ધોરણ : 6 વિષય : સામાજીક વિજ્ઞાન
પાઠનું નામ:
(૧ર) નકશો સમજીએ
અધ્યયન નિષ્પતિ :
– પ્રમાણમા૫, દિશાઓ તથા રૂઢ સંજ્ઞાઓનો ઉ૫યોગ કરી પોતાની આસપાસ પ્રદેશનાં નકશાઓ દોરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– નકશાની ઉ૫યોગીતા
– નકશાની સંકલ્પના
– નકશાપોથીના નકશા
– નકશાના પ્રકાર
* હેતુઓ આઘારિત નકશા :
૧. પ્રાકૃતિક નકશા
ર. સાંસ્કૃતિક નકશા
* મા૫ આઘારિત નકશા :
– નકશાના અંગો
૧. દિશા
ર. પ્રમાણમા૫
૩. રૂઢ સંજ્ઞાઓ
– ભારતનું સ્થાન
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– વિવિઘ પ્રકારના નકશા
– પૃથ્વીનો ગોળો
– રૂઢ સંજ્ઞાઓનો ચાર્ટ
– ચાર્ટસ
– ચિત્રો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને નકશાની ઉ૫યોગીતા સમજાવીશ. નકશાની સંકલ્પના સ્પષ્ટ કરીશ. નકશાપોથીમાંના નકશા વિશે જણાવીશ. નકશાના પ્રકારમાં હેતુ આઘારિત નકશા જેવા કે પ્રાકૃતિક નકશા, ભૂપૃષ્ઠના નકશા, હવામાન/ આબોહવાના નકશા, ખગોળીય નકશા વિશે જણાવીશ. સાંસ્કૃતિક નકશા જેવા કે રાજકીય નકશા, ઔઘોગિક નકશા, ઐતિહાસિક નકશા વિશે જણાવીશ. મા૫ના આઘારે નકશાના પ્રકાર જણાવી ચર્ચા કરીશ. નકશાના અંગો દિશા, પ્રમાણમા૫ અને રૂઢ સંજ્ઞાઓ વિશે જણાવી ચર્ચા કરીશ. વિવિઘ ઉદાહરણ દ્વારા સમજાવીશ. નકશામાં ભારતનું સ્થાન કયાં છે તે બતાવી માહિતી આપીશ. ચર્ચા તથા પ્રશ્નોત્તરી કરીશ.
પ્રવૃત્તિ/ પ્રોજેકટ / રમત
પ્રવૃત્તિ :
નકશાનું અવલોકન કરો.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.