ધોરણ : 6 વિષય : संस्कृत
પાઠનું નામ:
(7) सुभाषितानि
અધ્યયન નિષ્પતિ :
– સરળ પદ્ઘો (સુભાષિતોલ પહેલીકા અને ગીતો) સાંભળે અને સમજે.
– સાદા સરળ ગેય સુભાષિતો અને ગીતોનું (૫દ્યાંશો)નું લયબદ્ઘ પઠણ તથા ગાન કરે.
– સૂક્તિઓ, સુભાષિતો, વિસર્ગ, અનુસ્વાર વાળાં પદોનું વાચન કરે.
– સાદાં ૫દોનું શ્રૃતલેખન કરે.
શૈક્ષણિક મુદ્દા :
– શિક્ષક દ્વારા શુદ્ઘ ઉચ્ચારણ સાથે ૫ઠન
– વિદ્યાર્થીઓ દ્વારા મૂક૫ઠન
– સુભાષિતોનું આદર્શગાન
– વિદ્યાર્થીઓ દ્વારા સમુહગાન
– ચિત્રનું વર્ણન
– પ્રાર્થનામાં સુભાષિતોનું ગાન
– સુભાષિતોનું લેખન
– સુભાષિતોનું ભાવાર્થ
– સ્વાઘ્યાય ચર્ચા – પ્રશ્નોત્તરી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– વિદ્યાર્થીઓ સમક્ષ શુદ્ઘ ઉચ્ચારણ સાથે ૫ઠન કરીશ. વિદ્યાર્થીઓ દ્વારા મૂક૫ઠન કરાવીશ. સુભાષિતોમાં આવતા અ૫રિચિત શબ્દોની સમજ. ચિત્રો કે અભિનય અને ઉદાહરણ દ્વારા આપીશ. વિદાર્થીઓ સમક્ષ સસ્વર સુભાષિતોનું ગાન કરીશ. વિદ્યાર્થીઓ પાસે અનુગાન કરાવીશ. પાઠયપુસ્તકમાં આપેલ ચિત્રનું વર્ણન કરીશ. પ્રાર્થનામાં સુભાષિતોનું ગાન કરાવીશ. સુભાષિતોનું લેખન કરવા જણાવીશ. સુભાષિતોનો ભાવાર્થ જણાવીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચ કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તર લખશે.
મૂલ્યાંકન
– સુભાષિતો કંઠસ્થ કરવા જણાવીશ.
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.