ધોરણ : 4 વિષય : પર્યાવરણ
પાઠનું નામ:
૩. નંદું સાથે એક દિવસ
અધ્યયન નિષ્પતિ :
– પ્રાણીઓની વિશિષ્ટ વ્યક્તિઓ અને અસામાન્ય લક્ષણો અને તેમના પ્રકાર, ધ્વનિ અને ખોરાક પ્રત્યેના પ્રતિચારને વર્ણવે છે.
– મોત કે નાના સમૂહમાં રહેતા જેમ કે કીડી, માનખી હાથી વગેરે અને માલ બાંધતા પક્ષીઑના વર્તન અને તેમના જન્મ સ્થળાંતર કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– નંદું હાથી ની વાર્તા દ્વારા હાથીની માહિતી તેનું વજન, ખોરાક રહેઠાણ આયુષ્ય
– રમત અને મજા પાન નંબર ૧૯, ૨૦, ૨૧ ના પ્રશ્નોના જવાબ
– જુથ માં રાહરવાનું મહત્વ તથા પસંદ ના પસંદ
– પ્રાણીઑ ની જે સવારી કરે છે તથા કરાવે છે તેના નામ
– બહાર ખેચવા તથા વજન ઉચકવા ઉપયોગી પ્રાણીઑ
શૈક્ષણિક સાધન :
– હાથીનું ચિત્ર
– મોબાઈલ
– હાર્મોનિયોં
– ઢોલક
– કલર બોક્સ
– જાડા મોટા
– સાઇઝ ના કાગળ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને નંદું હાથી વિષે વાત કરીશ. હતી વિષે વિસ્તૃત માહિતી વિદ્યાર્થીઓને આપીશ. જેમ કે એક દિવસમાં તે કેટલા કિલો ખોરાક ખાઈ જાય છે તેના બચ્ચને મદનિયું કહેવાય છે. તે નાના હોય ત્યારે ઝાડ માં ફરવાનું પસંદ કરે છે. જેનાથી તેઓ એક બીજાની હૂંફ અનુભવે છે. ખોરાક મેળવવો રોકાવું વગેરે ક્રિયાઓ શીખે તથા જુથ માં રક્ષણ થાય વજન વિષે બાળકોને વાત કરીશ. તથા હાથીને પાણી અને કાદવ માં તેની ચમડીને ઠંડક મળે છે તે વાત સમજાવી. ત્રણ માહિતીનું નંદું હાથી બસો કિલોગ્રામ વજન ધરાવે છે. તો તેવા તમારા જેવા કેટલાક બાળકો ભેગા કરતાં કેટલું વજન થાય બાળકોને ગણિત ગમ્મત પણ કરવી તે ૧૪-૧૫ વર્ષ સુધી ટોળામાં રહે છે. મોટો થઈ ટોળી છોડી દેશે તે સમજાવીશ. પાઠ્ય પુસ્તકમાં પાના નંબર ૨૦ પર ના પ્રશ્નોના જવાબ વિદ્યાર્થીઓની વર્ગ માં બોલવા કહી તથા સમજ આપી લખવા જણાવીશ. બાળકોને જુથમાં કયા કયા પ્રાણીઑ જોયેલા તેના વિષે લખો તેવું કહીશ. તેમને લેખન કરવા આપીશ. બહાર ખેચવા સવારી કરવા કયા પ્રાણીઓનો ઉપયોગ થાય છે તે વર્ગમાં બોલવા જણાવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– હાથી વિષે બાળગીત
– કલર તથા સફેદ જાડા કાગળ માંથી કાપીને પોતાનો હાથી બનાવવાની પ્રવૃતિ
મૂલ્યાંકન
– હાથી વિષે પાંચ વાક્યો લખો
– વાલીઓ પાસેથી પ્રાણીઑ વિષે વર્ગમાં તે બોલો
– હાથીનું ચિત્ર દોરો
– હાથી વિષે બાલ ગીત અભિનય સાથે વર્ગમાં ગાવો.