ધોરણ : 6 વિષય: संस्कृत
પાઠ નું નામ:
(6) सप्तवासरा
અધ્યયન નિષ્પતિ :
– સરળ સાદાં વાકયો સમજપૂર્વક સાંભળે છે.
– સાદાં વાકયો બોલી શકે છે.
– સાદાં વાકયોનું મૂલ્યાંકન કરે છે.
– किम, कदा, क: નો ઉ૫યોગ વાળા પ્રશ્નોના જવાબ આપે છે.
– સાદા શબ્દોનું અનુલેખન કરે છે.
– સ્વર, વ્યંજન અને જોડાક્ષરોનું અનુલેખન કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– સાત વારના નામનું શિક્ષક દ્વારા ઉચ્ચારણ
– વિદ્યાર્થીઓનું અનુકથન
– સાત વારના નામની ઓળખ કાર્ડ દ્વારા अध, श्र्व: ह्य: ની અભિનય દ્વારા સમજ
– વિદ્યાર્થીઓનું અનુકથન પ્રશ્નોતરી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– ફલેશકાર્ડ
– વાકયપટ્ટી
શિક્ષક વિદ્યાર્થીની પ્રવૃતિ :
વિદ્યાર્થીઓ સમક્ષ સાતવારના નામ બે-ત્રણ વાર બોલીશ. વિદ્યાર્થીઓ શ્રવણ કરશે. વિદ્યાર્થીઓ શુઘ્ઘ ઉચ્ચારણ સાથે અનુકથન કરશે. સાતવારના કાર્ડ બનાવી. વિદ્યાર્થીઓ પાસે કાર્ડ વંચાવીશ. વારના નામ બોલાવીશ. अध, श्र्व:, ह्य: અભિનય દ્વારા સમજાવી. अध, श्र्व:, ह्य: સાથે વિદ્યાર્થીઓ વારના નામ બોલશે. પ્રશ્નોત્તરી કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર આપશે. સાતવારના નામ લખવા જણાવીશ સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર લખશે.
મૂલ્યાંકન :
સાતવારના નામ લખવા જણાવીશ.
સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તર લખવા જણાવીશ.