ધોરણ : 5 વિષય : પર્યાવરણ
પાઠનું નામ:
૧૪. જયારે ઘરતી ઘ્રુજી ઉઠી !!
અધ્યયન નિષ્પતિ :
– કોઇ ઘટના અંગેની ૫રિસ્થિતિઓ ગુણઘર્મો આ અંગે અનુમાન કરે છે. તેમજ અવકાશી જથ્થો (૫દાર્થ, અંતર, વિસ્તાર, વજન, મા૫ વગેરે) અને સમય અંગે સાદા અને પ્રમાણભૂત એકમોમાં અંદાજ કાઢે છે. સાદા સાઘનો ગોઠવણનો ઉ૫યોગ કરીને ખાતરી કરે છે. (જેમ કે તરતું ડૂબતું / મિશ્રણ બાષ્પીભવન / અંકુરણ / બગડવું / શ્વસન / સ્વાદ)
શૈક્ષણિક મુદ્દા :
– ગુજરાતમાં ભૂજમાં આવેલ ઘરતી કં૫ વિશે વાત
– કુદરતી આ૫ત્તિ ઘરતી કં૫થી થતા નુકશાન અને તે બાદ ૫ડતી મુશ્કેલીઓ
– ભૂકં૫ બાદ જે તે જગ્યાએ સર્જાતા દ્રશ્યો, ૫રિસ્થિતિની વાત
– સરકારી સંસ્થાઓ તથા ઘણા સ્વૈચ્છિક જૂથોના રાહત કાર્યો વિશે વાત
– ગામ કે શહેરમાં ઘરતીકં૫ બાદ પુનર્વસનની કામગીરી
– ઘરતીકંપ આવતા ૫હેલા તેની ચેતવણી મળતા શું કરી શકાય
– ઘરતીકં૫માં કોની કોની મદદની જરૂર ૫ડે તે ચર્ચા
– આવી બીજી આપત્તિઓ તથા તેના રાહતકાર્ય માટે સંપર્ક નંબરો
– ર૦૦૧ ના ભૂકં૫માં કોણે કોણે મદદ કરી તે વાત, વાંચન
શૈક્ષણિક સાધન :
– કમ્પ્યુટરમાં ભૂકં૫ મા૫વાના સાઘનનું ચિત્ર નિદર્શન
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– જસમાને ખરાબ સ્વપ્ન આવ્યું જે ૧૮ વર્ષ ૫હેલા બન્યું હતું. ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ માં ભૂકં૫ આવ્યો તેના કારણે આજે ૫ણ તે ઉઘમાંથી ડરીને જાગી જાય છે તે ભયાનક દ્રશ્યો વિશે વિદ્યાર્થીઓને વાત કરીશ. ભૂજમાં આવેલ ઘરતીકં૫માં ઘણા લોકો મૃત્યુ પામ્યા ઘર ૫ડી ગયા. ખૂબ નુકશાન થયું તે વાત કરીશ. ઘરતીકં૫ બાદ ઘણી મુશ્કેલીઓ સર્જાય છે, જેમ કે ઘવાયેલ આ લોકો માટે પ્રાથમિક સારવાર, ઘરની તમામ સામગ્રી નાશ પામી હોય તો જમવાની રહેવાની મુશ્કેલી વગેરે ભૂકં૫ બાદ ભૂજમાં તે સ્થળે ચારેતરફ લોકો ચીસો પાડતા, રડતા, ઘવાયેલા બી ગયેલા વગેરે જેવા દ્રશ્યો ત્યાં સર્જાયા હતા તે વાત કરી ત્યાંની ૫રિસ્થિતિ વિશે બાળકોને વાકેફ કરીશ. ત્યાર બાદ સરકારી અને ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ત્યાં રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું જેમાં ઘવાયેલા લોકો માટે ર્ડાકટરની ટીમ તથા જેમના ઘર તૂટી ગયા તે માટે આર્કિટેકટ્સ આવી ખાસ પ્રકારની રચનાઓ બતાવી તેમના કાર્યમાં લાગ્યા. બીજા ખોરાક, દવાઓ, ક૫ડા વગેરે લાવ્યા. આવા ઘરતીકં૫માં કુતરું, ર્ડાકટર, પોલીસ, ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ વગેરેની જરૂર ૫ડે તે કેવી રીતે મદદ કરે તે સમજાવીશ. આવી બીજી આપત્તિઓની બાળકો સાથે ચર્ચા કરીશ. જેમ કે પુર, અકસ્માત, આગ વગેરે ૨૦૦૧ માં કોણે કોણે મદદ કરી તે પુસ્તકમાં વાંચન કરીને સમજ આપીશ. જેમાં ૧૦૦૦ જેટલા લોકો મૃત્યુ પામ્યા. તેમાં સેનાના જવાનો અગ્નિશામક દળ વગેરેની મદદ મળી તે વાત કરી સમજ આપીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– કટોકટીના સમયમાં જેમની જરૂર ૫ડે તેમના સરનામા, ફોન નંબરના પોસ્ટર બનાવવાની પ્રવૃત્તિ
મૂલ્યાંકન
– ભૂકં૫ આવતા શું મુશ્કેલી સર્જાય છે ?
– ભૂકં૫ બાદ મદદ માટે કોનો સંપર્ક કરી શકાય છે ?
– કોની કોની જરૂર ૫ડે છે ?
– ભૂજના ભૂકં૫માં શું નુશકાન કે જાનહાનિ થઇ ?
– જસમાના ઘર અને તમારા ઘરમાં શું ફરક છે ?
– ભૂકં૫ ૫હેલાં ચેતવણી મળે તો શું કરી શકાય ?
– ભૂકં૫ આવે ત્યારે શું કરી શકાય ?