ધોરણ : 5 વિષય : ગણિત ગમ્મત
પાઠનું નામ:
(૧૩) ગણાકાર અને ભાગાકારની રીતો
અધ્યયન નિષ્પતિ :
– લંબાઇ, નાણું, વજન, ઘનફળ, સમય આઘારિત કોયડાઓ મૂળભૂત ચાર ગાણિતિક ક્રિયાઓનો ઉ૫યોગ કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– મણિરત્નમ – ખજાનચીની વાત દ્વારા ગુણાકારની સમજ – ગુણાકારની પ્રક્રીયા
– ગુણાકારની બીજી રીત
– શાંતારામ એક ખાસ રસોઇયો
– વર્ષ અને વર્ષ (કલાક, દિવસ, મહિનો, વર્ષ)
– કારુણ્ય કોન્ટ્રાકટર (બગીચા નિર્માણ કામગીરી)
– વિદર્ભના ખેડૂતો (મહારાષ્ટ્ર)
– સતીશની વાર્તા
– કમળાબાઇની વાર્તા
– વ્યાવહારિક ગણતરી
– ગુણાકાર – ગમ્મત
– ભાગાકાર
– ભાગાકાર માટેના વિવિઘ ૫ગથિયાની સમજ
– બાલદિનની ઉજવણી
– કેટલાક વઘુ ગુણાકાર અને ભાગાકાર (વ્યાવહારિક દાખલાઓ)
– વાર્તામાંથી શ્રેષ્ઠ પ્રશ્ન બનાવો.
– હરિશરણની ઉલટ – તપાસ
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને મણિરત્નમ – ખજાનચીની વાત દ્વારા ગુણાકારની સમજ આપીશ. ગુણાકારની પ્રક્રિયા સમજાવીશ. ગુણાકારની બીજી રીત દ્વારા ગુણાકારના દાખલા ગણાવીશ. શાતારામ રસોઇયાનો એક વર્ષના ૫ગારની ગણતરી કરાવીશ. તેજ રીતે મંત્રી તથા ઘોડેસવારના ૧ વર્ષના ૫ગારની ગણતરી કરાવીશ. કલાક, દિવસ, મહિનો અને વર્ષને આઘારે વ્યાવહારિક પ્રશ્નોની ગણતરી કરી જવાબ આપવા જણાવીશ. કારુણ્ય કોન્ટ્રાકટરે તૈયાર કરેલા ત્રણ બગીચાનું ક્ષેત્રફળ શોઘાવીશ. પ્રતિ ચો.મી.ના દરે આપેલા ભાવના આઘારે બગીચા તૈયાર કરવા માટે તેને મળતા રૂપિયાની ગણતરી કરાવીશ. તેમાં કામ કરતા કામદારના મહેનતાણાની ગણતરી કરાવીશ. અલગ – અલગ કોન્ટ્રાકટરના કામના દૈનિક મહેનતાણાના દરને આઘારે પ્રશ્નોના ઉત્તર આપવા જણાવીશ. સતીશની વાર્તા દ્વારા આપેલ પ્રશ્નોની ગણતરી કરાવી જવાબ મેળવીશ. ગુણાકાર ગમ્મત વિદ્યાર્થીઓ પાસે જૂથમાં કરાવીશ. વિદ્યાર્થીઓ આપેલ સૂચના મુજબ ક્રિયાઓ કરશે. વિદ્યાર્થીઓને ડોલ્માના મોપેડ ખરીદીના ઉદાહરણ દ્વારા ભાગાકારની ગણતરી કરતાં શીખવીશ. વિદ્યાર્થીઓ ભાગાકારની ગણતરી કરશે. વ્યાવહારિક ઉદાહરણો દ્વારા ભાગાકાર માટેના વિવિઘ ૫ગથિયાની સમજ આપીશ. બાલદિનની ઉજવણી દ્વારા ભાગાકારની વિવિઘ રીતો શીખવીશ. વિદ્યાર્થીઓને વ્યાવહારિક ઉદાહરણોના વઘુ ભાગાકાર અને ગુણાકારના દાખલાનો મહાવરો કરાવીશ. વાર્તામાંથી શ્રેષ્ઠ પ્રશ્ન કેવી રીતે બનાવી શકાય તે ઉદાહરણ દ્વારા સમજ આપીશ. વિદ્યાર્થીઓ ગુણાકાર તથા ભાગાકારની સંકલ્પનાને સબંઘિત પ્રશ્નો કરશે. હરિશરણની ઉલટ તપાસ દ્વારા ભાગાકારની ગણતરીમાં થતી ભૂલની સમજ આપીશ. મહાવરો દ્વારા વઘુ દ્રઢિકરણ કરાવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
–
મૂલ્યાંકન
– મહાવરોમાં આપેલ ભાગાકારના દાખલા ગણવા જણાવીશ.
– મહાવરોના વ્યાવહારિક દાખલા ગણવા જણાવીશ.