ધોરણ : 4 વિષય : પર્યાવરણ
પાઠનું નામ:
૮. રીયા પહોંચી મામાના ઘર
અધ્યયન નિષ્પતિ :
– ભૂતકાળ અને વર્તમાન કરલ ની વસ્તુઓ અને પ્રવૃતિઓ વચ્ચે તફાવત સમજે છે.
– ગુણધર્મો અને સંજોગોના આધારે અંતર સામે વજન સમયગાળો અંગે પ્રમાણિત અને બિન પ્રમાણિત એકમો સંદર્ભે અનુમાન કરે છે તથા સદા અને હાથ વગા ઉપાયો દ્વારા કાર્યકારણ સબંધ ની ચકાસણી કરે છે.
– પોતાના અનુભવો, અવલોકન, વસ્તુઓ અંગેની માહિતી પ્રવૃતિઓ મહત્વની ઘટનાઓ કે મુલાકાત લીધેલ સ્થળ જેમ કે મેળાઓ તહેવાર, ઐતિહસિક સ્થળો અંગે અલગ રીતે નોંધ કરે છે તથા પ્રવૃતિઓ અને આ સાધારણ ઘટનાઓની આગાહી કરે છે.
– સાઇન બોર્ડ, પોસ્ટર, નાણું, રેલવે – ટિકિટ, સામે પત્રક વગેરે માહિતીનો ઉપયોગ કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– વર્તમાનમાં મુસાફરીના સાધનો, અધ્યતન જગ્યાઓ જુવે જાણે.
– દરિયા કિનારે, નદી, જોવાલાયક બીચ, ટિકિટ કયા લેવાની
– સવારી કે મુસાફરી દરમિયાન રાખવાની કાળજી
– ટિકિટનું મહત્વ તેનો અભ્યાસ તથા ઉપયોગ
– રેલવે ના સામે પત્રકનું મહત્વ ઉપયોગ
શૈક્ષણિક સાધન :
– વાહનોનો ચાર્ટ
– દરિયાના ચિત્રો
– રેલવે સ્ટેશનની મુલાકાત
– ગુજરાતનો નકશો.
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને રીયા તેના મામાના ઘરે ટ્રેન માં તથા રિક્ષામાં બેસીને પહોંચી તે વાત કરીશ. વિદ્યાર્થીઓ પોતે કયા કયા વાહનોમાં મુસાફરી કરી છે તે પૂછીશ. એ સામે નું અને અત્યારના વાહન વ્યવસ્થાની તેમજ તેમાં પડતી મુશ્કેલીઓની સમજ બાળકોને આપીશ. જોવા લાયક સ્થળો વિષે વિદ્યાર્થીઓને પૂછીશ. અને ચર્ચા કરીશ. દમણના બીચ પર હોળીમાં ઊંટ સવારી, ઘોડા સવારી ની જેમ વિદ્યાર્થીઓએ શનિ સવારી કરી છેતે પૂછીશ. અને કયા ટિકિટ લેવી પડે તે પૂછીશ. અને સમજ આપીશ. સવારી તથા મુસાફરી દરમિયાન શું સાવચેતી તથા કાળજી રાખવી તેની વિસ્તૃત સમજ આપીશ. ત્યાર બાદ ટિકિટનું મહત્વ શું છે તેનો ઉપયોગ કેવી રીતે થાય તે ટિકિટનું મહત્વ શું છે તેનો ઉપયોગ કેવી રીતે થાય તે ટિકિટ બતાવીને વિદ્યાર્થીઓ ને સમજવીશ.
– વિદ્યાર્થીઓને કરછ એક્સ્પ્રેસનું પાઠ્ય પુસ્તકમાં સમય પત્રક કેવી રીતે વંચાય તે સ્થળ, સમય, તારીખ, કી. મી., અંતર, ભાડું વગેરે માહિતી દરેક વિદ્યાર્થીઓની વારાફરતી બોલાવી તેના દ્વારા ગાણિતિક પ્રવૃતિ કરાવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– રેલવે સ્ટેશન ની મુલાકાત કરી સમય પત્રક બનાવવાનો પ્રોજેક્ટ
– સમય પત્રક દ્વારા ગાણિતિક પ્રવૃતિ
મૂલ્યાંકન
– દમણના બીચનું નામ શું હતું ?
– રિયાએ દરિયા કિનારે શેના પર સવારી કરી ?
– રેલવે નું સમય પત્રક શા માટે ઉપયોગી છે ?
– કયા કયા વાહનોમાં મુસાફરી કરવા ટિકિટ ખરીદવી પડે ?