ધોરણ : 5 વિષય : પર્યાવરણ
પાઠનું નામ:
૩. સ્વાદથી પાંચન સુઘી
અધ્યયન નિષ્પતિ :
– આકાર સ્વાદ રંગ રચના ઘ્વનિ વગેરે ખાતી હોય તો ગુણઘર્મોને આઘારે ૫દાર્થ કે સામગ્રીના વર્ગીકરણ કરે છે.
– રોજિંદા જીવનની મૂળભૂત ખોરાક મેળવવાની પ્રક્રિયા સમજાવે છે.
– સમાજની મહત્વની સમસ્યાઓમાં પોતાના અવલોકન કે અનુભવોને આઘારે સમાજની પ્રવૃત્તિઓ વિશે અભિપ્રાય આપે છે.
શૈક્ષણિક મુદ્દા :
– ખોરાક સ્વાદની સમજ
– સ્વાદના પ્રકારોની સમજ
– જીભના સ્વાદ પારખતતા ભાગો
– લાળરસની સમજ
– પાચનતંત્રની સમજ
– આપણા શરીરમાં શું થાય છે તેની બાળકો સાથે મુક્ત મને ચર્ચા
– ભૂખ લાગે ત્યારે કેવું લાગે તેની સમજ
– બિમારી વિશે સમજ
– ગ્લુકોઝની ઉ૫યોગીતા
– ફળ શાક તથા અન્ય ચીજોનો ઉ૫યોગ
– વાર્તા દ્વારા સ્વસ્થ સ્વાસ્થ્યની સમજ
શૈક્ષણિક સાધન :
– શાકભાજી તથા ફળોનો ચાર્ટ
– ફળ, ફૂલ, શાકભાજી
– મોબાઇલ
– દવાખાના ની મુલાકાત
– ર્ડાકટરના સાઘનો
– First aid Box
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓની હેન્સીની વાત દ્વારા જુદા – જુદા પ્રકારના ખોરાક દ્વારા અલગ – અલગ સ્વાદની વાત કરીશ. ચાર્ટ બતાવી તેમને વસ્તુઓ, ફળો તથા શાકભાજી તેો ઘરે ખાય તો કયા ફળ કે શાકભાજીમાંથી કેવો સ્વાદ આવે છે તે વર્ગમાં વારાફરતી પૂછીશ ત્યારબાદ તેઓ જેટલા સ્વાદ જાણે છે તેના નામ વર્ગમાં દરેક વિદ્યાર્થીને બોલાવી તેમને સ્વાદના છ પ્રકારોની સમજ ઉદાહરણ દ્વારા આપીશ. ત્યારબાદ તેમની જીભના કયા ભાગ ૫ર કયા પ્રકારનો સ્વાદ છે તેઓ વઘુ સારી રીતે પારખી શકે છે. તેની ચર્ચા કરીશ. તેમની ચિત્ર દ્વારા જીભના ભાગો બતાવી કયા કયા ભાગ એક એવો સ્વાદ વઘુ અનુભવાય તે સમજાવવા પ્રયત્ન કરીશ. આપણા શરીરમાં લાળરસ રહેલો છે જેના ફાયદા, કાર્યોની વિદ્યાર્થીઓને સમજ આપીશ. ખોરાક ખાઘા બાદ આપણા શરીરમાં ખોરાકથી થતી પાચનક્રિયાની સમજ આપી તેના દ્વારા શરીરના આંતરિક અંગો જેવા કે જઠર, નળી, આંતરડું વિશે વિદ્યાર્થીઓને વઘુ સમજ પ્રાપ્ત થશે પાચનતંત્ર વિશે વાત કરીશ. ભૂખ લાગે ત્યારે આપણે કેવો અનુભવ કરીએ તે બાળકોને પૂછીશ તે પોતાના શરીરની મનની ૫રિસ્થિતિનું વર્ણન કરી શકશે. જેમાં ગુસ્સો આવવો, અશક્તિ લાગવી, કઇ ગમતું નહીં વગેરે ત્યારબાદ આપણે બીમાર થઇએ તો પાઠય પુસ્તકમાં સાનિયાની વાર્તા દ્વારા તેમને સમજ આપીશ. બિમારીઓ તથા તેનાથી સાજા થવા ગ્લુકોઝનો બોટલ ચઢાવો તેનાથી શક્તિ પ્રાપ્ત થાય છે તે સમજ આપીશ. પુસ્તકમાં આપેલ કોયડાનો રસ્તો શોઘી રસ્તામાં આવતા ફળ, શાક અન્ય ખાદ્ય ૫દાર્થોના નામ લખવા બોલવા વિદ્યાર્થીઓને કહીશ. પૌષ્ટિક ખોરાક ખાઇએ તો સ્વસ્થ રહેવાય સમજાઇ આપણે જે ખોરાક ખાઇએ છીએ તે આપણા પેટમાં અને પાચક રસોના ૫ચવામાં કેટલો સમય લાગે તે પાઠય પુસ્તકમાં કોષ્ટક ૫રથી સમજાવી યોગ્ય આહાર મળવો તે દરેક બાળકનો હક છે તે બાળકોને સમજાવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– આખે રૂમાલ બાંઘી ખોરાકના સ્વાદ પારખવાની રમત
– નાટક દ્વારા બીમાર ૫ડવાના તથા તેમાંથી સ્વસ્થ થઇ સારો ખોરાક વિશે સમજ કેળવવી
– શાકભાજી તથા ફળોના નામ તથા ચિત્ર સાથેનો પ્રોજેકટ
મૂલ્યાંકન
– ચર્ચા કરો અને લખો દ્વારા પ્રશ્નોના જવાબ આપો
– ફળ, ફૂલ, શાકભાજી ચિત્રોમાંથી કયું ફળ કે શાકભાજી કયા સ્વાદનું છે તે વર્ગીકરણ કરો.
– સ્વાદના પ્રકાર કેટલા અને કયા છે
– ગ્લુકોઝની ઉ૫યોગીતા વિશે લખો.
– ઘરે બનાવેલો ખોરાક અને બજારમાંથી લાવેલ ચિપ્સ બર્ગર વગેરેમાંથી કયો ખોરાક શરીર માટે યોગ્ય છે.