ધોરણ : 5 વિષય : પર્યાવરણ
પાઠનું નામ:
૯. ચઢીએ ઊંચા ચઢાણ
અધ્યયન નિષ્પતિ :
– ભૂમિ પ્રદેશો, આબોહવા, સાંસોધનો, (ખોરાક, પાણી, રહેઠાણ, આજીવિકા) અને સાંસ્કૃતિક જીવન વચ્ચે જોડાણ સાંધે છે. (મુશ્કેલ ભર્યા અને દુર્ગમ વિસ્તારો માં લોકોનું જીવન જેવા કે ગરમ અને ઠંડા રણ પ્રદેશો)
શૈક્ષણિક મુદ્દા :
– જુથ નાયક ની વ્યાખ્યા તથા જવાબદારીઓ
– ભારત ના રાજ્યોના નામ તથા રાજ્ય મુજબ ભાષા
– નદી પર કરવાની ટેકનિક
– નદી પર કરવા, પહાડ ચડાવો જેવા સાહસ કર્યો વિષે વાત ચર્ચા
– પર્વતારોહણ માટે જરૂરી સાધનો
– ખડકો પર ચડવું તે માટે જરૂરી સાધનો, સામગ્રી તથા ધ્યાનમાં રાખવાની સૂચનાઓ
– પહાડી ગીતો, નૃત્ય, બેડું પાકો, કફળ પાકો ચૈતા, મેરી, છૈલા જેવા શબ્દો ની મજા
– બચેન્દ્રિ પાલ વિષે વાત
– બરફમાં છાવણીની વાત દ્વારા સમજ
– બીજા દેશ ના ધ્વજ જોવા
– પર્વતારોહણ જેવા બીજા સાહસિક કાર્યો.
શૈક્ષણિક સાધન :
– સંગીત આરોરનું ચિત્ર
– ભારતનો નકશો
— મોબાઈલ માં નદી પાર, પહાડ ચઢાણ, ખડક ચઢાણ જેવા વિડીઓનું નિદર્શન
– બચેન્દ્રિ પાયલ નું ચિત્ર / ફોટો
– ભારત તથા અન્ય દેશોના કમ્પ્યુટર દ્વારા ધ્વજ ના ચિત્રોનું નિદર્શન
– દોરડું, બેટરી, કડી
– બગીચાની મુલાકાત
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને આ પાઠ દ્વારા પર્વતારોહણ જેવા સાહસિક કર્યો કરવા પ્રેરણા પ્રાપ્ત થાય તે હેતુ થી વિસ્તૃત સમજ આપીને વાંચન કરી સમજાવીશ. આ વાત સંગીતા અરોરા ની પર્વતના ચઢાણ માં થયેલા અનુભવોનું વર્ણન કરે છે. વિદ્યાર્થીઓને જુથ નાયક ની વ્યાખ્યા સ્પષ્ટ કરવા કરતાં વર્ગમાં મોનિટરનું ઉદાહરણ આપીશ. કોઈપણ હોદ્દા હોય તો તેની જવાબદારીઓ હોય તે સમજાવીશ. સંગીતાની જવાબદારીઓ જેમ કે બીજા નો સમજ લઈ જવા મદદ, જમવાની વ્યવસ્થા, રોકાન આરામની સારી જગ્યા શોધવી વગેરે વાત કરી વિદ્યાર્થીઓના માટે કઈ બીજી જવાબદારીઓ હોય તે પૂછીશ અને ચર્ચા કરીશ. સંગીતાના જુથ માં એક વ્યક્તિ હતું તે ‘નિજા’ ભાષા બોલે તો તમે ભારત ના બીજા કેટલા રાજ્યો અને ભાષાના નામ જાણો છો તે વિદ્યાર્થીઑ વર્ગમાં બોલશે બીજા શિક્ષક વર્ગ માં બોલી સમજ આપશે. વિદ્યાર્થીઓને નદી પાર કરવા પહાડ ચઢાવ જેવા સહસોની વાત કરીશ. તેમ કયા કયા સાધનોની જરૂર પડી તે વિસ્તૃત વાત કરી સમજ આપીશ.
– ઉપલબ્ધ સાધનો વિદ્યાર્થીઓને બતાવીશ. તમે કોઈ સહસનું કરી કર્યું છે તે પૂછીશ જેમ કે દીવાલ કે ઝાડ પર ચડવું વગેરે નદી પર કરવા કેવી રીતે આગળ વધવું. શું કરવું તે પુસ્તકમાં વાંચી સમજ આપીશ. પર્વત, નદી, ખડક, વિસ્તારમાં જતાં બીજી જરૂરિયાત ની વસ્તુઓની યાદીની વાત કરીશ. જેમ કે બેટરી, દોરડું, પ્લાસ્ટિકબેગ, પાણી, નાસ્તો વગેરે ત્યારબાદ બીજા રાજ્યના આપના જેમ નૃત્ય ગીતો હોય છે જે પુસ્તકમાં છેતેવા બીજા નૃત્ય તથા ગીતોના નામ વર્ગ માં બોલાવીશ અને ગવડાવીશ.
– વિદ્યાર્થીઓની બચેન્દ્રિ પાયલની વાત પુસ્તક માંથી કરીશ કે જે માઉન્ટ એવરેસ્ટ ની ટોચે ચડનાર પહેલી ભારતીય મહિલા હતી. તેની વિગતવાર વાત કરીશ. વિદ્યાર્થીઓને આવા સાહસિક બીજા ઉદાહરણો દ્વારા પણ પ્રવૃતિ કરવા પ્રોત્સાહિત કરતી વાતો કરી ત્યાર બાદ સંગીતા અરોરાની બરફની છાવણીની વાત કહી સાંભળવીશ. વિદ્યાર્થીઓ તેની જગ્યા એ હોટ તો આગળ વધત કે પાછા ફરત તેવા પ્રશ્નો પૂછીને તેમને બોલવાની તક આપીશ. ત્યાર બાદ વિદ્યાર્થીઓની કમ્પ્યુટર માં દુનિયાના દેશના રાષ્ટ્ર ધ્વજ બતાવીશ. ક્વિઝ રામડીશ. તેમ સૌથી વધુ સાચા જવાબ આપનાર ને વિજેતા જાહેર કરીશ. વિદ્યાર્થીઓને શાળા માં તથા બીજા આજુબાજુ ના વિસ્તાર ના સ્થળોના સાહસિક પ્રવૃતિઓ જેમ કે ઝાડ પર ચડવું, દીવાલ પર ચડવું વગેરે શિક્ષકના નિરીક્ષણ હેઠળ કરાવીશ. જેથી બાળકોમાં નીડરતા, સાહસિક પ્રવૃતિ, આત્મ વિશ્વાસ જેવા ગુણોનો વિકાસ થાય.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– ઓછા સમય માં છાપસણી પર પગથિયાં ચઢીને ઉતારવાની રમત
– ડબલ, બેન્ચ, હિચકના કદ પકડી સામે પાર જવાની રમત
– આસપાસ ના બગીચા માં ઝાડ, દીવાલ પર ચડવાની ઊંચાઈ પર ચડવાની પ્રવૃતિ
મૂલ્યાંકન
– તમે મોનીટર તરીકે શું જવાબદારી સમજો છો ?
– તમે ભારતના જાણતા રાજ્યોના નામ બોલો
– તમે આવું સાહસ કરી ક્યારે કર્યું છે અને શું બચેન્દ્રિ પાયલ કોણ હતા ? સંગીતા અરોરા શું વ્યવસાય કરે છે ?
– આ ડાયરી ની વાત કોણ માટે છે ?
– તમને કેટલી ભાષા બોલતા આવડે છે ?
– તમારે પર્વત ચડવા નો હોય તો શું તૈયારી કરશો ? અને તમારી સાથે શું લેશો ?
– આપનો રાષ્ટ્ર ધ્વજ બનાવી તેમ રંગ પૂરો.