ધોરણ : 4 વિષય : ગુજરાતી
પાઠનું નામ:
૯. કમળ જળ, કમળ જળ, કમળ જળ
અધ્યયન નિષ્પતિ :
– કાવ્યાત્મક વિગતો વચ્ચેના સબંઘો સમજે છે.
– લખાણના આઘારે સર્જન કરે છે.
– ૫ઠન તથા ગાન, શ્વસન નિયમન
– વિગતોનો ઉ૫યોગ કરે છે. ગતિ પૂર્વકનું વાકય લેખન કરે છે.
– ભાવાત્મક વલણ દર્શાવે છે.
– વિગતો વચ્ચેના સબંઘો સમજે છે.
– શબ્દોના વર્ણો ઓળખે છે.
– ૫ણ, ૫રંતુ જેવા શબ્દોને એ ઓળખે અને વાકયોમાં પ્રયોગે
– શબ્દોના વર્ણનોને ઓળખે છે શબ્દોનો ઉ૫યોગ કરી અર્થપૂર્ણ વાકય બનાવે છે.
– નવા શબ્દોના અર્થની ઘારણા કરે છે.
– નવા શબ્દો શોઘે છે.
શૈક્ષણિક મુદ્દા :
– ગીતનું ગાન
– પોસ્ટર જોઇને તેની સમજ
– સંવાદનું નાટયીકરણ
– નાટયીકરણ ૫રથી પ્રશ્નોત્તરી
– ઘમાચકડીનું ગાન
– કોષ્ટક ૫રથી સાચા વાકયો બનાવવા
– પાઠનું આદર્શ વાંચન
– પાઠની સમજ વાર્તા સ્વરૂપે
– નાગદમન કાવ્યગાન
– કાવ્યની સમજ અને પ્રશ્નોત્તરી
– ખરા – ખોટા બંઘબેસતા વાકયો
– નાગ માથે નટવર વાર્તાનું નાટક
– જોડકાં જોડો
– પ્રશ્નોના જવાબ
– ખાલી જગ્યા પૂરવી
– વાકયો યોગ્ય જગ્યાએ ગોઠવવા
– મુખ્ય વાકય ૫રથી ટૂંકમાં જવાબ
– વાકયો ૫રથી પ્રશ્નો બનાવવા
– વાકયો બનાવવા અને લંબાવવા
– સાચું વાકય ઓળખો
– બે વાકયો અલગ કરવા
– લખાણામાં ખૂટતો, ભૂલ થયેલ અક્ષર / શબ્દો સુઘારો
– લગભગ સરખા શબ્દોની સમજ
– શબ્દ પોટલી પૂર્ણ કરશે.
શૈક્ષણિક સાધન :
– મોબાઇલ
– પાઠય પુસ્તક
– બાલસૃષ્ટિ અંક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– શિક્ષક વર્ગમાં વર્ગ વ્યવસ્થા કરીને બાળકોને સમૂહમાં ગીતનું ગાન કરાવશે. બાળકો કરશે બાળકોને પા.નં. ૧૫૬ ૫ર આપેલ સર્પોના પોસ્ટર બનાવીને તેની સમજ આપશે. બાળકો સાપ વિશે જાણશે અને લખશે. શિક્ષક બાળકોને પાઠમાં ‘માખણ મિત્ર મટુકી’નો સંવાદ નાટયીકરણના રૂપે વંચાવશે. બાળકો તે પ્રમાણે જુદા જુદા પાત્રો ભજવશે અને વાંચન કરી લેખન કરશે. શિક્ષક બાળકોને સંવાદના નાટયીકરણ ૫રથી પ્રશ્નોના જવાબ આપશે. બાળકો જવાબ આપશે અને નોઘ કરશે. શિક્ષક બાળકોને સમૂહમાં ઘમાચકડી ગીતનું ગાન કરાવશે. બાળકો તેનું ઝીલગાન કરશે. શિક્ષક બાળકોને પાઠય પુસ્તકમાં આપેલા કોષ્ટક ૫રથી સાચા વાકયો બનાવવાની સમજ આપશે. બાળકો તે પ્રમાણે વાકયો બનાવશે અને વાકયોનું લેખન કરશે. શિક્ષક બાળકો સમક્ષ આરોહ – અવરોહ સાથે પાઠનું આદર્શ વાંચન કરશે. બાળકો તે પ્રમાણે વ્યક્તિગત વાંચન કરશે. શિક્ષક બાળકોને પાઠની સમજ વાર્તા સ્વરૂપે આપશે. તે પ્રમાણે બાળકો ઘ્યાનથી શ્રવણ કરશે અને સમજશે. શિક્ષકો બાળકો સમક્ષ ‘નાગદમન’ નું કાવ્ય ગાન કરશે. બાળકો તે ગીત ગાશે અને સમજૂતિ મેળવશે. શિક્ષક બાળકોને પ્રશ્નોના જવાબ પૂછશે. બાળકો પ્રશ્નોના જવાબ આપશે. અને લખશે. શિક્ષક બાળકોને પાઠય પુસ્તકમાં આપેલા વાકયોમાં બંઘ બેસતા વાકયોમાં ખરા વાકયોની સમજ આપવી બાળકો સમજે. લખે અને ખોટા વાકયોની સામે સાચા વાકયો લખવા જણાવશે. શિક્ષક વર્ગમાં બાળકો સમક્ષ નાગદમન વાર્તા કહેશે અને ૫છી બાળકો દ્વારા નાટયીકરણથી વાર્તા કરાવશે. બાળકો કરશે. શિક્ષક બાળકોને પાઠય પુસ્તકમાં આપેલા જોડકાની સમજ આપશે. બાળકો સમજશે અને સાચા વાકયની સામે જોડકા જોડશે. પ્રશ્નોના જવાબોની ચર્ચા કરશે. શિક્ષક બાળકોની પાઠય પુસ્તકમાં આપેલ ખાલી જગ્યા અને પ્રશ્નોના જવાબોની ચર્ચા કરશે. બાળકો તે ઘ્યાનથી સાંભળશે. અને ચર્ચાના આઘારે ખાલી જગ્યા પુરશે. પ્રશ્નોના જવાબ આપશે. શિક્ષક બાળકોને આપેલ શબ્દ જવાબ આવે એવી રીતે પ્રશ્નો બનાવતા શીખવશે. બાળકો તે પ્રમાણે બનાવશે અને લખશે. શિક્ષક વાકયો બનાવશે અને તેને લંબાવીને કઇ રીતે વાકય બોલાય તેમજ લખાય તેની સમજ આપશે. બાળકો સમજશે અને તે પ્રમાણે લખશે. શિક્ષક બાળકોને સાચા વાકયોની સમજ આપશે અને વાકય ફરીથી લખવા જણાવશે. તે રીતે બાળકો લખશે એક વાકયને જુદી જુદી રીતે કેમ લખાય તેની સમજ આપશે. બાળકો સમજશે અને બે વાકયોનું લેખન કરશે. શિક્ષક બાળકોને પાઠય પુસ્તકમાં આપેલ ખૂટતો અને ભૂલ રહિત શબ્દોની સમજ આપશે. તે શબ્દ ચેકવા જણાવશે. અને તેના ૫રથી ફરીથી વાકય લખવા માટે જણાવશે. બાળકો તે પ્રમાણે વાકયો સમજશે અને લખશે શિક્ષક બાળકોને પાઠય પુસ્તકમાં આપેલ સરખા શબ્દોની સમજ આપશે. બાળકો ઘ્યાનથી સમજશે અને તે પ્રમાણે શબ્દ પોટલીના નવા શબ્દોનું લેખન કરશે અને વાંચશે.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– જુદા – જુદા સાપોની નોંઘ
– સંવાદના પાત્રો
– પ્રશ્નોના જવાબ
– ગીતનું ગાન
– સાચા વાકયો
– પાઠનું વાંચન
– વાર્તાનું કથન
– કાવ્યગાન
– સમજૂતિ
– પ્રશ્નોત્તરી
– સાચા વાકયો
– વાર્તા કથન
– પ્રશ્નોના જવાબ
– શબ્દો ૫રથી પ્રશ્નો
– શબ્દો ૫રથી લંબાવીને વાકયોનું લેખન
– ખોટા શબ્દો ૫ર ચેકા પાડવા
– સરખા શબ્દોનું લેખન
મૂલ્યાંકન
– સાપોના નામ લખવા
– સંવાદોનું લેખન કરવું
– પ્રશ્નોના જવાબો લખવા
– ગીત લખવા કહેવું
– વાકયોનું લેખન કરવું
– વાર્તા લેખન કરવું
– પ્રશ્નોના જવાબો લખવા
– નવા વાકયો બનાવીને લખવા
– સાચા વાકયો લખો.
– શબ્દો લખવા