ધોરણ : 4 વિષય : પર્યાવરણ
પાઠનું નામ:
૧૦. કબડ્ડી કબડ્ડી કબડ્ડી
અધ્યયન નિષ્પતિ :
– ભૂતકાળ અને વર્તમાન કલ ની વસ્તુ અને પ્રવૃતિઓ વચ્ચેનો તફાવત સમજે છે (દા. ત. વાહન વ્યવહાર, ચલણ, સામગ્રી, સાધનો, કૌશલ્યો, ખેતી, બાંધકામ વગેરે)
શૈક્ષણિક મુદ્દા :
– રામતોનું મહત્વ
– રમત દ્વારા જીવન વ્યવહારમાં અને ચોક્કસ નિયમો અને તેના મહત્વ અંગે ચર્ચા
– કારણ્મ, મલેશ્વરીની વાત
– સરિતા ગાયકવાડ ની વાત
– ત્રણ બહેનોની વાત દ્વારા રમતની સમાન તક વિષે ની વાત
– રામતોના ફાયદે
શૈક્ષણિક સાધન :
– પી. ટી. ઉષા વગેરે મહિલા ખેલાડીઓના ચિત્રો
– મોબાઈલ માં જુદી જુદી રમતી રમતો ના વિડીયો
– રમતના સાધનો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– કબડ્ડી નું પાઠ્ય પુસ્તક માં વાંચન કરી શ્યામલા, રોજીના સંવાદોની સમજ આપી ત્યારબાદ કબડ્ડી ખૂબ જ લોક પ્રિય રમત છે તેના વિષે બાળકો સાથે વિસ્તૃત ચર્ચા કરી સમજ આપીશ. રમતો માં દેશી રમતો રમવાથી આપના શરીર ને કસરત મળે, શરીર સુડોળ બને, મજબૂત થાય વગેરે જેવા ફાયદા બાળકોની સમજાવીશ. તથા આપણું ધ્યાન, વિચારશક્તિ, તર્ક શક્તિમાં પણ વધારો થાય તે વિદ્યાર્થીઓને સમજાવીશ.
– રમત થી જીવન વ્યવહાર માં પણ રમત જેવા ચોક્કસ નિયમો આપણે અનુસારી ને તે ખૂબ જ સકારાત્મક તથા મુશ્કેલી રહિત જીવન જીવી શકાય છે. તેની ઉ. દા. આપી વિદ્યાર્થીઓને સમજ આપીશ. કરમણ, મલેશ્વરી તથા સરિતા ગાયકવાડ જેવા મહાન ખેલાડીઓની વાત કરીશ. તથા ત્રણ બહેનો જવાલા, લીલા અને હીરા ની વાત કરીશ. તેમને સમજાવીશ. કે સ્ત્રી કે પુરુષ ને રમત માં સમાન તકો પ્રાપ્ત થવી જોઈએ જે પહેલાના સમયમાં મળતી ન હતી.
– વિદ્યાર્થીઓ ને શિક્ષક માં શ્વાસ રોકીને કબડ્ડી બોલતા કેટલો સમય જાય, તે કેટલો સમય શ્વાસ રોકી શકે તેવી પ્રવૃતિ કરાવીશ. આ સિવાય કબડ્ડી વિષે વધુ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીશ. તેમ આઉટ થવું, કેવી રીતે આઉટ કરવું, રમતમાં આવનાર બીજા ને અડવા જાય કેવી રીતે પોઈન્ટ લાવવો તેવી અન્ય કબડ્ડી વિષે બાળકોને ચર્ચા કરીશ. કબડ્ડી ના જુદા જુદા નામ બાળકોને ચર્ચા કરી સમજાવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– જુદી જુદી રમત ના ખેલાડીઓ ના ફોટા અને રમત ની પોથી નો પ્રોજેક્ટ
– શ્વાસ રોકો કબડ્ડી બોલતા કેટલો સમય સ્વસ રોકાઈ તે પ્રવૃતિ
મૂલ્યાંકન
– કબડ્ડી ની રમત માં એક ટીમ માં કેટલા ખેલાડી હોય છે ?
– કબડ્ડી ને જુદા નૂડ રાજ્યો માં કયા કયા નામ થી ઓળખાય છે ?
– કબડ્ડી માં કુલ કેટલા ખેલાડીઓ રમે છે ?