ધોરણ : 4 વિષય : પર્યાવરણ
પાઠનું નામ:
૧૪. રાજુનું ખેતર
અધ્યયન નિષ્પતિ :
– આસપાસ જોવા મળતી વનસ્પતિ ના મૂળ, ફૂલ અને ફાળોના સાદા લક્ષણો ( જેવા કે આકાર, રંગ, સુગંધ તે કયા ઊગે છે તેમજ અન્ય બાબતો વગેરે) ઓળખે છે.
– રોજિંદા જીવનમાં ખેતી, બાંધકામ, કલા અને હસ્ત ઉધોગ જેવા વારસાગત રીતે મળેલા વિવિધ કૌશલ્યો તેની પરંપરા અને વરસ વગેરે નું મહત્વ વર્ણવે છે.
શૈક્ષણિક મુદ્દા :
– આપણા વિસ્તાર માં ઊગતા પાક વિષે ચર્ચા
– ઊગતા પાક ની સમજ
– ખેતર માં કરવામાં આવતા કામો વિષે વાત, સમજ
– ખેતરમાં વપરાતા સાધનો
– બીજ ની વવાણીની સમજ
– અંકુર, નીંદણ જેવા શબ્દોની સમજ, લણવું
– ખેતર ની મુલાકાત
– ફળ, શાકભાજી બજાર માં લઈ જવા માટે વપરાતા વાહન
– ચિત્રો જોઈ ઓજારોના નામ તથા ઉપયોગ
– પાક ઉગાડવા કરવા પડતાં કામ
શૈક્ષણિક સાધન :
– ઓજારો ના ચિત્ર
– વિડીયો નિદર્શન
– કમ્પ્યુટર માં વિડીયો ચિત્રોનું નિદર્શન
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને રાજુના ખેતર પાક દ્વારા વાંચન કરી ખેતરમાં ઉગાડવામાં આવતા જુદા જુદા પાક વિશે ચર્ચા તથા વાત કરીશ. આપણા વિસ્તારમાં કયા કયા પાક લેવાય છે તે પૂછીશ. અને વિદ્યાર્થીઓને તે માટે નજીકના ખેતર માં નજીકના ખેતરની મુલાકાત કરાવી સંપૂર્ણ માહિતી ખેડૂત ભાઈ પાસે સંભળાવીશ. તેમાં પાક કેવી રીતે ઉગાડવામાં આવે છે. અને તે ઉગાડવા માટે કેવા કેવા કામ કરવા પડે છે તે પુસ્તક માં ચિત્રો દ્વારા સમજાવીશ. ત્યારબાદ ખેતર માં ખેતી કરવા માટે કયા કયા સાધનનો ઉપયોગ થાય તે વિદ્યાર્થીઓ ને પૂછીશ તેમણે જોયેલા સાધનોના નામ બોલશે. બીજા “ઈલ્લીજ” જેવા સાધનો છે ન જાણતા હોય તેના ચિત્રો અથવા વિડીઓમાં કે રૂબરૂ બતાવી તેના વિવિધ ઉપયોગ તેમને સમજાવીશ. તતઃ ચિત્રપોથી બનાવવાનો પ્રોજેક્ટ કરીશું. વર્ગમાં કેટલાક ઓજારોના ચિત્ર બતાવી તથા પુસ્તક માં બતાવી તેના નામ જણાવવા વિદ્યાર્થીઓને કહીશ. તથા ન જાણતા સાધનોના નામ અને તેના ઉપયોગની વિગતવાર માહિતી આપીશ. વિદ્યાર્થીઓને પાઠનું વારાફરતી વાંચન કરાવીશ અને સમજ આપીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– ખેતરની મુલાકાત
– ઓજારોના ચિત્રો તથા નામ ની બુક બનાવવાનો પ્રોજેક્ટ
મૂલ્યાંકન
– રજૂ એ તેના પિતાને કયા કયા કામમાં મદદ કરી ?
– તમારા ઘર નજીક કોઈ ખેતર છે ? તેમાં શું ઉગાડવામાં આવે છે ?
– ખેતર માં કયા કયા ઓજારો વપરાય છે તેના નામ લખો
– સૂકી ડાળી કાપવા કયું સાધન વપરાય છે ?