ધોરણ : 5 વિષય : ગણિત
પાઠનું નામ:
૧. રાષ્ટ્રીય ફળ કેરી
અધ્યયન નિષ્પતિ :
– આસપાસના વિસ્તારમાં ઉ૫યોગમાં લેવાતી ૧૦૦૦ કરતાં મોટી સંખ્યાઓ વાંચે અને લખે છે.
– અંકોની સ્થાનકિંમતને સમજી ૧૦૦૦ થી મોટી સંખ્યા ૫ર ચાર મૂળભૂત અંકગણિત ક્રિયાઓ કરે છે.
– સામાન્ય રીતે ઉ૫યોગમાં લેવાતા લંબાઇ, વજન, અંતર અને સમયના મોટા અને નાના એકમો વચ્ચે અંતર સબંઘ સમજે છે.
– કોયડા ઉકેલ અને વાહનોની ગતિ અંતર સમયના આંતર સબંઘને સમજે.
શૈક્ષણિક મુદ્દા :
– હાઇકુંનું કથન
– હાઇકુંની સમજ તથા તેના બંઘારણની વાત
– રાષ્ટ્રીય ફળ કેરી વિશે વાત તથા ઉત્પાદન અંગે ચર્ચા
– મૌખિક ગણતરી
– કિ.ગ્રા. ની સમજ
– વ્યાવહારિક કોયડાની ગણતરી
– કેરીની જાતોના પ્રકાર
– અંતર તથા કિ.મી.ની સમજ
– સૂર્યની ઉગવાની દિશાના આઘારે દિશાનો ખ્યાલ
– વેચાણ માટે લઇ જવામાં આવતા વાહનોની માહિતી
– કેરના ઉત્પાદનમાં ખાતરના ઉ૫યોગ વિશે ચર્ચા
– કયુ વાહન કેટલી કેરી લાવે તેના આઘારે ગણતરી
– ૧૦૦૦ કરતાં મોટી સંખ્યાનું અંકોમાં તથા શબ્દોમાં લેખન
– ફળ બજારની મુલાકાત તથા વ્યાવહારિક કોયડાની ગણતરી
– ‘ટંગ ટવીસ્ટર’ નું કથન
– કેરી ઉત્પાદકોની મહિલા આમ્ર બેન્ક
– કેરીનો રસ (મેંગો૫લ્પ) તૈયાર કરવાનો ઉદ્યોગ વિશેની માહિતીની ચર્ચા
– વ્યાવહારિક કોયડાની ગણતરી
– કેરીને લગતા ગીતનું ગાન
શૈક્ષણિક સાધન :
– ચાર્ટસ
– ચિત્રો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ હાઇકુનું કથન કરીશ. હાઇકુની સમજ આપીશ. તેના બંઘારણની વાત કરીશ. રાષ્ટ્રીય ફળ કેરી વિશે તથા તેના ઉત્પાદન વિશે માહિતી આપીશ. કેરીના બોકસના આઘારે મૌખિક ગણતરી કેવી રીતે કરી શકાય તેની સમજ આપીશ. તેના આઘારે વજનમાં કિ.ગ્રા.ની સમજ આપીશ. તેના વ્યાપારિક કોયડાની ગણતરી કરાવીશ. કેરીની જાતો જણાવી ચર્ચા કરીશ. આંબાવાડીની મુલાકાત કરાવી ખેડૂત સાથે પ્રશ્નોત્તરી કરીશ. વિદ્યાર્થીઓ ચર્ચામાં ભાગ લેશે. કેરી લઇ જતા બળદગાડા કા૫તા અંતર વિશે જણાવી કિ.મી.ની મસજ આપીશ. સૂર્યની ઉગવાની દિશાના આઘારે દિશાનો ખ્યાલ આપીશ. વેચાણ માટે લઇ જવામાં આવતી કેરીઓ જે વાહનમાં લઇ જવામાં આવે છે તે વિશે માહિતી આપીશ. કેરીના ઉત્પાદનમાં ખાતરના ઉ૫યોગ વિશે ચર્ચા કરીશ. કયું વાહન કેટલી કેરી લાવે તે અંગે આપેલ માહીતીના કોષ્ટકના આઘારે પ્રશ્નોત્તરી કરીશ. કોયડાની ગણતરી શીખવીશ. વિદ્યાર્થીઓ ગણતરી કરશે. ૧૦૦૦ કરતા મોટી સંખ્યાનું અંકોમાં તથા શબ્દોમાં લેખન કરતાં શીખવીશ. ફળબજારની મુલાકાતના આઘારે વ્યાવહારિક કોયડાના દાખલાની ગણતરી કરાવીશ. વિદ્યાર્થીઓ દ્વારા વારાફરતી ‘ટંગ ટવીસ્ટર’ નું કથન કરાવીશ. કેરી ઉત્પાદકોની મહિલા આમ્ર બેન્કની માહિતી આપીશ. તેના આઘારે પ્રશ્નોની ગણતરી કરાવીશ. કેરીનો રસ (મેગો ૫લ્પ) તૈયાર કરવાના ઉદ્યોગની માહિતી આપીશ. તેના આઘારે આપેલ પ્રશ્નોની ગણતરી કરી ચર્ચા કરી જવાબ મેળવીશ. વિદ્યાર્થીઓ ગણતરી કરશે. વ્યાવહારિક કોયડાના દાખલા ગણવા આપીશ. વિદ્યાર્થીઓ દાખલા ગણશે. કેરીને લગતા ગીતનું ગાન વિદ્યાર્થીઓને કરાવીશ. વિદ્યાર્થીઓ સમૂહમાં તથા વ્યક્તિગત ગાન કરશે.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
પ્રવૃત્તિ : કેરીના ભાતચિત્રો બનાવી રંગપૂરો
પ્રોજેકટ : આંબાવાડીની મુલાકાત તથા ખેડૂત સાથે પ્રશ્નોત્તરી
પ્રવૃત્તિ : વાહનોના રેખા ચિત્રો દોરો
પ્રોજેકટ : ફળ બજારની મુલાકાત તથા વેપારીઓ સાથે પ્રશ્નોત્તરી
પ્રોજેકટ : કેરીને લગતા ગીતોનો સંગ્રહ કરવો.
મૂલ્યાંકન
– મહાવરાના પ્રશ્નોના ઉત્તરો ગણતરી કરી લખવા જણાવીશ.