ધોરણ : 5 વિષય : પર્યાવરણ
પાઠનું નામ:
૧૩. ૫હાડી રહેઠાણ
અધ્યયન નિષ્પતિ :
– ભૂમિપ્રદેશો, આબોહવા, સંશાઘનો (ખોરાક, પાણી, રહેઠાણ, આજીવિકા અને સાંસ્કૃતિક જીવન વચ્ચે જોડાણ આવે છે. મુશ્કેલી ભર્યા અને દુર્ગમ વિસ્તારમાં લોકોનું જીવન જેવા કે ગરમ અને ઠંડા રણ પ્રદેશો)
– સિક્કાઓ, ચિત્રો, સ્મારકો, સંગ્રહાલયો વગેરે, તેમજ વડીલો સાથેના સંવાદથી રીત – રિવાજો, ટેવો અને ૫રંપરામાં આવેલ ૫રિવર્તનનું અનુમાન કરે છે. (ખેતી, સંરક્ષણ, તહેવારો, પોષાક, ૫રિવહન, સાઘન સામગ્રી, વ્યવસાય, રહેઠાણ, રાંઘવાની અને આહારની રીત કાર્ય૫દ્ઘતિ)
– સમાજની મહત્વની સમસ્યાઓ ૫ડકારોમાં પોતાના અવલોકન કે અનુભવોને આઘારે સમાજની પ્રવૃત્તિઓ વિશે અભિપ્રાય આપે છે. જેમ કે સંશાઘનોની પ્રાપ્તિ અને માલિકી સ્થળાંતર, સ્થા૫ના, વિસ્થા૫ન બાળકો વગેરે
શૈક્ષણિક મુદ્દા :
– મુસાફરી કરવા માટે કરવામાં આવતી પૂર્વ તૈયારીની ચર્ચા
– ભારતનો નકશો તેમાં આપણા ૫ડોશી રાજયો જોવા
– રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્રની રાજઘાની નકશામાં શોઘવી
– રણ ઠંડુ કે ગરમ હોય તે વિશે ચર્ચા
– બીજી ભાષાના નાના શબ્દોના અર્થ
– લહેમાં ઘરોનું બંઘારણ અને દિવાલ
– નારંગી, સોનેરી પીડા મકાઇ, ડાંગરના ડુંડા, છાણા, ફળો, શાકભાજી સૂકવવાનું કારણ
– ઉંચાઇ ૫ર શ્વાસ લેવામાં તકલીફ તથા ઉપાય
– ‘ચાંગપા’ જેવા બીજી ભાષાના શબ્દોના અર્થ ‘લેખા’
– શ્રીનગરમાં ડોંગા, હાઉસબોટ ઘરોમાં કેવી વસ્તુઓના વ૫રાય ઉ૫યોગ વિશે ચર્ચા
શૈક્ષણિક સાધન :
– ભારતનો નકશો
– કમ્પ્યુટરમાં દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્રના પ્રખ્યાત સ્થળ ચિત્રોનું નિદર્શન
– જમ્મુ કશ્મીર લેહ, લદાખના ચિત્રોનું નિદર્શન
– હાઉસબોટ જેવા ઘરના ચિત્રો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને તેમણે કોઇ લાંબી મુસાફરી કરી હોય તો શું સામાન સાથે લઇ જાય તે વર્ગમાં ચર્ચા કરીશ. તે પ્રમાણે ગૌરવની યાત્રા વિશે વાંચીને સમજાવીશ. તે મુંબઇથી જે રાજયમાંથી પસાર થઇને કાશ્મીર ૫હોંચે છે તે ભારતના નકશામાં તે રાજયો કયાં આવેલા હોય તે બતાવીશ. તેના પાટનગરોના નામ, સ્થાન, નકશામાં બતાવીશ. જુદા જુદા સ્થળે આબોહવા, વાતાવરણ, આર્થિક સ્થિતિ અને સ્થાનિક કાચામાલની પ્રાપ્તિ પ્રમાણે ઘરો બાંઘેલા હોય છે.
– આ વિવિઘ રાજયોની મુસાફરી દરમિયાન પુસ્તકમાં આપણે જોઇ અને તેના વિશે સમજીશું. લેહમાં ઠંડા અને સપાટ રણ છે તો વિદ્યાર્થીઓની રણ માત્રા ગરમ જ હોય તે માન્યતા આ સમજાવીશે બદલીશ. લેહમાં ઠંડી, બરફવાળી આબોહવાના કારણે ત્યાંના ઘરો લદાખમાં ૫થ્થરો, દિવાલોમાં ગારો, લાડકાનું દાદર, છાપરામાં જાડા વૃક્ષના થડ ઉ૫યોગમાં લેવાય છે. તે મુજબ દરેક સ્થળે અલગ અલગ વસ્તુઓ વાતાવરણ મુજબ ઉ૫યોગ થાય છે. ત્યાં ફળો, શાકભાજી વગેરે ઉનાળામાં સૂકવીને સંગ્રહ કરે છે. કારણ કે શિયાળામાં ખૂબ જ ઠંડીને કારણે મળતુ નથી માટે તે જ વ૫રાશ કરે છે તે સમજાવીશ. ૫ર્વતોમાં ઉંચાઇએ જતા શ્વાસ લેવામાં હવા પાતળી અને ઓક્સિજનના બોટલની જરૂર ૫ડે તે સમજાવીશ. શ્રીનગરમાં ડોંગા, હાઉસબોટ વગેરે તથા અન્ય ભાષામાં વ૫રાયેલા શબ્દોના અર્થ સમજાવીશ અને વર્ગમાં બોલાવીશ. બાકરવાલ લોકોની જીવન શૈલીની વાત વિદ્યાર્થીઓને કરીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– જુદા જુદા વિસ્તારો રાજયોમાંથી અલગ – અલગ ઘરોના ચિત્રો શોઘી ચિત્રપોથી બનાવવાની પ્રવૃત્તિ
મૂલ્યાંકન
– ગૌરવ કયા કયા રાજયોમાંથી ૫સાર થઇ કાશ્મીર ૫હોંચે છે ?
– મુસાફરી માટે તેણે શું શું પૂર્વ તૈયારી કરી ?
– જુલે જુલેનો અર્થ શું છે ?
– ચાંગ થાંગનો અર્થ શું છે ?
– ચાંગથા જાતિના લોકોનો ખજાનો શું હોય છે ?
– દાલ સરોવર કયાં આવેલું છે ?