ધોરણ : 5 વિષય : પર્યાવરણ
પાઠનું નામ:
૨. સા૫ અને મદારી
અધ્યયન નિષ્પતિ :
– પ્રાણીઓ અને મનુષ્યના ૫રસ્પરાવલંબનના સબંઘો વર્ણવે છે.
– પ્રાણીઓના રક્ષણને લઇને નિયમો કાયદાની જાણકારી મેળવે છે.
– વિવિઘ વાજિંત્રોના નામ તથા તેના ઉ૫યોગ જાણે છે વાજિંત્રો ઓળખે છે.
શૈક્ષણિક મુદ્દા :
– સા૫ અને મદારીની વાર્તા
– મનોરંજનના સાઘનોની સમજ
– સા૫ના ઝેરી દાંત, નળી કાઢવાની રીત
– સા૫ના વિવિઘ પ્રકારો
– પાલતું પ્રાણી, ૫ક્ષીઓના અવાજ
– સાપની પુતડી બનાવવી.
– પ્રાણીઓના ચિત્ર ૫રથી કોયડો
શૈક્ષણિક સાધન :
– મોબાઇલ
– ૫ક્ષીઓનો ચાર્ટ
– મોજાં, ચાંદલા, બટન
– કાગળ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને આર્ય નાથની વાર્તા કહી પાઠયપુસ્તકમાં આપેલ ભાતને નાગગુંફન કહેવાય તે સમજાવીશ. આ નાગ જેવા આકારોમાં હોવાથી નાગગુફન કહેવાય તે સમજાવીશ. આવી ભાત ભરતગુ્થણ દિવાલ શણગાર, રંગોળીમાં વ૫રાય છે. તે બતાવીશ. વિદ્યાર્થીઓને વાર્તા દ્વારા મદારીના વ્યવસાયની વાત કરીશ. તે સમયમાં સા કરડે તો ર્ડાકટર, હોસ્પિટલ ખૂબ દૂર હતા માટે ખેલ બતાવવાની સાથે સા૫નું ઝેર ઉતારવા ઔષઘિ ૫ણ રાખતાં જે સા૫ના ઝેરમાંથી જ બનતી તે વાત કરીશ. ત્યાર બાદ બીન જેવા બીજા વિવિઘ વાજિંત્રોના સચિત્રપોથી બનાવડાવી જેથી સંગીતના સાઘનો બાળકો ઓળખી શકે તે સમયમાં મનોરંજન માટે ટી.વી. થિયેટર, મોબાઇલ જેવા સાઘનો બાળકો ઓળખી શકે તે સમયમાં મનોરંજન માટે ટી.વી. થિયેટર, મોબાઇલ જેવા સાઘનન હોવાથી ભવાઇ, નાટક, રામલીલા તથા સાપના ખેલ જેવું મનોરંજન લોકો માણતા તે વાત કરી સમજાવીશ. સા૫ના વિવિઘ પ્રકારો જેવા કે ઝેરી તથા બિન ઝેરી અને તેમના નામ, રંગરૂપ ઓળખ વગેરે વિદ્યાર્થીઓની માહિતી આપી ઝેરી સાપ કરડે તો તેને ઔષઘી દ્વારા જીવ બચાવી શકાય તે વાત કરી તથા સપના ઝેરી દાંત કાઢવાની રીત વિદ્યાર્થીઓને કહીશ તથા મોબાઇલમાં તે વિડીયો ફોટોગ્રાફસ દ્વારા વઘુ સમજ આપી બાળકોને પાલતું પ્રાણીઓ તથા ૫ક્ષીઓ વિશે વાત કરી વર્ગમાં ચર્ચા કરીશ. આપણા દેશમાં ઘણા સા૫ જોવા મળે તેમાં ચાર પ્રકારના ઝેરી હોય છે જેના ચિત્રો બતાવી સમજ આપીશ. સા૫ ખેડૂતોનો મિત્ર કહેવાય તે સમજાવીશ. મદારીની જેમ ઘણા લોકો પોતાનું ગુજરાન પ્રાણીઓ દ્વારા ચલાવે તેમના નામની યાદી બનાવી વર્ગમાં વિદ્યાર્થીઓ પાસે તે બોલાવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– વિવિઘ વાજિંત્રોની પોથી બનાવવાનું
– પ્રોજેકટ કાર્ય મોજા, બટન, ચાંદલાથી
– સા૫ની ૫પેટ બનાવવાની રીત પ્રોજેકટ કાર્ય
– કાગળકામ પ્રવૃત્તિ
મૂલ્યાંકન
– સા૫ વિશે વાકય લખો.
– વિવિઘ વાજિંત્રોના નામ લખો.
– ચિત્રમાંના વાજિંત્રો શામાંથી બન્યા છે ?
– સાપ ખેડૂતનો મિત્ર સાથી કહેવાય ?
– સ્વાઘ્યાયના પ્રશ્નોના જવાબ લખો.