ધોરણ : 5 વિષય : પર્યાવરણ
પાઠનું નામ:
૮. મચ્છર : રોગો અને સારવાર
અધ્યયન નિષ્પતિ :
– સ્વચ્છતા, સ્વાસ્થ્ય, કચરા નું વ્યવસ્થાપન, આપતી / કટોકટી ની સ્થિતિ અને સંસાધનો ( જમીન, ઈંધણ, જંગલ વગેરે) ની જાળવણી બચાવ માટે ના ઉપાયો તથા વાંચીતો પ્રત્યે સંવેદનશીલતા દર્શાવે છે.
શૈક્ષણિક મુદ્દા :
– મલેરિયાના તાવ વિષે વાત
– મલેરિયા ના લક્ષણો
– મલેરિયા શાના થી થાય
– માઇક્રોસ્કોપનો ઉપયોગ
– ડોક્ટરનો રિપોર્ટ માંથી માહિતી
– પાંડુરોગ
– લોહતત્વ
– દિલ્હી ની શાળાની વાત
– મચ્છરથી ફેલાતા બીજા રોગ
– તેનાથી સાવચેતી રાખવાના તથા બચવાના ઉપાયો
– જાણ જાગૃતિ માટે મચ્છર જાની રોગોતથ્ય તેનાથી બચાવ માટેના પોસ્ટર બનાવવા
– રોનાલ્ડ રેસ ની વાત
– વૈજ્ઞાનિક અભિગમ જાગૃત કરવા બીજા વૈજ્ઞાનિકોની વાત
– શોધો ની રસપ્રદ વાત
શૈક્ષણિક સાધન :
– મોબાઈલ
– સમાચાર પત્ર
– લેખ
– બિલોરી કચ
– મોત જાડા કાગળ
– સ્કેચ પેન, માર્કર
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
પાઠ્ય પુસ્તક માં શાળામાં ભણતા વિપુલ હરપ્રીત, નિશા, આરતી ની વાત વિદ્યાર્થીઓને કહીશ. વિપુલ ને મલેરિયા થયો, લોહી લઈ તપાસ કરવી, ઇન્જેકશન આપ્યું વગેરે વાત કરીશ. મલેરિયા તો મચ્છર કારડવાથી જ થાય છે. વિદ્યાર્થીઓને ડૉક્ટર પાસે તપાસ માટે ઉપયોગ કરતું માઈક્રોસ્કોપ નું ચિત્ર બતાવીશ. તેનાથી અતિ સૂક્ષ્મ જંતુઓ પણ જોઈ શકાય છેતે સમજાવીશ. ત્યાર બાદ કઈ ઋતુ માં મચ્છર વધારે હોય મચ્છર થી તમારા શરીર ને કેવી રીતે બચાવવું વગેરે વિદ્યાર્થીઓને પ્રશ્નો કરી જવાબ મેળવીશ. પહેલાના સમયમાં વૃક્ષ ની સુકાયેલી છાલ નો પાવડર મલેરિયાની દવા તરીકે ઉપયોગ માં લેવાતો હતો આજે તેમાંથી ગોળીયો બનાવવામાં આવે આમ ઔષધિયો વનસ્પતિ વિષે પણ વિદ્યાર્થીઓને માહિતી આપીશ. ત્યારબાદ પાંડુરોગની વાત આરતી, વિપુલ વચ્ચે થાય છે તે વિદ્યાર્થીઓ ને કરીશ. પાંડુરોગના લક્ષણો શરીર માં લોહી ઓછું થઈ જાય, લોહતત્વ વધારવા ડૉક્ટર લીલા શાકભાજી ગોળ, આમળા, બીટ વગેરે ખાવા ની સલાહ આપે છે તે વાત કરીશ. તેના થી લોહ તત્વ શરીર મા વધે છે.
– દિલ્હી ની શાળા માં ભણતા હજારો બાળકો ને ૨૦૦૭ ma પાંડુરોગ જોવા મળ્યો હતો તે વાત કરીશ. સરકાર શ્રી દ્વારા શાળા ઑ માં બાળકોની મફત આરોગ્ય તપાસ કરવામાં આવે છે. તે વિદ્યાર્થીઓ ને સમજાવીશ. બાળકો ને ડૉક્ટર નો રિપોર્ટ બતાવી સમજાવીશ. વિદ્યાર્થીઓને પોતાના ઘર માં બ્લડ ગ્રુપ કર્યું છે તે જાણવા કહીશ. શાળા માં તથા ઘરે વિદ્યાર્થીઓ ને મચ્છર થી રાખવાની સાવધાની અને તેના બચવાના ઉપાયો વિષે સમજાવીશ. મચ્છર ના પ્રકારો નાના – મોટા, નર – માદા વગેરે હોય છે તથા માખીઓ દ્વારા પણ અનેક પ્રકારની બીમારી ઑ ફેલાય છે તે વિદ્યાર્થીઓને સમજાવીશ. શાળા તથા પોતાના ઘર મહોલ્લાની આસપાસ ટાંકી, કુલર, જૂના ટાયર, કુંડ, ઘડાઓ તથા બીજી બધી જગ્યાએ જ્યાંથી પાણી નીકળે છે. જય પાણી ભરાયેલું હોય ત્યાં મચ્છર રહે તે સમજ આપીશ. મચ્છર દ્વારા મલેરિયા અને ડેન્ગ્યુ, ચિકનગુનિયા વગેરે બિમારીઓનો ફેલાવો થાય છે તેની ગંભીરતા વિદ્યાર્થીઓ ને સમજાવીશ. શાળા માં વિદ્યાર્થીઓને જુથ સર્વેક્ષણ કરાવીશ. જેનાથી વિદ્યાર્થીઓ જાતે જાણી શકે કે તેમની આસ પાસ કયા મચ્છરો સહન કારણે વધી રહ્યા છે બાળકો માં વૈજ્ઞાનિક અભિગમ રસ વધારવા રોનાલ્ડ રોસ ની વાત કરીશ તથા આવા બીજા વૈજ્ઞાનિકના પ્રયોગ ની વાત રસ જગાડવા કરીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– શાળામાં બાળકો દ્વારા મચ્છર થી બીમારી નું નાટક
– જાણ જાગૃતિ માટે મચ્છરથી ફેલાતા રોગો અને તેનાથી બચાવ માટે ના ઉપયોના પોસ્ટર બનાવવાની પ્રવૃતિ
– વૈજ્ઞાનિકો ની માહિતીની શોધનો પ્રોજેક્ટ ફાઇલ
મૂલ્યાંકન
– જો કોઈને મલેરિયા હોય તો ગમે કેવી રીતે શોધશો ?
– મચ્છરો દ્વારા કઈ કઈ બીમારી ફેલાય છે ?
– મચ્છરો કયા કયા જોવા મળે છે ?
– હિમોગ્લોબિન એટલે શું ?
– પાંડુરોગ થી શું થાય છે ?
– તમારા ઘર કે શાળા અને પાડોશ માં મચ્છર ન થાય તે માટે તમે શું કરી શકો ?