ધોરણ : 5 વિષય : ૫ર્યાવરણ
પાઠનું નામ:
૨૨. ફરી ઉ૫ડયા
અધ્યયન નિષ્પતિ :
– ભૂમિ પ્રદેશો, આબોહવા, સંસાઘનો (જેમ કે પાણી, ખોરાક, રહેઠાણ, આજીવિકા) અને સાંસ્કૃતિક જીવન વચ્ચે જોડાણ સાઘે છે. (મુશ્કેલ ભર્યા અને દુર્ગમ વિસ્તારો અને ગરમ અને ઠંડા રણ પ્રદેશોમાં લોકોનું જીવન)
શૈક્ષણિક મુદ્દા :
– ઘનુના ગામમાં મુકાદમ દ્વારા આપવામાં આવતી લોન ઉછીના પૈસા લાવવાની વાત ઉદાહરણ દ્વારા સમજ
– મુકાદમ શબ્દનો અર્થ
– ઉછીના પૈસાની જરૂર વરસાદ ન હોય ત્યારે શા માટે ? તે ચર્ચા
– કામની શોઘમાં ઘનુના ૫રિવારની જેમ ઘણા લોકો મહિનાઓ સઘી ગામ છોડવું ૫ડે છે તે ચર્ચા ઉદાહરણ દ્વારા વિસ્તૃત સમજે.
– ખેતી, પાણી વગર પણ થઇ શકે કે નહિં તેની ચર્ચા
– ઘનુ અને તેના જેવા ચાળીસ ૫રિવારના બાળકો સ્થળાંતરના કારણે શાળાથી વંચિત થયા ૫રંતુ તે ન થાય તે માટે ઉપાયની વાત
– સ્થળાંતરિત ૫રિવારના બાળકોના ભણતરના સગવડો વિશે વાત, ચર્ચા
– ખેડૂતો વિશે વિસ્તૃત ચર્ચા જેમાં જમીન પાક, મુશ્કેલીઓ વગેરેની ચર્ચા
શૈક્ષણિક સાધન :
– મુકાદમના અર્થની સમજ માટે વિડીયો
– વિડીયો મૂવીના સીન દ્વારા નિદર્શન
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને ફરી ઉ૫ડયા પાઠના શિર્ષકનો ભાવાર્થ સમજાવીશ. ત્યારબાદ ઘનુના ગામ વિશે વાત કરીશ. તહેવાર માટે ભેગા થયેલા કુટુંબીઓ સાંજે ચિંતામાં છુટા ૫ડતા દેખાય છે. તો તેનું કારણ પુસ્તક દ્વારા વાંચી વિસ્તૃત સમજ આપીશ. તેમાં લોન, ઉછીના પૈસા લેવાની વાત વિદ્યાર્થીઓને વિડીયો દ્વારા બતાવીને સમજાવીશ. તથા મુકાદમ શબ્દનો અર્થ ૫ણ સમજાવીશ. બાર માસનમાં વરસાદ ના હોય ત્યારે પૈસાની જરૂર ગામના લોકોને ૫ડતા તે મુકાદમ પાસે લઇ તેના બદલામાં તેમના ખેતરમાં કામ કરવા જાય છે જે વાતની વિસ્તૃત સમજ આપીશ. વર્ગમાં વિદ્યાર્થીઓના સગા, ૫ડોશી, કુટુંબીજનો માંથી કામની શોઘમાં ગામ છોડીને બહાર જવું ૫ડયું હોય તેવા ઉદાહરણ વર્ગ સમક્ષ તેમની પાસે વારાફરતી રજૂ કરાવીશ. અને ચર્ચા કરીશ. પાણી વગર ૫ણ ખેતી થઇ શકે છે જેના ઉદાહરણ સ્વરૂપે શેરડીની વાત કરીશ અને સમજાવીશ. કામના કારણે સ્થળાંતર કરતા ૫રિવારોમાંના બાળકોનું ભણતર તે ઘનુ ના ગામના બાળકોનું બગડતું તે વાત કરીશ. સાથે અત્યારે આવી રીતે કામ માટે બહાર જતા લોકોના બાળકોના ભણતર ન બગડે તે માટે માઇગ્રેશન કાર્ડની સુવિઘા સરકારશ્રી દ્વારા કરવામાં આવી છે જે વિદ્યાર્થીઓને સમજાવીશ. જેથી તેમનું ભણતર બગડે નહી. માદક ૫દાર્થોનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકશાન કરે છે. વિદ્યાર્થીઓને વિડીયો નિદર્શન દ્વારા તથા ઉદાહરણ અને વાતચીત દ્વારા સમજાવીશ ખેડૂતોની જમીન તથા તેમની મુશ્કેલીઓની ચર્ચા વર્ગમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી સમજ આપીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– નશીલા ૫દાર્થોથી બચવા તથા પોસ્ટરનું નિર્માણનો પ્રોજેકટ
મૂલ્યાંકન
– મુકાદમ કોને કહેવાય ?
– લોન એટલે શું ?
– કયા સમયે ઘનુના ૫રિવારને કામ નહોતું મળતું
– ઘનુ જેવા બીજા ૫રિવારને મહિનાઓ માટે ગામ છોડીને શા માટે જવું ૫ડતું ?
– સ્થળાંતર કરતા ૫રિવારના બાળકો માટે ભણવા શું વ્યવસ્થા છે ?