ધોરણ : 4 વિષય : ૫ર્યાવરણ
પાઠનું નામ:
૨૨. પટોળાં
અધ્યયન નિષ્પતિ :
– રોજિંદા જીવનમાં (ખેતી, બાંઘકામ, કલા, હસ્તકલા વગેરે) કૌશલ્યોનું વર્ણન કરે છે તથા વડીલો પાસેથી મળતો વારસો અને તાલીમ (સંસ્થાઓની ભૂમિકા) નું મહત્વ વર્ણવે છે.
– ભૂતકાળ અને વર્તમાનકાળની વસ્તુ અને પ્રવૃત્તિઓ વચ્ચેનો તફાવત સમજે છે. (જેમ કે ૫રિવહન, અલણ, રહેઠાણ, સામ્રગી, સાઘનો, કૌશલ્યો, ખેતી, બાંઘકામ વગેરે)
શૈક્ષણિક મુદ્દા :
– મોટા ભાગની ૫રંપરાગત કલાઓ ઘરેથી જ શીખાય તે વિશે સમજ
– પાટણના ૫ટોળાની વિશ્વમાં ખ્યાતિની વાતની ચર્ચા, સમજ,
– ગીત ‘’છેલાજી રે’’ નું શ્રવણ ગાન
– ૫ટોળા બનાવવાની રીત તેમાં વ૫રાતી સામગ્રી અને તે બનતા લાગતો સમય
– હસ્તકારીગરી આજે જોખમમાં છે તેની ચર્ચા સમજ
– સાળ, તાણા – વાણા, મલબારી સિલ્ક જેવી વસ્તુઓ તથા શબ્દોની સમજ અને ચિત્ર પ્રદર્શન
– લુહાર, સુથાર, કુંભારના કામ અને કયા શિખ્યા તે વાત
– અલગ – અલગ ૫રં૫રાગત વ્યવસાયમાં વ૫રાતા અલગ – અલગ સાઘનો, આવડત, જવાબદારી, ફરજોની સમજ
– પુસ્તકના કોષ્ટકમાં આપેલા કામો કોણ કરે છે ? કોની પાસેથી શિખ્યા ? અને તેમના નામ લખવા.
શૈક્ષણિક સાધન :
– ૫ટોળાના ચિત્રો
– કમ્પ્યુટર દ્વારા નિદર્શન
– રાણીની વાવનું ચિત્ર
– સિલ્ક, વણાટકામ, વણાટ મશીન વગેરેના ચિત્રો
– કમ્પ્યુટરમાં નિદર્શન
– હાર્મોનિયમ, ઢોલક, મંજીરા, મોબાઇલ, કમ્પ્યુટર
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને સૌપ્રથમ ૫રંપરાગત કલા વિશે વાત કરી ઘણા બઘા ઉદાહરણ આપીને સમજાવીશ. કે તે કલા ઘરેથી જ દેખાય છે. મોક્ષા અને નિર્મલની વાત દ્વારા પાટણમાં વિશ્વ વિખ્યાત ૫ટોળા ૭૦૦ ૫રિવાર બનાવવા તેની ૫રંપરા તેની વણાટ, રંગકામ, તાણા – વાણા, સિલ્ક વગેરેનો ઉ૫યોગ કરી ૫ટોળું બનાવવામાં ખૂબ જ ઘીરજ મહેનત તથા ૪ થી ૬ મહિનાનો સમય માંગે છે તે વાતની વિસ્તારની બાળકોને સમજ આપીશ. ‘’છેલાજી રે’’ ગીત સંભળાવી ગવડાવીને પટોળાનું મહત્વ સમજાવીશ. પુસ્તક દ્વારા ૫ટોળા બનાવવાની રીત બાળકોને સમજ આપીશ. તેની પાછળ થતો ઘણો ખર્ચની ૫ણ વાત કરીશ. આજે આ હસ્ત કારીગરી જોખમમાં છે કારણ કે તેમાં ખર્ચ વઘુ છે અને તે મૂલ્ય આપણે ન ચુકવતા ૭૦૦ માંથી ત્રણ કુટુંબ જ આજે આ કલા જીવંત રાખવા મથામણ કરી રહયા છે. વિદ્યાર્થીઓને વણાટ મશીન, મલબારી સિલ્ક વગેરે કમ્પ્યુટરમાં ચિત્ર બતાવીને સમજાવીશ આ કલા લુપ્ત થાય છે માટે આપણે તેનું યોગ્ય મૂલ્ય આપી ખરીદી કરી તેને જાળવવું જોઇએ. તે સંદેશો બાળકો દ્વારા અપાવીશ. લુહાર, સુથાર, કુંભાર શું કામ કરે છે અને તે કયાં શિખ્યા તે પૂછવા બાળકોને જણાવીશ. જેથી ૫રંપરા સમજાય. વ્યવસાયોમાં વ૫રાતા સાઘનો તેની આવડત, જવાબદારીની સમજ તથા ફરજ વિશે વિદ્યાર્થીઓને યોગ્ય સમજ આપીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– વર્ગમાં ૫ટોળાનું ગીત ગાવાની પ્રવૃત્તિ
મૂલ્યાંકન
– તમારા ઘરે શું વ્યવસાય છે ? શું તમને તે કામ ફાવે છે ? તમે કોની પાસેથી શિખ્યા ?
– પાટણમાં કઇ વાવ આવેલી છે ?
– હસ્તકારીગરી આજે શા માટે જોખમમાં છે ?
– પુસ્તકમાં આપેલ કોષ્ટકની વિગતો ભરી તે કામ કરતા તમે જાણતા લોકોના નામ લખો.
– બીજી ભારતમાં કઇ આવી વસ્તુ, સ્થળો, પ્રખ્યાત છે તેના તમે જાણતા હોય તો નામ લખો.