપેલ પ્રશ્નોના જવાબની ચર્ચા કરી લખવા જણાવીશ. (C) માં આપેલ વાકયો વાંચી તમારા જવાબ લખવા જણાવીશ. Activity – 3 (A) માં આપેલ Story “Mafatlal’s Egg’’ નું કરીશ. વિદ્યાર્થીઓ પાસે Story નું વાંચન કરાવીશ. (B) માં આપેલ દરેક વાકય માટે યોગ્ય વિકલ્પ શોઘાવી લખાવીશ. (C) માં જૂથકાર્ય સોંપીશ. વાર્તાના આઘારે સંવાદપૂર્ણ કરાવીશ. (D) માં આપેલ ખાલી જગ્યા પુરાવીશ. વાર્તાના આ વાકયોને વાર્તાના ક્રમમાં ગોઠવવા જણાવીશ. (E) માં આપેલ મુદ્દાઓને વાંચી તેને આઘારે વાર્તા લખવા જણાવીશ. Activity – 4 (A) જૂથકાર્ય સોંપીશ. ફકરાનું વાંચન કરાવીશ. નકશામાંથી સ્થળો શોઘાવીશ. (B) નકશા ૫રથી પ્રશ્નોના જવાબની ચર્ચા કરી લખવા જણાવીશ. Activity – 5 ના ટેબલમાં કોલેજ ભણવા જતાં બે વિદ્યાર્થીને મળી પ્રશ્નો પૂછી વિગત લખવા જણાવીશ. Activity – 6 માં આપેલ ગણિત Darshil’s ની Trick નું વાંચન કરવા જણાવીશ. ગણતરીની સમજૂતિ આપીશ. ગણિતની બીજી આવી ગણતરીઓ શોઘી લખવા જણાવીશ. Activity – 7 માં આપેલ વાકયો વંચાવીશ. તેની ૫રથી વસ્તુઓ ઓળખવા જણાવીશ. જે B અક્ષરથી શરૂ થાય છે તેનો સ્પેલિંગ લખવા જણાવીશ. Activity – 8 માં આપેલ ફકરાનું વાંચન કરાવી અનુલેખન કરવા જણાવીશ.
મૂલ્યાંકન
– Poem કંઠસ્થ કરવા જણાવીશ.