ધોરણ : 6 વિષય: વિજ્ઞાન અને ટેકનોલોજી
પાઠ નું નામ:
(૮) શરીરનું હલન ચલન
અધ્યયન નિષ્પતિ :
– પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ તપાસ હાથ ઘરે છે.
– પ્રક્રિયા અને સજીવોની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરે છે, જેમ કે માનવ કંકાલ ના સાંઘા
– પોતાની આસપાસમાંથી મળી આવતી વસ્તુઓનો ઉ૫યોગ કરી પ્રતિકૃતિનું નિર્માણ કરે છે, અને તેની કાર્યપઘ્ઘતિ વર્ણવે છે. જેમ કે સાંઘના મોડેલ
શૈક્ષણિક મુદ્દા :
– શરીરનું હલન ચલન
– પ્રાણીઓના હલન ચલન
– માનવશરીર અને તેનું હલન ચલન
– સાંઘા તથા તેના પ્રકાર
– મનુષ્યનું કંકાલતંત્ર
– પ્રાણીઓનં ચાલ
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– ચાર્ટસ
– ચિત્રો
– માનવના કંકાલતંત્રનું મોડેલ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને શરીરનું હલન ચલનમાં કયા અંગો હલન ચલન કયારે કરે છે તેનો અનુભવ કરાવીશ. પ્રાણીઓ એક સ્થાને થી બીજા સ્થાને કેવી રીતે ગતિ કરે છે. તે કોષ્ટકમાં નોંઘ કરાવીશ. માનવશરીર અને તેનું હલન ચલન વિવિઘ પ્રવૃતિઓ દ્વારા સમજાવીશ. પ્રાયોગિક રીતે વિદ્યાર્થીઓને શરીરના હલન ચલન કરાવી કોષ્ટકમાં નોંઘ કરાવીશ. સાંઘા તથા તેના પ્રકારોની સમજ આપી ચર્ચા કરીશ. સાંઘા શરીરમાં કઇ રીતે ઉપયોગી છે તે જણાવીશ. મનુષ્યના કંકાલતંત્રના અસ્થિઓ જણાવીશ. તેના કાર્યો જણાવીશ. પ્રાણીઓમાં અળસિયું, સાપના કંકાલ તથા તેમની ચાલ વિશે સમજૂતિ આપીશ.
પ્રવૃતિ / પ્રોજેકટ / પ્રયોગ :
–
મૂલ્યાંકન
સ્વાઘ્યાયના પ્રશ્નના ઉત્તરોની ચર્ચા કરીશ વિદ્યાર્થીઓ ઉત્તર લખશે.