ધોરણ : 6 વિષય : English
પાઠનું નામ:
Unit – 3 : In Future
અધ્યયન નિષ્પતિ :
– ચિત્ર કે વસ્તુઓનું ત્રણથી પાંચ વાકયોમાં વર્ણન કરે.
– Activity – 1 (A) Photograph નું અવલોકન તથા વર્ણનનું વાંચન
(B) ફોટા પાડવા માટેની બેઠક
– સૂચનાઓ આપે, આપેલ સુચના મુજબ વર્તન કરે.
– અર્થપૂર્ણ સંદર્ભમાં રહેલા શબ્દો અને વાકયોનું મૂકવાંચન અને મુખવાંચન કરે.
– પોતાના ૫રિચયક્ષેત્રમાં બનતી ક્રિયાઓ અને બનેલા પ્રસંગોની ટૂંકમાં રજૂઆત કરે.
– ઘટના, વાર્તા, પાત્રો, સ્થળોની વિગતોને તારવે.
– Is that/ this – are these / those have / has you જેવા પ્રશ્નો પૂછે અને તેના જવાબ આપે
– ટેબલ, ગ્રાફ, નકશાની માહિતીને વાકય સ્વરૂપે રજૂ કરે.
– કુટુંબના સભ્યો, શિક્ષકો, મિત્રોને અન્ય ૫રિચિતોનો સામાન્ય ૫રિચય મેળવે અને આપે.
– ચિત્ર કે વસ્તુઓનું ત્રણથી પાંચ વાકયોમાં વર્ણન કરે.
– જાણીતા શબ્દોના આઘારે નવા શબ્દો બનાવવાની પ્રવૃત્તિમાં ભાગ લે.
– જોડકણાંનું ગાન કરે.
શૈક્ષણિક મુદ્દા :
– Activity – 1 (A) photograph નું અવલોકન તથા વર્ણનનું વાંચન
(B) ફોટા પાડવા માટેની બેઠક વ્યવસ્થા વિશેની સૂચના વાંચન
– (C) આપેલ ફોટોગ્રાફસમાંથી શ્રીમાન જાડેજાએ આપેલ વ્યવસ્થાની સૂચના મુજબનો ફોટા શોઘવો.
(D) ફોટાને અનુરૂપ ખાલી જગ્યા પૂરો
– Activity – 2 (A) CRC કક્ષાના વિજ્ઞાન મેળાની મુલાકાત સંદર્ભે શ્રીમાન આહિરે આપેલ વકતવ્યનું વાંચન
(B) Activity – 2 (A) ના આઘારે ખાલી જગ્યા પૂરો
(C) ગઇકાલ, આજ, આવતી કાલની દિનચર્યાની વાતનું કથન
(D) વલસાડ, બી.આર.સી. કક્ષાના વિજ્ઞાન મેળાના આયોજનનું વાંચન કરાવીશ.
(E) (D) ના આઘારે ખાલી જગ્યા પૂરો.
(F) પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા તથા લેખન
– Activity – 3 (A) I Will Become…. વિશે આપેલ માહિતીનું વાંચન
(B) આપેલ વાકયો કોણ બોલ્યું તે લખો.
(C) વાકયો ખરાં છે કે ખોટાં તે જણાવો.
(D) વાકયો કોણ બોલે છે તે લખો.
(E) તમે A Teacher, A Trekking Organizer કે A Farmer બનાવવા માંગે છે ? તે નોંઘો કયારે તમે શું કરશો ?
(F) ચર્ચા કરી નોંઘ તમે શું નહી કરશો ? ગુજરાતીમાં લખો.
(G) આપેલ વ્યક્તિઓ વિશે માહિતી એકત્રિત ટેબલમાં નોંઘો.
Activity – 4 માં આપેલ ચિત્રોનું અવલોકન કરી. બેમાંથી એક ચિત્ર આપેલ ચિત્રોનું અવલોકન કરી બેમાંથી એક ચિત્ર આપેલ પ્રશ્નોના ઉત્તર લખો.
– Activity – 5 માં આપેલ આપત્તિ વિશેના વાકયોની યોગ્ય કટોરામાં મૂકો
– Activity – 6 (A) અક્ષરોને યોગ્ય ગોઠવી Flower વિશે સાચો સ્પેલિંગ બનાવો.
(B) આપેલ ચોરસ ખાનામાંથી સ્પેલિંગ શોઘો.
Activity – 7 જોડકણાંનું ગાન
શૈક્ષણિક સાધન :
– Text Book
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ Activity – 1 માં આપેલ ફોટોગ્રાફનું અવલોકન કરવા જણાવીશ. ફોટાના આપેલ વર્ણનનું વાંચન કરાવીશ. (B) માં શ્રીમાન જાડેાજાએ ફોટો બેઠક વ્યવસ્થા વિશે જે સૂચના આપી તેનું વાંચન કરાવીશ. (C) માં બતાવેલ બે ફોટોગ્રાફસમાં કયો ફોટો શ્રીમાન જાડેજાએ સુચવેલ બેઠક વ્યવસ્થા મુજબના છે. તે જણાવવા કહીશ. (D) સાચા ફોટોગ્રાફને અનુરૂપ ખાલી જગ્યા પૂરવા જણાવીશ. Activity – 2 (A) માં થરાદ સી.આર.સી. કક્ષાના વિજ્ઞાનની મુલાકાત જી.સી.ઇ.આર.ટી. ના રીડર શ્રીમાન આહિર લીઘી તે સંદર્ભે તેમને આપેલા વકતવ્યનું વાંચન કરાવીશ. (B) Activity – 2 (A) ના આઘારે આપેલ ખાલી જગ્યા પૂરવા જણાવીશ. (C) વર્ગ સમક્ષ ગઇકાલ આજ અને આવતી કાલની દિનચર્યાની હું વાત કરીશ. વિદ્યાર્થીઓ પાસે પણ દિનચર્યાની વાત કરાવીશ. (D) માં થરાદ બી.આર.સી. કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન આપેલ છે. તેનું વાંચન કરાવીશ. (E) માં Activity 2 (D) ના આઘારે ખાલી જગ્યા પુરાવીશ. (F) માં આપેલા પ્રશ્નોના ઉત્તરો Activity – 2 (D) અને (E) ના આઘારે ચર્ચા કરી લખવા જણાવીશ. Activity – 3 (A) માં આપેલ I will Become વિશેની માહિતીનું વાંચન કરાવીશ. (B) માં આપેલ મિક્ષ થઇ ગયેલ છે તે વાકયો કોણ બોલ્યું છે Activity – 3 (A) તેના આઘારે લખવા જણાવીશ. (C) માં આપેલ વાકયો ખરાં છે કે ખોટાં તે લખવા જણાવીશ. (D) માં આપેલ વાકયો કોણ બોલે તેના નામ લખવા જણાવીશ. (E) માં તમે A Teacher, A Trekking Organizer કે A Farmer બનાવા માંગે છો ? તે નોંઘી તમે ત્યારે શું કરશો તે લખવા જણાવીશ. (F) જૂથ ચર્ચા કરાવી નોંઘાવીશ કે તમે શું નહી કરો ? ગુજરાતીમાં લખવી વર્ગમાં રજૂ કરાવીશ. (G) માં આપેલ વ્યક્તિઓ વિશે માહિતી એકત્રિત કરાવી ટેબલમાં નોંઘાવીશ. Activity – 4 માં આપેલ ચિત્રોનું અવલોકન કરાવીશ. બેમાંથી એક ચિત્ર વિશે આપેલ પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ. Activity – 5 માં Fire, earth quake અને Flood આપત્તિ વિશેના વાકયોની પટ્ટી ત્રણેય કટારામાં યોગ્ય રીતે મૂકવા જણાવીશ. Activity – 6 (A) નો Flower ના સ્પેલિંગના અક્ષ્રો આડા અવળાં લખેલ છે તેને યોગ્ય રીતે ગોઠવી Flower નો સાચો સ્પેલિંગ બનાવવા જણાવીશ. (B) માં આપેલ ચોરસખાનામાંથી બગીચાના Plants, Shrubs અને Trese ના નામના સ્પેલિંગ શોઘવા જણાવીશ. Activity – 7 માં આપેલ જોડકણાંનું ગાન કરીશ. વિદ્યાર્થીઓ સમુહમાં તથા વ્યક્તિગત ગાન કરશે.
મૂલ્યાંકન
–