ધોરણ : 6 વિષય : English
પાઠનું નામ:
Unit – 2 A Ship Can Walk
અધ્યયન નિષ્પતિ :
– જોડકણાં, અભિનયગીતો, Rhymes માં અંગ્રેજીના લયપાસનો રસાસ્વાદ માણે
– ટેબલ, ગ્રાફ, નકશાની માહિતીને વાકય સ્વરૂપે રજૂ કરે.
– ૫રિચિત ૫રિસ્થિતિમાં સામાન્ય સંવાદ કરે.
– વાર્તાઓ સાંભળે છે અને ટૂંકમાં કહે છે.
– ચિત્ર કે વસ્તુઓનું ત્રણથી પાંચ વાકયોમાં વર્ણન કરે.
– માહિતી મેળવવા Who, What, Where, Whose, How Many જેવા પ્રશ્નો પૂછે અને તેના જવાબ આપે.
– Rhyming words શોઘે અને શબ્દ વાંચન વચ્ચે સબંઘ તારવે.
– જોડકણાં, અભિનયગીતો, Rhymes માં અંગ્રેજીના લયપ્રાસનો રસાસ્વાદ માણે.
શૈક્ષણિક મુદ્દા :
– Activity – 1 (A) અભિનય સાથે ગીતનું ગાન
– (B) જૂથકાર્ય – ટેબલની વિગતો વાંચો – Rhymes બનાવી ગાન કરો.
– Activity – 2 Animal ની ક્ષમતાની વિગતોનું વાંચન
– વિગતોનું વાંચન
– Activity – 3 (A) જૂથકાર્ય
– નિકિતા શું કરી શકે અને શું ન કરી શકે ? તે √ માટે X ની નિશાની કરો.
– (B) તમારા ત્રણ મિત્રો માટે આપેલ ક્રિયાઓ જો કરી શકે તો Can અને ક્રિયાના કરી શકે તો Can not લખવા જણાવીશ.
– Activity – 4 (A) સંવાદોનું આદર્શ વાંચન વિદ્યાર્થીઓ દ્વારા વાંચન
– (B) ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકી પૂર્ણ કરો.
– Activity – 5 (A) “The Ship of Desert” નું કથન તથા વાંચન
– (B) Camel ના ચિત્રમાં આપેલ શબ્દમાં ખૂટતા અક્ષર મૂકો
– (C) આપેલ ભેગાં થઇ ગયેલા વાકયોને Camel અને Lion ના ખાનામાં લખો.
– (D) ઉદાહરણ પ્રમાણે વાકય બોલો.
– (E) A Camel કે A Lion વિશે ફકરો લખવા જણાવીશ.
– (F) પ્રશ્નોના ઉત્તર Yes કે No માં લખો.
– (G) આપેલા પ્રશ્નોના ઉત્તરો એક કે બે શબ્દોમાં લખો.
– Activity – 6 ચિત્રોની નીચે આપેલ ઉદાહરણ મુજબ વિનંતી કરતાં પ્રશ્નો સૂચક વાકયો લખો.
– Activity – 7 આપેલ વસ્તુઓ માટે ઉદાહરણ મુજબ લખો.
– Activity – 8 જૂથકાર્ય – વાકયો વાંચી સરખા ઉચ્ચારણવાળા શબ્દો નીચે લીટી દોરો.
– (B) શબ્દકોશની મદદથી શબ્દના અર્થ જાણો. વાકયો ખરાં છે કે ખોટા જણાવો. ખોટાં વાકયો સુઘારીને ફરીથી લખવા જણાવીશ.
– Activity – 9 રમત રમો.
– Activity – 10 poem “I am the Music man” નું ગાન
શૈક્ષણિક સાધન :
– Text Book
– Teacher Adition
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને અભિનય સાથે Activity – 1 (A) માં આપેલ ગીત “I am Jumping” નું ગાન કરાવીશ. (B) માં આપેલ ટેબલનું વાંચન કરાવીશ. જૂથમાં કાર્ય કરાવીશ. Rhymes બનાવડાવીશ. વિદ્યાર્થીઓ Rhymes નું ગાન કરશે. Activity – 2 માં આપેલ પ્રાણીઓની ક્ષમતા વિશેની વિગતોનું વાંચન કરાવીશ. Activity – 1 (A) માં નિકિતા શું કરી શકે છે ? અને શું ન કરી શકે ? તેની આપેલી વિગતો સામે √ કે X ની નિશાની કરવા જણાવીશ. (B) માં દરેક વિદ્યાર્થીને ત્રણ મિત્રોના નામ લખાવીશ. આપેલ ક્રિયાઓ જો કરી શકે તો Can not અને લખવા જણાવીશ. Activity 4 આપેલ સંવાદોનું વાંચન કરીશ. વિદ્યાર્થીઓ શ્રવણ કરશે. વિદ્યાર્થીર્થીઓ દ્વારા વારાફરતી સંવાદો વંચાવીશ. (B) માં આપેલ ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકી પૂર્ણ કરાવીશ. Activity – 2 (A) માં આપેલ Story “The Ship of Desert” નું કથન કરીશ. વિદ્યાર્થીઓ શ્રવણ કરશે. વાર્તાનું વાંચન કરાવીશ. (B) માં Camel નું ચિત્ર આપેલ છે તેની અંદર શબ્દ આપેલ છે. તેમાં ખૂટે છે તે લખી શબ્દ પૂર્ણ કરાવીશ. (C) માં જૂથ કાર્ય સોપીશ. વાકયો ભેગાં થઇ ગયેલા છે તેને Camel અને Lion ના યોગ્ય ખાનામાં લખાવીશ. (D) માં ઉદાહરણ પ્રમાણે વિદ્યાર્થીઓને વાકય બોલવા જણાવીશ. (E) માં A Camel કે A Lion વિશે ફકરો લખવા જણાવીશ. (F) માં આપેલા પ્રશ્નોના ઉત્તરો Yes કે No. માં લખવા જણાવીશ. (G) માં આપેલા પ્રશ્નોના ઉત્તરો એક બે શબ્દોમાં લખવા જણાવીશ. Activity – 7 માં આપેલ વસ્તુઓ માટે ઉદાહરણ મુજબ વાકયો બનાવી લખવા જણાવીશ. Activity – 8 માં જૂથકાર્ય સોપીશ. વાકયોમાંથી સરખા ઉચ્ચારણવાળા શબ્દોની નીચે લીટી દોરાવીશ. (B) માં શબ્દકોશ ની મદદથી આપેલ (A) ના વાકયોમાં લીટી કરેલા શબ્દોના અર્થ જાણવા જણાવીશ. આપેલ વાકયો વાંચી તે સાચાં છે કે ખોટાં તે જાણવા જણાવીશ. ખોટા વાકયો સુઘારીને ફરીથી લખવા જણાવીશ. ખોટા વાકયો સુઘારીને ફરીથી લખવા જણાવીશ. Activity – 9 માં આપેલ રમત Helpline ની મદદથી રમાડીશ. વિદ્યાર્થીઓ રમત રમશે. Activity – 10 માં આપેલ Poem – “I am the Music man” નું ગાન કરાવીશ. વિદ્યાર્થીઓ ગાન કરશે.
મૂલ્યાંકન
–