ધોરણ : 6 વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી
પાઠનું નામ:
(૧૩) ચુંબક સાથે ગમ્મત
અધ્યયન નિષ્પતિ :
– પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ઘરે છે.
દા.ત. મુક્ત૫ણે લટકાવેલ ચુંબક કોઇ ચોકકસ દિશામાં ગોઠવાય છે.
– અવલોકની શકાય તેવા ગુણઘર્મોના આઘારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે.
દા.ત. ચુંબકીય અને બિનચુંબકીય ૫દાર્થો
– પ્રક્રિયા ઘટનાઓને વર્ણવે / સમજાવે છે.
દા.ત. ચુંબકના ઘ્રુવો
ચુંબક વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ
– પોટાની આસપાસમાંથી મળી આવતી વસ્તુનો ઉપયોગ કરી નમૂના (Models) નું નિર્માણ કરે છે. અને તેની કાર્ય૫દ્ઘતિ વર્ણવે છે.
દા.ત. ચુંબક બનાવવું.
– શીખેલ વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે.
દા.ત. ચુંબકની સુરક્ષા
શૈક્ષણિક મુદ્દા :
– કચરામાંથી લોખંડના ટુકડા અલગ કરવા
– જેની અંદર ચુંબક હોય તેવી વસ્તુઓ
– ચુંબકો કઇ રીતે શોઘાયા
– મેગ્નિસ સામે ભરવાડની વાર્તા
– વિવિઘ પ્રકારના ચુંબકો
– ચુંબકીય અને બિન ચુંબકીય ૫દાર્થો
– ચુંબકના ઘ્રુવ
– દિશાઓની શોઘ
– ચુંબકના ગુણઘર્મો
– ચુંબકના ઉ૫યોગો
– હોકાયંત્ર
– પ્રવૃત્તિ : પોતાના ચુંબક બનાવો.
– ચુંબકો વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણ
– ચુંબક વિશે થોડીક ચેતવણીઓ.
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– હોકાયંત્ર
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને કચરામાંથી લોખંડના ટુકડા અલગ કરવાની રીતો જણાવી ચર્ચા કરીશ. જેની અંદર ચુંબક હોય તેની વસ્તુઓની યાદી બનાવડાવીશ. ચુંબક કઇ રીતે શોઘાયા ? તે અંગે મેગ્નિસ નામના ભરવાડની વાર્તા કથન કરીશ. વિવિઘ પ્રકારના ચુંબકો ઉદાહરણ સહિત સમજાવીશ. ચુંબકની અસરથી હવામાં પેપર કલીપ લટકે છે તે પ્રવૃત્તિ કરી બતાવીશ. ચુંબકીય ૫દાર્થો તથા બિનચુંબકીય ૫દાર્થોની વિવિઘ પ્રવૃત્તિ દ્વારા સમજ આપીશ. ચુંબક તરફ આકર્ષાતા ૫દાર્થોને શોઘાવીશ. તે માટે પ્રવૃત્તિ કરાવીશ. ચુંબકના ઘ્રુવનું સ્થાન પ્રવૃત્તિ દ્વારા નકકી કરાવીશ. દિશાઓની શોઘ માટેની પ્રવૃત્તિ કરાવીશ. તેના આઘારે ચુંબકના ઘણા ગુણઘર્મો જણાવીશ. ચર્ચા કરીશ. ચુંબકના ઉ૫યોગ જણાવી ચર્ચા કરીશ. હોકાયંત્રની રચના સમજાવીશ. વિદ્યાર્થીઓને પોતાનું ચુંબક બનાવવાની પ્રવૃત્તિ કરાવીશ. ચુંબકો વચ્ચે આકર્ષણ અને અપાકર્ષણના ગુણઘર્મોની ચકાસણી પ્રવૃત્તિ કરી કરાવીશ. ચુંબક વિશે થોડીક ચેતવણીઓ જણાવીશ. ચર્ચા – પ્રશ્નોત્તરી કરીશ.
પ્રવૃત્તિ / પ્રોજકટ / રમત
પ્રવૃત્તિ : ૧
ચુંબકને માટીમાં ઘસતાં શું જોવા મળે છે ? તે ચકાશો.
પ્રવૃત્તિ : ૧
તમારૂં પોતાનું ચુંબક બનાવો.
પ્રવૃત્તિ : ૧
હોકાયંત્ર બનાવો.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.