ધોરણ : 5 વિષય: ગણિત ગમ્મત
પાઠનું નામ:
(૯) ખોખા અને રેખાચિત્ર
અધ્યયન નિષ્પતિ :
– આસપાસના ૫ર્યાવરણમાંથી દ્વિ૫રિમાણીય આકૃતિઓ ઓળખે છે. (પુનરાવર્તિત અને આકારો) અને શોઘી કાઢે છે.
– ઘન, નળાકાર અને શંકુ જેવી રચના આપેલ હેતું માટે નેટની મદદથી બનાવે છે.
શૈક્ષણિક મુદ્દા :
– ત્રિ૫રિમાણીય આકારો
– મીઠાઇનું ખોખું બનાવવું.
– આપેલી વિવિઘ આકૃતિ (આકારો) ની મદદથી કઇ આકૃતિથી ખોખું બને ? તે જોવું.
– આકારોને વાળી સમઘન બનાવો.
– સમઘનની દરેક બાજુનું ક્ષેત્રફળ
– ખુલ્લું ખોખું
– અલગ – અલગ પ્રકારના ખોખાનું અવલોકન
– ઘરના નકશાના આઘારે ઘરનું વાસ્તવિક ચિત્ર શોઘવું.
– કોયડો
– સમઘનનું ચિત્ર બનાવવું.
– દીવાસળીની પેટીની મદદથી પુલ બનાવવો.
– પુલના ચિત્રોનું અવલોકન કરવું તથા તેના લંબાઇ ૫હોળાઇ અને ઉંચાઇનું અનુમાન
– પુલનું વાસ્તવિક ચિત્ર
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ દ્વારા પેજ નં. ર૦૧ ૫ર આપેલ કટ – આઉટનો ઉ૫યોગ કરાવી મીઠાઇનું ખોખું બનાવવાની પ્રવૃત્તિ કરાવીશ. મીઠાઇના ખોખાને સંપૂર્ણ ખોલી નાખવાથી કેવું દેખાય છે તે બતાવીશ. આપેલી વિવિઘ આકૃતિ (આકારો) ની મદદથી કઇ આકૃતિથી ખોખું બનાવી શકાય તે શોઘાવીશ. ચોરસ કાગળનો ઉ૫યોગ કરી સમઘન બનાવવા શીખવીશ. પાન નં. ૪૬ ૫રની આકૃતિઓને વાળવાથી ખુલ્લું ખોખું બનાવતાં શીખવીશ. અલગ – અલગ પ્રકારના ખોખાનું અવલોકન કરાવીશ. વિભાના ઘરની રૂપરેખા દર્શાવતા નકશાનું અવલોકન કરી ઘરના વાસ્તવીક ચિત્રોમાંથી કયું ઘર વિભાનું છે ? તે શોઘાવીશ. સમઘનનું વાસ્તવીક ચિત્ર શોઘતાં શીખવીશ. વાસ્તવિક ચિત્ર શોઘતાં શીખવીશ. કોયડાની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ કોયડો ઉકેલશે. સમઘનનું ચિત્ર બનાવવાની રીત બતાવીશ. વિદ્યાર્થીઓ સમઘનનું ચિત્ર બનાવશે.પુલના ચિત્રોનું અવલોકન કરાવી લંબાઇ ૫હોળાઇ અને ઉંચાઇનું અનુમાન કરાવીશ. પુલનું વાસ્તવિક ચિત્ર બનાવવા જણાવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
પ્રવૃત્તિ : રંગીન કાગળમાંથી ખોખું બનાવવું
પ્રવૃત્તિ : તમારા પોતાના ઘરની રૂપરેખા દર્શાવતો નકશો બતાવવો.
પ્રવૃત્તિ : દિવાસળીની પેટીની રમત
મૂલ્યાંકન
– મહાવરોના ઉત્તરો લખવા જણાવીશ.
– મહાવરો લખવા જણાવીશ.