ધોરણ : 5 વિષય : પર્યાવરણ
પાઠનું નામ:
૧૧. સુનીતા અવકાશમાં
અધ્યયન નિષ્પતિ :
– કોઇ ઘટના અંગેની ૫રિસ્થિતિઓ ગુણઘર્મો આ અંગે અનુમાન કરે છે. તેમજ અવકાશી જથ્થો (૫દાર્થ, અંતર, વિસ્તાર, વજન, મા૫ વગેરે) અને સમય અંગે સાદા અને પ્રમાણભૂત એકમોમાં અંદાજ કાઢે છે. સાદા સાઘનો ગોઠવણનો ઉ૫યોગ કરીને ખાતરી કરે છે. (જેમ કે તરતું / ડૂબતું / મિશ્રણ બાષ્પીભવન / અંકુરણ / બગડવું / શ્વસન / સંવાદ)
શૈક્ષણિક મુદ્દા :
– સુનિતા વિલિયમ્સ
– પૃથ્વીના આકાર, ગોળાની ચર્ચા અવલોકન
– કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ જેવા અવકાશ યાત્રીના ચિત્રો દ્વારા તેના સફર વિશે, પૃથ્વી વિશે હકીકતની સમજ
– અવકાશમાં શું શું થાય છે તે વાત તરતી વસ્તુઓ
– આશ્વર્યજનક ઘટનાઓ પૃથ્વી અને અવકાશમાં
– ગુરૂત્વાકર્ષણ બળ વિશે સમજ
– વર્ગખંડમાં કાલ્પનિક વિચાર દ્વારા વર્ગમાં જ અવકાશયાન અને તેનાથી ઉદભવતા પ્રશ્નોની ચર્ચા
– સિક્કા, કાગળદોરી વગેરે લઇ અવનવા પ્રયોગો દ્વારા આનંદદાયક જ્ઞાન સાથે ગમ્મત
– અવકાશયાન અને ચંદ્ર પાસેથી લીઘેલ પૃથ્વીના ફોટાનું અવલોકન
– પૃથ્વીના ગોળામાં પોતાનો દેશ જોવો તથા ભારતના નકશામાં પોતાનું રાજય અને ૫ડોશી રાજય જોવા.
– અવકાશી ૫દાર્થો વિશે ચર્ચા ચંદ્ર, સૂર્ય, તારા, ગ્રહ, ઉ૫ગ્રહ
શૈક્ષણિક સાધન :
– પૃથ્વીનો ગોળો
– અવકાશયાનના ચિત્ર
– સુનિતા વિલિયમ્સ, કલ્પના ચાવલા ના ચિત્રો
– પાંચ રૂપિયાનો સિક્કો
– કાગળનો ટુકડો
– ૫થ્થર, દોરી
– ભારતનો તથા ગુજરાતનો નકશો
– નીલ આર્મસ્ટ્રોગનો ફોટો
– હાર્મોનિયમ, ઢોલક, ખંજરી
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– આપણી પૃથ્વી હકીકતમાં કેવી દેખાય છે તે વિદ્યાર્થીઓને પાઠમાં ખુશ્બુ, ઉમંગની રમત અને વાતચીત દ્વારા વાત કહીશ. શાળામાં પૃથ્વીનો ગોળો બતાવી ભારત કયાં છે. આપણે કયાં છીએ જેવા પ્રશ્નો તથા ચર્ચા બાળકો સાથે કરીશ. ઉમંગ તથા ખુશ્બુના પ્રશ્નો જે તેમના મનમાં થાય છે તે વાંચીને બાળકો સાથે ચર્ચા કરીશ. તેમના વિચારો મુકત રીતે વ્યક્ત કરવા કહીશ. સુનિતા વિલિયમ્સ તથા કલ્પના ચાવલા વિશે તેમના ચિત્રો બતાવીને વાત કરીશ. સુનિતા વિલિયમ્સ છ મહિના અવકાશમાં રહી તે વિડીયો દ્વારા બાળકોને સમજાવીશ. અવકાશમાં રહેવાના અનુભવ વિદ્યાર્થીઓ સાથે વાત કરીશ. પૃથ્વી અવકાશમાંથી કેવી દેખાય છે. તે વાત વિડીયો દ્વારા સમજાવીશ. અવકાશમાં વસ્તુઓ કેમ તરે છે, ત્યાં જમીન ૫ર ૫ગ કેમ નથી રહેતા, હવામાં જ રહે છે જેવા સુનિતા વિલિયમ્સના અનુભવો બાળકોને કહીશ. ગુરુત્વાકર્ષણ બળની સમજ આપીશ. પુસ્તકમાં અવકાશયાનના ફોટો બતાવીશ. તેની તારીખ તથા અન્ય માહિતી વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીશ લખવા કહીશ. વિદ્યાર્થીઓને વર્ગમાં આંખો બંઘ કરી વર્ગમાં અવકાશયાન છે તેવી કલ્પના કરવા કહીશ. કાગળ અને સિક્કાો લઇ ચમત્કાર જેવી પ્રવૃત્તિ વર્ગમાં બાળકોને કરાવીશ. એવી જ બીજી પ્રવૃત્તિ નાનો અને મોટો ૫થ્થર તેમાં કાગળના હાથી અને ઉંદર બનાવી આ પ્રવૃત્તિ કરાવીશ. વિદ્યાર્થીઓને ભારતનો નકશો બતાવીશ. જેમાં તે કયા રાજયમાં રહે છે અને તે કયા છે તે શોઘવા કહીશ. આપણા ૫ડોશી રાજયો કયા કયા છે તે ૫ણ નકશામાં શોઘવા કહીશ. પૃથ્વીના ગોળા ૫ર સરહદો, બે દેશ, બે રાજયો વચ્ચેની રેખા બાળકોને બતાવીશ. ચંદ્ર અને સિકકા ૫ાછળ સંતાડવા જેવી ઘણી રમત બાળકોને કરાવીશ. આપણા ગામમાં ચંદ્ર આથમવાનો ચાર દિવસનો સમય અવલકોન કરી વિદ્યાર્થીઓને નોઘવા કહીશ. ‘ટમટમ ચમકે તારા’ ગીત વિદ્યાર્થીઓને ગવડાવીશ. અવકાશમાંથી ચંદ્ર તરફથી પૃથ્વીનો ફોટો બતાવી વિદ્યાર્થીઓના મન ના પ્રશ્નો વર્ગમાં રજુ કરવા કહીશ અને તેની ચર્ચા કરીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– દરેક વિદ્યાર્થીને એક દેશનું નામ આપી પૃથ્વીના ગોળામાં તેને શોઘવાની પ્રવૃત્તિ
– સિક્કો અને કાગળની પ્રવૃત્તિ
– પથ્થર, કાગળ, દોરીની ચમત્કારી પ્રવૃત્તિ
મૂલ્યાંકન
– સુનિતાના વાળ કેમ ઉભા રહે છે ?
– તમારા મતે પૃથ્વીનો આકાર કેવો છે ?
– કૃત્રિમ ઉ૫ગ્રહનો શું ઉ૫યોગ થાય છે ?
– હવામાં ઉછાળેલી બઘી વસ્તુ નીચે સાથી ૫ડે છે ?
– અવકાશમાં બઘી વસ્તુ હવામાં સાથી તરે છે ?
– ભારતના નકશામાં તમારું રાજય અને ૫ડોશી રાજય શોઘો
– ચંદ્ર ૫ર સૌ પ્રથમ ચાલના માણસ કોણ હતો ?