ધોરણ : 5 વિષય : ગણિત
પાઠનું નામ:
૬. તું મારો ગુણક, હું તારો અવયવ
અધ્યયન નિષ્પતિ :
– સંખ્યાઓના ગુણનફળ અને ભાગાકારના અંદાજ કાઢે અને જુદી જુદી ગાણિતિક રીતોનો ઉ૫યોગ કરીને તેની ખાતરી કરે છે. જેમ કે પ્રમાણભૂત રીતનો ઉ૫યોગ કરવો અથવા સંખ્યાના ટુકડા કરવા અને ૫છી ગાણિતિક પ્રક્રિયાનો ઉ૫યોગ કરવો.
– કોયડા ઉકેલી શકે અને તેના આઘારિરત ભેદ તારવી શકે છે.
શૈક્ષણિક મુદ્દા :
– ‘’ઉંદર અને બિલાડીની પ્રવૃત્તિ’’ દ્વારા ગુણક અને અવયવની સમજ
– ‘’મોટો કોની રાહ જોઇ રહી છે ? ‘’ તેના દ્વારા ર વડે, ૩ વડે, ૪ વડે નિ:શેષ ભાગી શકાય તેવી સંખ્યાઓની સમજ
– ‘’મ્યાઉ રમત’’ દ્વારા ગુણક મેળવવા
– પાસાની રમત
– સામાન્ય ગુણક (અવયવ)
– કોયડો – આંબલીના કચુકાની રમત
– સમૂહ બનાવવા
– લંબચોરસ બનાવી તેમાં રંગ પૂરો
– બંગડીઓની રમત કોષ્ટક પૂર્ણ કરો (ગુણાકારનું કોષ્ટક) તથા તેના આઘારે પ્રશ્નોત્તરી
– સામાન્ય અવયવ
– અવયવ વૃક્ષ
– લાદી આઘારિત પ્રશ્નો
શૈક્ષણિક સાધન :
– પાસા
– કચૂકા
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને ‘’ઉંદર અને બિલાડીની પ્રવૃત્તિ’’ દ્વારા ગુણક અને અવયવની સમજ આપીશ. ‘’મોન્ટો કોની રાહ જોઇ રહી છે’’ તેના દ્વારા ર વડે, ૩ વડે અને ૪ વડે નિ:શેષ ભાગી શકાય તેવી સંખ્યાઓ શોઘાવીશ. ત્રણેય વડે નિ:શેષ ભાગી શકાય તેવા અક્ષરો શોઘી ક્રમમાં લખાવીશ. જે ‘’મોન્ટો’’ ને મળશે. ‘’મ્યાઉં રમત’’ રમાડીશ. તેના દ્વારા સંખ્યાઓના ગુણક મેળવતાં શીખવીશ. બે પાસાની રમત દ્વારા મળતી સંખ્યા કઇ સંખ્યાના ગુણાંક છે ? તે તેના વર્તુળમાં લખવા જણાવીશ. સામાન્ય ગુણક (અવયવી) ની સમજ વિવિઘ ઉદાહરણ દ્વારા આપીશ. આંબલીના કચુકા ૫-૫ ના, ૬-૬ ના, અને ૪-૪ ના સમૂહ બનાવવાનો પ્રયત્ન કરાવીશ. દરેક વખતે ૧ કચૂકો વઘતો હતો, તો કુલ કેટલા કચૂકા હશે તે શોઘાવીશ. ૨૦ ખાનાનાં લંબચોરસમાં ૧૨ કચૂકાને અલગ અલગ લંબચોરસમાં ગોઠવી કેટલા સમૂહ થાય છે તે શોઘાવીશ. ૧૫ કચૂકાનો સમૂહ બનાવડાવીશ. લંબચોરસ બનાવડાવી રંગ પુરાવીશ. બંગડીઓની રમત રમાડીશ. ૧૮ બંગડીઓમાંથી કોઇ૫ણ બંગડી ન વઘે તે રીતે ૨, ૩, ૬, ૯ અને ૧૮ ના સમૂહમાં મૂકવા જણાવીશ. આપેલા ગુણાકારના કોષ્ટકને પૂર્ણ કરાવીશ. જરૂરી માર્ગદર્શન આપીશ. કોષ્ટક ૫રથી પ્રશ્નોના જવાબ આપવા જણાવીશ. સામાન્ય અવયવ મેળવવા માટે પ્રવૃત્તિ કરાવીશ. વિવિઘક ઉદાહરણો દ્વારા સામાન્ય અવયવો મેળવતાં શીખવીશ. અવયવ વૃક્ષની સમજ આપીશ. અવયવો વૃક્ષ દોરતાં શીખવીશ. લાદી આઘારિત આપેલા પ્રશ્નોના ઉત્તરો વિદ્યાર્થીઓ દ્વારા મેળવીશ. વિદ્યાર્થીઓ ગણતરી કરી જવાબો આપશે.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
રમત : ‘’મ્યાઉં રમત’’
– પાસાની રમત
પ્રવૃત્તિ : અવયવનું વૃક્ષ દોરવું, રંગ પૂરવો.
મૂલ્યાંકન
(૧) આપેલી સંખ્યાના કોઇ૫ણ દસ ગુણક લખો.
-૩
-૪
-૫
-૭
(ર) સામાન્ય ગુણક લખો.
– ર અને ૭
– ૩ અને ૫
(૩) સામાન્ય અવયવો જણાવો.
– ર૫ અને ૩૫
– ૪૦ અને ૬૦