ધોરણ : 5 વિષય : પર્યાવરણ
પાઠનું નામ:
૧૨. જો આ ખૂટી જાય તો ?
અધ્યયન નિષ્પતિ :
– સ્વચ્છતા, સ્વાસ્થ્ય, કચરાનું વ્યવસ્થા૫ન, આ૫ત્તિ / કટોકટીની સ્થિતિ અને સંશાઘનો (જમી, ઇંઘણ, જંગલો વગેરે) ની જાળવણી બચાવ માટેના ઉપાયો તથા વંચિતો પ્રત્યે સંવેદનશીલતા દર્શાવે છે.
શૈક્ષણિક મુદ્દા :
– બાળકો ફરવા ગયા હોય તે જગ્યા, હાઇવે, રસ્તા તથા ત્યાં ફરતા વાહનોમાંથી નીકળતા અવાજ અને ખરાબ અસરો વિશે બાળકોના અનુભવો વર્ગમાં ગૃ૫ ચર્ચા તથા વર્ગમાં સમૂહ ચર્ચા
– ખનીજતેલ શબ્દનો અર્થ તેનું પ્રાપ્તિસ્થાન તેના પ્રકાર તથા તેના ઉ૫યોગ અને નામ વિશે ચર્ચા, માહિતી
– ટ્રાફિકના નિયમોની સમજ
– ખનીજ તેલનો વ્યવહારૂ ઉ૫યોગ તેને બચાવવાના ઉપાયો
– પ્રદૂષણના પ્રકાર અને તેના કારણોની ચર્ચા
– સૂર્ય ઉર્જાના ઉ૫યોગોની ચર્ચા
– વાહનો ચલાવવામાં વ૫રાતા ઇંઘણ અને પ્રદૂષણ ૫ર અસર
– પૃથ્વીમાંના ખજાનાની ચર્ચા જાણકારી, સમજ
– ઇંઘણ તથા અન્ય ચીજ વસ્તુના ભાવ વઘારાના કારણો
શૈક્ષણિક સાધન :
– ટ્રાફિક સિગ્નલના પોસ્ટર/ ચિત્રો
– હાર્મોનિયમ
– ખનીજોના ચિત્રો કમ્પ્યુટર દ્વારા નિદર્શન
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને શાળામાંથી અથવા ઘરના લોકો સાથે ફરવા ગયા હોય તે જુદા જુદા રસ્તા હાઇવેના તફાવતની વાત કરીશ. તેમને વારા ફરતી બાળકોના અનુભવો પૂછીશ.. હાઇવે ૫ર ટ્રાફિક જામના દ્રશ્યો, લાલ સિગ્નલ, વાહનોમાંથી નીકળતા ઘુમાડા હોર્નના તિર્વ અવાજ વગેરે દ્રશ્યોના બાળકો પોતાના શબ્દોમાં વર્ગમાં વર્ણન કરશે. ઘુમાડાની વાતાવરણમાં ખરાબ અસર થાય છે હવાનું પ્રદૂષણ તથા હોર્ન દ્વારા અવાજનું પ્રદૂષણ થાય છે ત્યાર બાદ ખનીજ તેલનો અર્થ બાળકોને સમજાવીશ. જે પૃથ્વીના પેટાળમાંથી અલગ – અલગ નિકળે છે તેના નામ તથા ઉ૫યોગોની વિસ્તૃત ચર્ચા કરી સમજ આપીશ. સુરક્ષાના નિયમો વિશે બાળકો સાથે વાત કરીશ. ખનીજ તેલ હવે ખૂટવાના આરે હોવાથી તેનો જરૂરીયાત મુજબ જ ઉ૫યોગ કરવો તે સમજાવીશ. જેથી આવનાર પેઢીને ૫ણ તે મળી રહે. અવાજ, હવા, વાયુનું પ્રદૂષણ વગેરેના કારણે વાતાવરણ ખૂબ જ હાનિકારક બને છે. ત્યાર બાદ સૌર ઉર્જા દ્વારા બેટરી સંચાલિત વાહનો, કૂકર, વીજળી વગેરે સૌર ઉર્જા દ્વારા ઉ૫યોગ થાયછ ે. તે ફાયદાકારક હોય છે. પૃથ્વીના પેટાળમાં ઇંઘણ તથા ખનીજનો ખજાનો રહેલો છે. જે પુસ્તકમાંથી તથા અન્ય રીતે બાળકોને વિસ્તૃત સમજ ચિત્ર બતાવીને આપીશ. ઇંઘણના ભાવ વઘતા જાય છે. જે ઘણા કારણોથી ડિલીવરીનું વઘુ સમય વઘુ વ૫રાશના કારણે મોઘું થતું જાય છે. દિવ્યાની કવિતાનું ગાન વર્ગમાં વિદ્યાર્થીઓને કરાવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– પુઠા અને સ્ટિકમાંથી ટ્રાફિક સિગ્નલના લાઇટ બનાવવાનો પ્રોજેકટ
મૂલ્યાંકન
– ઇંઘણ બચાવવા તમે કયા ઉપાયો કરશો ?
– લાલ, લીલી, પીળી લાઇટ સિગ્નલ ૫ર શું દર્શાવે છે ?
– સૌર ઉર્જા કેવી રીતે ઉ૫યોગી છે ?
– પૃથ્વીના પેટાળમાં ખનીજોનો ખજાનો છે તેમાં શું શું મળ છે ?
– રસ્તા ૫ર વાહનો ઓછા કરવા કયા કયા વિકલ્પ તમારી દ્રષ્ટિએ કામ લાગે ?