ધોરણ : 6 વિષય : સામાજીક વિજ્ઞાન
પાઠનું નામ:
(૧૭) જીવન નિર્વાહ
અધ્યયન નિષ્પતિ :
– ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં વ્યવસાયની તક સર્જનાર વિવિઘ પાસાઓનું વર્ણન કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– આપણો દેશ : ભારત અનેક વિવિઘતા
– ગામડાનું જીવન
– ગામડામાં શ્રમકાર્ય અને જીવન
– ખેતી, પશુપાલન અને જીવનનિર્વાહ
– ગામનું શહેર સાથે જોડાણ
– અન્ય રીતે જીવન નિર્વાહ
– શહેરનું જીવન
– સામુહિક શહેરી જીવન નિર્વાહ
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– ફોટોગ્રાફસ
– ચિત્રો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને આપણા દેશભારતની અનેક વિવિઘતાઓ વિશે જણાવીશ. ગામડાના જીવન વિશે જણાવીશ. ગામડામાં શ્રમકાર્ય અને જીવન શૈલીનું વર્ણન કરીશ. ખેતી, ૫શુપાલન અને જીવનનિર્વાહ વિશે માહિતી આપીશ. ગામનું શહેર સાથે જોડાણ કેવી રીતે થાય છે ? તે જણાવીશ. ગામડાના લોકો બીજી કઇ રીતે જીવનનિર્વાહ કરે છે. તેની માહિતી આપીશ. ઉદાહરણ દ્વારા ખ્યાલ આપીશ. શહેરનું જીવન શૈલી કેવું હોય તે જણાવીશ. ઉદાહરણ દ્વારા સમજ આપીશ. સામૂહિક શહેરી જીવન નિર્વાહ કેવી રીતે થાય છે તે અંગે જણાવીશ.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.