ધોરણ : 4 વિષય : ૫ર્યાવરણ
પાઠનું નામ:
૭. રીયાની ટ્રેનમોડી ૫ડી
અધ્યયન નિષ્પતિ :
– પોતાના અવલોકન, અનુભવ વસ્તુઓ અંગેની માહિતી, પ્રવૃત્તિ, મહત્વની ઘટનાઓ કે મુલાકાત લીઘેલ સ્થળો (જેમ કે મેળા, તહેવારો, ઐતિહાસિક સ્મારક
– સાઇનબોર્ડ, પોસ્ટર, નાણું, (નોટ / સિકકા) રેલ્વે ટિકિટ, સમય૫ત્રક વગેરેની માહિતીનો ઉ૫યોગ કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– રેલ્વે ફાટકના નિયમો
– ફાટક ઓળંગતી વખતે રાખવાની સુવિઘા સાવઘાની
– ટ્રાફિકની સલામતી અને ફરજો વિશે જાણકારી
– ગુજરાતના નકશામાં વિવિઘ નદીઓનો ૫રિચય
– રેલમાર્ગ અથવા સડક માર્ગમાં પુલનું મહત્વ
– નદીમાં પાણી સંગ્રહ માટે ડેમ વિશે માહિતી
– ટનલ વિશે માહિતી
– ભારતના વિવિઘ રાજયના અને પ્રદેશોના ૫હેરવેશ, રહેણીકરણી, બોલી, ખોરાક વિશે માહિતી
– ગામ કે શહેરની વખણાતી વાનગીઓ
– નાના ચિત્ર ૫રથી સેવકોના નામ અને કામ
શૈક્ષણિક સાધન :
– રેલ્વે ફાટકનું ચિત્ર
– ફાટકની મુલાકાત
– ટ્રાફિક સલામતી માટે નિશાની વાળા ચિત્રો
– ગુજરાતનો નકશો
– પુલનું ચિત્ર
– ખીણ નદીમાંથી ૫સાર થતા રેલમાર્ગના ચિત્ર
– પ્રાદેશિક ૫હેરવેશનો ચાર્ટ
– મોબાઇલ, કમ્પ્યુટર, યુટયુબ દ્વારા વિડીયો.
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– રિયાની ટ્રેન વડોદરા ઉભી રહી ર કલાક મોડી ઉ૫ડશે. તે વાત કરીશ. રિયાએ પપ્પા સાથે સ્ટેશન ૫ર ટિકિટ બારી, ટિકિટ ચેકરની રૂમ, પ્રતિક્ષા ખંડ, પાર્સલ રૂમ, ટોયલેટ – બાથરૂમ, પીવાના પાણીની સુવિઘા, ચા – નાસ્તાની કેન્ટીન વગેરે સ્થળે તેણે મુલાકાત લીઘી. તેણે સુવિઘાઓના કેટલા ફોટા પાડયા. માઇકમાં સૂચના મળતા ટ્રેન ઉ૫ડી ફાટક પાસેથી ૫સાર થઇ વિદ્યાર્થીઓને ફાટકના નિયમોની વાત કરીશ. રેલ્વે ફાટકનું ચિત્ર મોબાઇલમાં વિડીયો દ્વારા બતાવીશ. ફાટક ઓળંગતા કઇ રીતે સાવઘાની તથા સલામતી રાખવાની તેની વિસ્તૃત સમજ વિદ્યાર્થીઓને આપીશ. આસપાસના ફાટકની મુલાકાત વિદ્યાર્થીઓને કરાવીશ. ત્યારબાદ ટ્રાફિક જામ થયેલું જોયું તો બાળકીને ટ્રાફિકની સલામતી અને તેના નિયમોનું પાલન કરવા તેની વિસ્તૃત માહિતી ચિત્રો બતાવીને કે પોસ્ટર બતાવીને તથા કમ્પ્યુટરમાં વિડીયો ટ્રાફિકનો બતાવીને આપીશ. તેના રંગવાળા નિશાન બતાવીશ. તેનો અર્થ સમજાવીશ. વિદ્યાર્થીઓને ગુજરાતનો નકશો બતાવી તેમાં નદીઓનો ૫રિચય કરાવીશ. તેના નામ જગ્યા વગેરે સમજાવીશ. ટ્રેન જે જગ્યાઓથી ૫સાર થઇ ત્યાં નદી, ડુંગર વગેરે હોય તો તેમાંથી ૫સાર થવા માટે વાહન વ્યવહાર માટે આવન – જાવન માટે પુલ બનાવવો ૫ડે છે. ત્યાર બાદ વિદ્યાર્થીઓને તેમણે જોયેલ નદીઓના નામ પૂછી તથા તેમાંથી જે નદી ૫ર ડેમ દ્વારા વીજળી ઉત્પન્ન કરવા, પાણી સંગ્રહ કરવા જરૂરીયાત મુજબ છોડવા વગેરેમાં ઉ૫યોગ થાય છે. તેની વિસ્તૃત સમજ આપીશ. ત્યાર બાદ ટ્રેન ડુંગરા વાળા વિસ્તાર નદી વગેરે જગ્યાએથી પસાર થાય છે. ત્યાં ટનલ બનાવવામાં આવે છે તે ચેનલના ચિત્રો કે વિડીયો દ્વારા બાળકોને સમજ આપીશ. વિદ્યાર્થીઓ ભારતના જુદા – જુદા રાજયો લોકો દ્વારા ૫હેરાતા અલગ – અલગ ૫હેરવેશ તેમની રહેણીકરણી તેમની ભાષા બોલી તે શું ખાય તેના ફોટા કે વિડીયો બતાવી તેની માહિતી આપીશ. વિદ્યાર્થીઓને પૂછીશ કે તમે બીજા પ્રદેશમાં ગયા હોય તો ત્યાંની ભાષા તમે સાંભળી છે તે ભાષા તમે બોલવાનો પ્રયત્ન કર્યો છે. જુદા –જુદા વિસ્તારમાં વખાણાતી વાનગીઓ અને વસ્તુઓના નામ વિદ્યાર્થીઓને પૂછીશ. પુસ્તકમાં આપેલ ચિત્ર વિદ્યાર્થીઓને બતાવી તેમના નમા તથા કાર્ય તેમને પૂછીશ. તેમની સાથે ચર્ચા કરીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– પૂઠા ૫ર ટ્રાફિકના સિગ્નલ દોરવાનો પ્રોજેકટ
– ટ્રાફિક સલામતીના પોસ્ટર બનાવવાની પ્રવૃત્તિ
– ટ્રાફિક નિયમોના પોસ્ટર બનાવવાની પ્રવૃત્તિ
– આપણા તથા અન્ય વિસ્તારની વખણાતી વાનગી તથા ચીજ વસ્તુઓના નામનો પ્રોજેકટ
મૂલ્યાંકન
– રિયાએ સ્ટેશન ૫ર કયા કયા સ્થળની મુલાકાત લીઘી ? રિયાએ ફાટક પાસે શું શું જોયું ?
– તમારા વિસ્તારમાં કઇ કઇ નદીઓ આવેલી છે ?
– રિયાની ટ્રેન કઇ કઇ નદીઓના પુલ ૫રથી ૫સાર થઇ ?
– પુલ શા માટે બનાવવામાં આવે છે ?
– તમારા અને આસપાસના વિસ્તારની વખણાતી વાનગી કે ચીજ વસ્તુઓની યાદી બનાવો.
– પુસ્તકમાં આપેલ સેવકોના ચિત્રો જોઇ તેમના નામ અને કાર્ય જણાવો.