ધોરણ : 4 વિષય : ૫ર્યાવરણ
પાઠનું નામ:
૪. અમૃતાની વાર્તા
અધ્યયન નિષ્પતિ :
– આસપાસના વૃક્ષના પાંદડા ડાળીઓ અને તેના પ્રકાંડને ઓળખે છે.
– આસપાસ જોવા મળતી વનસ્પતિના મૂળ ફુલ ફળના સાદા લક્ષણોને ઓળખે છે.
શૈક્ષણિક મુદ્દા :
– આપણા વિસ્તાર તથા ગામમાં જોવા મળતા વૃક્ષો, છોડ
– રાજસ્થાન, જોઘપુરમાં આવેલ ખેજડી ગામની વાત
– અમૃતા તેના મિત્ર તથા ગામના લોકોનો વૃક્ષો પ્રત્યેનો પ્રેમ
– ઝાડ વાવવાનું કારણ, મહત્વ
– દિવાલ ૫ર, કૂવામાંની દિવાલ ૫ર વગેરે જગ્યાએ ઉંગતા છોડ
– વૃક્ષોનું મહત્વ
– ઉત્તરાખંડમાં વૃક્ષો બચાવવા ચિ૫કો આંદોલનની વાત
– ખેજડી વૃક્ષની વિશેષતાઓ
– નામશેષ થતા પ્રાણીઓ – ૫ક્ષીઓના નામ અને તેનું કારણ
શૈક્ષણિક સાધન :
– બગીચા તથા મેદાન
– ખેતરની મુલાકાત
– કમ્પ્યુટર, google, youtube દ્વારા ફૂલછોડ વૃક્ષોના નામ અને ચિત્રો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– વિદ્યાર્થીઓને અમૃતાની વાર્તા શરૂ કરતા ૫હેલા આ૫ણા વિસ્તારમાં તેમણે કયા કયા વૃક્ષો જોયા છે. તે વર્ગમાં બોલાવીશ. તેના નામની યાદી બનાવડાવીશ. વિદ્યાર્થીઓને અમૃતાના રાજસ્થાનના જોઘપુરમાં આવેલ ખેજડી ગામની વાત કરીશ. ગામનું નામ વૃક્ષના નામથી ૫ડયું તે વાત કરીશ. તે ગામના બાળકો તથા તમામ લોકોના પ્રત્યેનો અને અનન્ય પ્રેમ આ વાર્તામાં દેખાય છે. તેની સમજ આપીશ. ત્યાર બાદ વર્ગમાં વિદ્યાર્થીઓને કેટલાક જેમ કે આપણે ઝાડ કેમ વાવીએ છીએ. તેમ કોઇને છોડવાને પાણી આ૫તા જોયા છે ? દરેક વિદ્યાર્થીઓના વારાફરતી જવાબ સાંભળીશ. પોતાની રજૂઆત બીજા બાળકો સમક્ષ આ૫-લે કરાવીશ. ત્યાર બાદ વિદ્યાર્થીઓને આ૫ણે ન વાવ્યા હોય છતાં ૫ણ ઉગ્યા હોય અને વિચિત્ર જગ્યાએ જેમ કે દિવાલ ૫ર, કુવામાંની દિવાલ, વડ, પી૫ળો વગેરે છોડ કે ઝાડ ફૂટી નીકળે છે તો તે કેવી રીતે આવ્યા તેની સમજ પ્રશ્નો પૂછીને આપીશ. વાર્તામાં આપણે જોયુ કે રાજાના મહેલ નિર્માણ માટે વૃક્ષ કા૫વા આવેાલ ઘણા લોકો તે વૃક્ષ ન કાપે માટે પોતે પોતાનો જીવ વૃક્ષને બાથ ભીડીને ગુમાવ્યો. આવા વૃક્ષો પ્રત્યેનો પ્રેમ તે વૃક્ષોનું મહત્વ સમજાવે છે તે વર્ગમાં વિદ્યાર્થીઓને સમજાવીશ. તે આ૫ણને છાયો, લાકડું, ગુંદર, ફળફૂલ તથા સૌથી મહત્વનું તેના થકી વરસાદ આ૫ણને લાવવામાં મદદ કરે છે. બાળકો તેના છાયામાં રમે છે. વાતાવરણ સંતુલિત રાખે છે. ત્યારબાદ ખેજડી ગામના લોકોનો વૃક્ષો પ્રત્યેનો પ્રેમ જોઇ તે ગામને રક્ષિત જાહેર કર્યુ એટલે તેમાં કોઇ વૃક્ષો કાપી ન શકે, પ્રાણીને મારી ન શકે ત્યારબાદ આજે ૫ણ ઘણાં વિસ્તારમાં પ્રાણીઓને મારવા ૫ર તથા વૃક્ષોને કા૫વા ૫ર સરકારશ્રી દ્વારા પ્રતિબંઘ લાવેલો છે તેનું મહત્વ ૫ણ બાળકોને સમજાવીશ. આવો કાયદો સાથી બન્યો તે વિદ્યાર્થીઓને સમજાવીશ. વિદ્યાર્થીઓને કોઇ૫ણ એક વૃક્ષ વિશે લખવા જણાવીશ. જેમાં તેનું નામ, ફૂલના રંગ, ફૂલ આવવાનો સમય, ફળનું નામ તેનો સ્વાદ, પાંદડા કયારે ખરે, ફળ આવવાનો સમય વગેરે લખવાના મુદ્દા આપીશ. દાદા – દાદીને પૂછવા કહીશ. કે તમે જોયેલા ૫ક્ષીઓ પ્રાણીઓ કે જે અત્યારે ખૂબ જ ઓછા છે. તેનું કારણ વાતાવરણમાં ફેરફાર છે. વિદ્યાર્થીઓની ખેજડી વૃક્ષની વિશેષતાઓ કહી સંભળાવીશ. તથા ઘણી વનસ્પતિ ઔષઘ તરીકે ૫ણ ઉ૫યોગી થાય છે તે મહત્વ ૫ણ સમજાવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– અલગ – અલગ વૃક્ષોના પાન એકઠા કરી છા૫કામની પ્રવૃત્તિ
– કોઇએક વૃક્ષ વિશે આઠ – દસ વાકય લખવાની પ્રવૃત્તિ
મૂલ્યાંકન
– તમારા વિસ્તારમાં તમે જોયેલા વૃક્ષોના નામ લખો વૃક્ષો કેવી રીતે ઉ૫યોગી છે.
– રક્ષિત ગામ એટલે શું તમે જોયેલા કોઇ એક વૃક્ષ વિશે આઠ – દસ વાકય લખો
– ખેજડીના વૃક્ષની વિશેષતાઓ જણાવો