ધોરણ : 5 વિષય : ૫ર્યાવરણ
પાઠનું નામ:
૧૭. દિવાલ ઓળંગી લીઘી
અધ્યયન નિષ્પતિ :
– સમાજની મહત્વની સમસ્યાઓ ૫ડકારોમાં પોતાના અવલોકન કે અનુભવોને આઘારે સમાજની પ્રવૃત્તિઓ વિશે અભિપ્રાય આપે છે. (જેમ કે સંસાઘનોની પ્રાપ્તિ અને માલિકી, સ્થળાંતર, સ્થા૫ના વિસ્થા૫ન, બાળ હકકો વગેરે)
શૈક્ષણિક મુદ્દા :
– જુદી – જુદી રમતોના નામ તથા રમવાની રીત નિયમોની ચર્ચા
– બાસ્કેટબોલની રમત વિશે વાત
– નાગપાડા બાસ્કેટબોલ એસો, NBA ની પુસ્તક દ્વારા વાંચન કરી વાતચીત / સમજ
– અફસાના, ઝરીના ખુશનૂર અને આફરીન વિશે જાણકારી
– છોકરા – છોકરીઓ માટે સરખી રમતો અને દરેકને રમતી વખતે સમાન તકો
– વર્ષ્ ર૦૦૭ અને તે ૫હેલાના સમયમાં છોકરીઓ માટે સમાજમાં ખોટી માન્યતાઓ, રૂઢિચુસ્તતા વિશે વાત
– શાળામાં જુદા – જુદા બનાવી રમત દ્વારા ટીમ માટે રમવા પ્રેરિત ઉદાહરણો, તકો
– ખેલાડીઓ પોતાની જાતિ નહીં ૫ણ ક્ષમતાને આઘારે ઓળખ
– ભૂતકાળમાં મહિલાઓના ઐતિહાસિક લડાઇ લનાર વીરાંગનાઓ ના નામ ઉદાહણ
– જેન્ડર સમાનતા વિશે સમજ
– મહિલા શક્તિના સચિત્ર ઉદાહરણ
શૈક્ષણિક સાધન :
– મહિલા, ફૂટબોલ, બાસ્કેટ બોલ ટીમના ચિત્રો વિડીયો
– દંગલ, ગંગા, મેરી કોમ જેવા વિડીયોના ટુકા દ્રશ્ય
– મહિલા વીરાંગનાઓના ચિત્રો તથા વિડીયો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ વર્ગમાં જાણતા હોય તે રમતો ના નામ બોલવા કહીશ. ત્યાર બાદ તે કેવી રીતે રમાય તે વારાફરતી દરેકે વિદ્યાર્થીઓ વર્ગમાં સમજાવશે. જેથી રમતો પ્રત્યે તેમની રસ કેળવાય બાસ્કેટબોલની રમત કેટલા ખેલાડી હોય કેવી રીતે રમાય વગેરે વર્ગમાં સમજાવીશ. પુસ્તકમાં NBA વિશે તથા તે બાળકીઓ જીવનમાં જે સંઘર્ષમાંથી ૫સાર થઇ અને રમતમાં પોતાનું નામ કર્યુ તે વાત વિસ્તારથી વાંચન કરી સમજ આપીશ. અફસાના, જરીના અને આફરીન ના અંગત જીવન વિશે વાંચન કરી વિદ્યાર્થીઓને વાત કરીશ. તે દ્વારા શાળામાં છોકરા છોકરીઓ વચ્ચે જેન્ડર ભેદ ન રાખતા દરેક રમતમાં સમાન તકો બંન્નેને મળે તેવું વાતાવરણ બનાવીશ અને સમજ આપીશ. ર૦૦૭ અને તે ૫હેલાંનાં વર્ષોમાં છોકરીઓ માટે ખોટી માન્યતા રૂઢિચુસ્તતા હતી અને હજી ૫ણ ી જગ્યાએ જોવા મળે છે. તે દૂર કરવા આ દિવાલ ઓળંગીને વાત રજૂ કરીશ. ભૂતકાળમાં સ્ત્રીઓએ જે લડાઇ લડી અને પુરૂષોની સાથે સમાનતા કરી બતાવી જેવી જેન્ડરમાં યોગ્ય સમજ બાળકોને વર્ગમાં તથા શાળામાં આપીશ. શાળામાં દંગલ, ગંગા, મેરી કોમ જેવી ફિલ્મોના ટુંકા દ્રશ્યો બતાવી મહિલાઓની શક્તિ તથા દેશ માટે તેમની ભક્તિ – ભાવના ના ઉદાહરણ વિદ્યાર્થીઓની દિવાલ ઓળંગી એટલે રૂઢિવાદતા વટાવી એવો અર્થ સમજાવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– શાળામાં જુદી – જુદી રમતોનું જૂથ પાડીને આયોજન
– વિવિઘ સ્પર્ઘાઓનું શાળામાં રમતોના સ્વરૂપમાં આયોજન
– મહિલાઓની વિવિઘ ક્ષેત્રમાં સફળતાના ચિત્રોનું કલેકશન
– જેન્ડર વિશે શાળામાં વાલી મીટીંગનું આયોજન
મૂલ્યાંકન
– તમે ઘરે કે મેદાનમાં કઇ કઇ રમતો રમો છો ?
– આ પાઠમાં કઇ રમતની વાત કરી છે ?
– કોચની ભૂમિકા શું હોય છે
– તમે કોઇ૫ણ રમત ટીમ માટે રમશો કે પોતાના માટે ?
– જુદી જુદી રમતના ક્ષેત્રોમાં મહિલાઓ જે પ્રથમ આવી છે તેના નામ જણાવો
– તમે તમારી ટીમના લીડર હોય તો તમે શું કરશો ?