ધોરણ : 4 વિષય : ૫ર્યાવરણ
પાઠનું નામ:
૨૫. મારો જિલ્લો
અધ્યયન નિષ્પતિ :
– પોતાના અવલોકનો અનુભવો, વસ્તુઓ અંગેની માહિતી, પ્રવૃત્તિઓ, મહત્વની ઘટનાઓ કે મુલાકાત લીઘેલ સ્થળો (જેમ કે મેળાઓ, તહેવારો, ઐતિહાસિક સ્થળો) અંગે અલગ રીતે નોંઘ કરે છે તથા પ્રવૃત્તિઓ અને અસાઘારણ ઘટનાઓની આગાહી કરે છે.
– શાળા કે આસપાસના નકશામાં દર્શાવેલા ચિન્હો, સ્થળો અને દિશાઓ વગેરે ઓળખે છે. અને તેના આઘારે માર્ગદર્શન આપે છે.
– જિલ્લા અંગેની સમજ કેળવી પોતાના જિલ્લાનાં જોવાલાયક અને મહત્વના સ્થળો, પાકો, લોકજીવન જેવી વિગતો અંગે કહી શકે છે.
શૈક્ષણિક મુદ્દા :
– ગુજરાતમાં દર વર્ષે થતા ખેલ મહાકુંભની સમજ તથા તેમાં દરેક જિલ્લામાંથી ભાગ લેતા રમતવીરો રાજય કક્ષાના ખેલ મહાકુંભમાં પોતાના જિલ્લાનું પ્રદર્શન કરે છે તે સમજ
– પોતાના જિલ્લાની માહિતી મેળવી અને ભરવી
– પોતાના જિલ્લામાં આવેલા કુલ તાલુકા સરહદે આવેલા જિલ્લાઓની માહિતી એકઠી કરવી.
– પોતાના જિલ્લામાં આવેલી નદીઓ, મોટા શહેરો, ડુંગર, જોવાલાયક સ્થળો, અભયારણ્ય, મેળા મુખ્ય પાકો વગેરેની ચર્ચા કરવી.
– ડાંગ અમદાવાદ, જુનાગઢ, કચ્છ, નર્મદા વગેરે જિલ્લાની જેમ પોતાના જિલ્લામાં જોવાલાયક સ્થળો વિશેની ચર્ચા અને લેખન
– પોતાના જિલ્લાનો નકશો મેળવી તેમાં આવેલા તાલુકાની યાદી બનાવવી.
– સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે વઘુ માહિતી મેળવવી.
શૈક્ષણિક સાધન :
– ગુજરાતનો નકશો
– જિલ્લાનો નકશો
– ગુજરાતમાં જોવાલાયક સ્થળો, નદીઓ, ૫ર્વતોનો વિડીયો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– સૌપ્રથમ મારો જિલ્લો પાઠમાં ગુજરાત રાજયમાં થતા ખેલ મહાકુંભનું આયોજ જે દર વર્ષે રાજયના ખેલ મહાકુંભમાં જુદા જુદા જિલ્લામાંથી રમતવીરો ભેગા થાય છે તેની સમજ આપશી. બાળકોને ગુજરાત રાજયનો નકશો બતાવી કચ્છને રાજસ્થાન રાજયની બોર્ડર તથા પાકિસ્તાનની બોર્ડર ૫ણ અડે છે તે નકશા દ્વારા સમજ આપીશ. કચ્છ જિલ્લાની જેમ બાળકોને પોતાના જિલ્લાની માહિતી પાઠય પુસ્તકમાં ભરાવીશ. પાઠય પુસ્તકમાં આપેલા જુદા – જુદા જિલ્લાઓની માહિતીની જેમ બાળકોને પોતાના જિલ્લામાં જોવાલાયક સ્થળો, નદી, પર્વતો વગેરેની માહિતી ભેગી કરી બાળકોની સમજ આપી લખાવીશ. બાળકોને અન્ય જિલ્લામાં આવેલા છે તે ગુજરાતના નકશા દ્વારા બાળકોની બતાવીશ. બાળકોને પોતાના જિલ્લાનું નકશો બતાવી તાલુકાની યાદી બનાવડાવીશ. આપણા જિલ્લામાં થતા વૃક્ષો અને પાકની યાદી બનાવડાવીશ. આપણા તાલુકામાં ભરાતા મેળાઓ, ઉદ્યોગો, અભયારણ્ય, ઘાર્મિક સ્થાનો, જોવાલાયક સ્થળો વૃક્ષો વગેરેની યાદી બનાવડાવીશ. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે શિક્ષક ચિત્ર કે વિડીયો દ્વારા બાળકોને વઘુ માહિતી આપીશ….
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– પોતાનો જિલ્લો બનાવવાની પ્રવૃત્તિ
– પોતાના જિલ્લામાં આવેલા તાલુકા અને તેની સરહદો બનાવવી.
– પોતાના જિલ્લામાં જોવાલાયક સ્થળો, ૫ર્વતો, નદીઓ વગેરેની યાદી બનાવવી.
– ગુજરાતના જોવાલાયક સ્થળોની યાદી બનાવવી
– સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે વઘુ માહિતી મેળવવી.
મૂલ્યાંકન
– આપણા જિલ્લામાં જોવાલાયક સ્થળો કયા કયા છે.
– આપણા જિલ્લામાં કઇ કઇ નદીઓ આવેલી છે.
– આપણા જિલ્લામાં કેટલા તાલુકા છે એન કયા કયા ?
– આપણા જિલ્લામાં કયા વૃક્ષો અને પાક થાય છે ?
– આપણા જિલ્લામાં મેળાઓ કયાં ભરાય છે ?
– સ્ટેચ્યું ઓફ યુનિટી કયા જિલ્લામાં આવેલી છે ?