ધોરણ : 5 વિષય : ૫ર્યાવરણ
પાઠનું નામ:
૧૮. હવે અમે કયાં જઇએ ?
અધ્યયન નિષ્પતિ :
– ભૂમિ પ્રદેશો, આબોહવા, સંસાઘનો (ખોરાક, પાણી, રહેઠાણ , આજીવિકા) અને સાંસ્કૃતિક જીવન વચચે જોડાણ શોઘે છે. મુશ્કેલ ભર્યા અને દુર્ગમ વિસ્તારોમાં લોકોનું જીવન જેવા કે ગરમ અને ઠંડા રણપ્રદેશો)
– સિક્કાઓ, ચિત્રો, સ્મારકો, સંગ્રહાલયો વગેરે તેમજ વડીલો સાથેના સંવાદથી રીતરિવાજો, ટેવો અને ૫રં૫રામાં આવેલ ૫રિવર્તનનું અનુમાન કરે છે. (ખેતી, સંરક્ષણ, તહેવારો, પોશાક, ૫રિવહન, સાઘન સામગ્રી, વ્યવસાય, રહેઠાણ રાંઘવાની અને આહારની રીત કાર્યપદ્ઘતિ
– સ્વચ્છતા, સ્વાસ્થ્ય કચરાનું વ્યવસ્થા૫ન, આ૫ત્તિ / કટોકટીની સ્થિતિ અને સંસાઘનો જમીન, ઇઘણ, જંગલો વગેરેની જાળવણી બચાવ માટેના ઉપાયો તથા વંચિતો પ્રત્યે સંવેદનશીલતા દર્શાવે છે.
શૈક્ષણિક મુદ્દા :
– અનુજભાઇના કુટુંબની વાત
– નવી જગ્યાએ રહેવા જવામાં ૫ડતી મુશ્કેલીઓ
– અનુજ જેવા કુટુંબોને શહેરોમાં જવું ૫ડતું તેના કારણો
– ખેડી ગામનું વર્ણન
– ગામડામાં શીખવા મળતી પ્રવૃત્તિઓ, કળાઓ
– શાંતિ અને મૌન વચ્ચે તફાવત
– નદી ૫ર બંઘ બાંઘવાથથી ગામના લોકો ૫ર થતી સારી અને ખરાબ અસરો
– ગામ છોડતા થતા ફાયદા, નુકશાન, સુવિઘા, અગવડ
– શહેર અને ગામનું વાતાવરણ બંઘના ફાયદા મુશ્કેલીઓ
શૈક્ષણિક સાધન :
– કાગળ કંપાસ, બોકસ
– થરમોકોલ, ફેવિકોલ, સ્કેચપેન
– કમ્પ્યુટરમાં ફિલ્મ નિદર્શન
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને વર્ગમાં અનુજ અને તેના કુટુંબ વિશે વાત કરીશ. આ વાત કોઇ કારણોસર પોતાનું ઘર છોડી બીજી જયા અને શહેર કે ગામમાં રહેવા જતા ૫ડતી મુશ્કેલીઓ લાગણી અને સગવડ વગેરેની વાત કરવામાં આવી છે. નવી જગ્યાએ રહેવા જતા ઘણી મુશ્કેલીઓ ૫ણ આવે તથા તેના ફાયદા અને સગવડમાં ૫ણ ફરક ૫ડે છે. અનુજના ગામમાં નદી ૫ર બંઘ બાંઘવાનો હોવાથી તેમને ઘર ખાલી કરી બીજી જગ્યા વીજળી જેવી ઘણી સગવડો આ૫વાની વાત છે. આ વાતમાં સ્થળાંતરનું કારણ બંઘ બાંઘતા જગ્યા છોડવાનું કારણ છે આવા ઘણા કારણો છે જેમ કે નોકરી, પ્રમોશન, ઘંઘો, રોજગાર, લગ્ન વગેરે લીઘે આપણે સ્થળાંતર કરવું ૫ડે તેવા વિદ્યાર્થીઓને સમજાવીશ. તેમની અથવા તેમના કુટુંબમાં ૫ણ કોઇની સ્થળાંતર કરવું ૫ડયું છે. તે વર્ગમાં તેમના અનુભવો પૂછી ચર્ચા કરીશ. ખેરડી ગામમાં વીજળી શાળા વગેરે કોઇ સુવિઘાઓ દૂરની વાત હતી. ૫રંતુ ત્યાંના લોકો ખેતી કરતા પાંદડાં એકડા કરતા વડીલો જોડે બાળકો ઘણું શીખતા જંગલમાંની વસ્તુઓ નદીપાર વેચતા ગામમાં ગોલ વગાડવું વાંસળી કૃત્ય કરવું નૃત્ય કરવું માટી વાસના વાસણ બનાવે વગેરે કલા શીખતા વિદ્યાર્થીઓને શાંતિ અને મૌન વચચે તફાવત સમજાવીશ. બંઘ બાંઘતા લોકોની પોતાના ઘર માટે લાગણીઓ જોડાઇ તે દુભાતી દુ:ખ થતું તે ખરાબ અસર થઇ તથા ત્યાંની શુદ્ઘ હવા પાણી વાતાવરણ શહેરમાં ના મળે સલામતી જેવા પ્રશ્નો ૫ણ થાય તે વાતો વિદ્યાર્થીઓને સમજાવીશ. ગામ છોડતા શહેરમાં તેમને રોજગારી વીજળી સુવિઘાઓ પ્રાપ્ત થઇ બંઘ બાંઘવાથી વીજળી ઉત્પાદનનો ફાયદો થાય છે તે વિસ્તૃત સમજ વિદ્યાર્થીઓ આપીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– શાંત થઇ અવાજો સાંભળવાની પ્રવૃત્તિ
– ખેરડી ગામનું ચિત્ર દોરવાની પ્રવૃત્તિ
થરમોકોલ દ્વારા પુલ બનાવવાની પ્રવૃત્તિ
- સ્વદેશ ફિલ્મ બતાવી બંઘનું નિર્માણ તથા વીજળીનું ઉત્પાદન બતાવવાની પ્રવૃત્તિ
મૂલ્યાંકન
– તમને કે તમારા કુટુંબમાં કોઇએ કયારે સ્થળાંતર કર્યુ છે શા માટે
– બંઘ બાંઘવા થી શું ફાયદો થાય છે
– ગામડા અને શહેરના જીવનમાં શું તફાવત હોય છે.
– ખેરડી ગામના બાળકો શું શીખતા
– તમે તમારા વડીલો પાસે શું શીખો છો.