ધોરણ : 4 વિષય : પર્યાવરણ
પાઠનું નામ:
૯. બદલાતા કુટુંબો
અધ્યયન નિષ્પતિ :
– વિસ્તૃત બનતા કુટુંબના સભ્યો સાથે પોતાના અને સભ્યોના પરસ્પરના સબંધો ને ઓળખે છે.
– મોત કે નાના સમૂહમાં રહેતા પ્રાણીઑ અને માલ બાંધતા પક્ષીઓ ના વર્તનોને તેમજ જન્મ, લગ્ન અને સ્થળાંતરને કારણે કુટુંબમાં થતાં ફેરફારોને સમજાવે છે.
– રોજિંદા જીવનમાં ખેતી, બાંધકામ, કલા અને હસ્ત કલા ઉધ્યોગ જેવા વારસાગત રીતે મળેલા વિવિધ કૌશલ્યો તેની પરંપરા અને વારસો વગેરે નું મહત્વ વર્ણવે છે.
– સ્વાસ્થ્ય તથા સ્ત્રોતો પુન: કરકસરયુકત ઉપયોગ અંગેના ઉપાયો સૂચવે છે અને વિભિન્ન સજીવો તથા વિવિધ સ્ત્રોતો ની કાળજી લે છે.
શૈક્ષણિક મુદ્દા :
– ચિત્રોના આધારે કુટુંબોની વિવિધ જાણકારી
– કુટુંબમાં નાના બાળકોનો જન્મ તથા ઘરમાં ઘણી બાબતોમાં આવતા ફેરફાર
– જન્મેલા બાળક વિષે પ્રશ્નોત્તરી દ્વારા માહિતી
– બદલી – બઢતી જેવા કારણોસર બીજા સ્થળે રહેવા જતાં તૈયારીઑ શાળામાં વિદ્યાર્થિની વિગતો
– ઘર માં લગ્ન પ્રસંગથી થતાં કુટુંબના સભ્યો અને અન્ય ફેરફારોની ચર્ચા – પ્રશ્નો- કારણો
– લગ્ન પ્રસંગમાં ગવાતા ગીતો તથા નૃત્ય વિષે જાણકારી
– વાદીઓ સાથે વાતચીત દ્વારા પાઠ્ય પુસ્તક માં ના કોષ્ટકની વિગતો
– કુટુંબ વૃક્ષ દોરવું શાળા માં
– વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવા
– ડ્રોપ આઉટ બાળકો ના જીવનમાં પડતી મુશ્કેલીઓ વિષે ચર્ચા
– લગ્નની ઉમર કાયદાકીય રીતે
શૈક્ષણિક સાધન :
– મોબાઈલ, યુટ્યુબમાં ચિત્ર, વિડીયો
– લગ્નની કંકોતરી, ફોટા જુથ ચર્ચા
– બાળકોના ફોટા, ગુંદર
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– પાઠ્ય પુસ્તકમાં કિરણ સુમી અને દિપાલી ના કુટુંબના ચિત્રો આપ્યા છે. વિદ્યાર્થીઓ સાથે ચિત્રો બતાવી વાત કરીશ તેમ કિરણને નાની બહેન જન્મી છે તેના કારણે તેના કુટુંબમાં ઘણા ફેરફારો જોવા મળે છે. જેમ કે મમ્મી ના કામ, બેનને સાચવવી, તેની ખરીદી, દવાખાનના ખર્ચ વગેરે વિદ્યાર્થીઓને સમજ આપીશ. જ્યાં નાનું બાળક જન્મ્યું હોય તેવા કુટુંબની જાકારીને લગતા પ્રશ્નો ના ઉત્તર વર્ગમાં કરીશ.
– પાઠ્ય પુસ્તક માં બાળકોનું ચિત્ર દોરવા અથવા ફોટો ચોંટાડવા વિદ્યાર્થીઓને કહીશ. ત્યારબાદ સુમિની વાર્તા માં તેના પિતાને નોકરીમાં બઢતી મળતા તે બહારગામ રહેવા જશે. તો કેવી તૈયારીઑ કરશે. કઈ શાળામાં ભણશે. જેવી અનેક બાબતોની વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ આપણી શાળા માં કોઈ બીજા શહેર કે ગામ થી આવેલ વિદ્યાર્થીઓ વિષે જાણી તેની નોંધ કરવા જણાવીશ. ત્યારબાદ દિપાલી ના બેનના લગ્નથી તેમણઘરે પણ કયા ફેરફાર થશે તે ચિત્ર બનાવી ચર્ચા કરીશ. તેના પ્રશ્નોની વાત કરી જુદા જુદા પ્રતિભાવ મેળવીશ.
– વિદ્યાર્થીઓને તેમની મોટા તથા કાકી સાથે લગ્ન વિષે વાત કારીતે લગ્ન પહેલા કયા રહેતા હતા તે સમયે તેમના કુટુંબમાં કયા કયા સભ્યો હતા વગેરે વિદ્યાર્થીઓ સાથે જુથ ચર્ચા કરી લગ્નમાં શું શું કરવામાં આવે છે તે વિષે ચર્ચા કરીશ. અલગ અલગ કારણોસર કિરણ, સુમી, દિપાલીના કુટુંબ માં ફેરફાર થાય તે કારણો લખવા તથા બોલવા વિદ્યાર્થીઓને વારાફરતી કહીશ. લગ્ન પ્રસંગ માં ગવાતા લગ્નગીતો, ગરબા તથા નૃત્ય જેમ કે ડોસલો નૃત્ય, મોરિયો નૃત્ય વગેરે ગીતો વિષે વિદ્યાર્થીઓને પૂછીશ. ત્યારબાદ વિદ્યાર્થીઓને પોતાના કુટુંબ, પાડોશી અને મિત્રોનો કુટુંબ વિષે માહિતી પાઠ્ય પુસ્તકના કોષ્ટકમાં ભરવા જણાવીશ. વિદ્યાર્થીઓના કુટુંબમાં શું ફેરફાર થાય કે થવાના છેતે દરેક ને વારાફરતી પૂછીશ. વર્ગમાં ચર્ચા વાતચીત કરીશ. દરેક વિદ્યાર્થી શાળામાં ભણીને શું બનવા માંગે છે ? તેમના ઘરમાં સૌથી વધુ કોણ ભણયુ છે ? કોણ ઓછું ભણયુ છે ? જેવા પ્રશ્નો પૂછીશ. લગ્ન માટે છોકરી ને ૧૮ વર્ષ છોકરાને ૨૧ વર્ષની ઉંમર ઓછા માં ઓછી હોવી જોઈએ તે વાત સમજાવીશ. ત્યાર બાદ જે બાળકો અધૂરા ભણતરે શાળા છોડી ને ગયા છે તેમણે કેવી મુશ્કેલીઓ પડે છે તે કયા છે, અત્યારે શું કરે છે વગેરે ચર્ચા વિદ્યાર્થીઓ સાથે કરીશ. અને અભ્યાસનું માહત્વ સમજાવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– કુટુંબ વૃક્ષ દોરવાની પ્રવૃતિ
– બાળક નું ચિત્ર દોરવા ની પ્રવૃતિ
મૂલ્યાંકન
– કુટુંબમાં સભ્યોનો વધારો કે કમી જેવા ફેરફરોના કારણો લખો
– તમે જાણતા હોય તેવા કુટુંબના નાના બાળક ની વિગતો લખો
– બાળક નું ચિત્ર દોરો
– લગ્ન કરવા છોકરો, છોકરીની કેટલી ઉંમર હોવી જોઈએ ?
– લગ્ન પ્રસંગમાં શું કરવામાં આવે છે ?
– લગ્નમાં તમે જાણતા નૃત્ય કે ગીતો ના નામ લખો
– શાળામાં ભણતર છોડી દેતા વિદ્યાર્થીઓને શું મુશ્કેલી પડે છે ?