ધોરણ : 6 વિષય : સામાજીક વિજ્ઞાન
પાઠનું નામ:
(૫) શાંતિની શોઘમાં : બુદ્ઘ અને મહાવીર
અધ્યયન નિષ્પતિ :
– પ્રાચિનકાળના વિવિઘ ઘર્મોના વિચારો અને મૂલ્યોનું વિશ્ર્લેષણ કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
* મહાન સુઘારકો :
– ગૌતમ બુદ્ઘ : પ્રારંભિક જીવન
– ગૃહ ત્યાગ અને સાઘના
– ગૌતમ બુદ્ઘનો ઉપદેશ
– બુદ્ઘ એક મહાન સુઘારક તરીકે
– બુદ્ઘનું નિર્વાણ
* મહાવીર સ્વામી :
– પ્રારંભિકજીવન
– ગૃહ ત્યાગ અને સાઘના
– મહાવીર સ્વામીનો ઉ૫દેશ
– મહાવીર સ્વામી એક મહાન સુઘારક તરીકે
– મહાવીર સ્વામીનું નિર્વાણ
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– સંદર્ભે સાહિત્યના પુસ્તકો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને ઇ.સ. પૂર્વેની છઠ્ઠી સદીમાં થયેલા મહાન સુઘારકો વિશે જણાવીશ ચર્ચા કરીશ. ગૌતમ બુદ્ઘના પ્રારંભિક જીવન, ગૃહ ત્યાગ અને સાઘના તથા તેમને આપેલ ઉ૫દેશ વિશે જણાવી ચર્ચા કરીશ. બુદ્ઘે એક મહાન સુઘારક તરીકે જે કાર્યો કર્યા તે જણાવી ચર્ચા કરીશ. તેમના નિર્વાણ વિશે માહિતી આપીશ. મહાવીર સ્વામીના પ્રારંભિક જીવનનો ખ્યાલ આપીશ. ગૃહત્યાગ અને સાઘના તથા તેમણે આપેલા ઉ૫દેશો વિશે જણાવીશ. મહાવીર સ્વામીએ એક મહાન સુઘારક તરીકે જે કાર્યો કર્યા તેના વિશે ખ્યાલ આપીશ. તેમના નિર્વાણ વિશે જણાવીશ. ચર્ચા તથા પ્રશ્નોત્તરી કરીશ.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.