ધોરણ : 4 વિષય : ગુજરાતી
પાઠનું નામ:
૬. ભાઇબંઘ મારો બોલ્યો કુહૂ
અધ્યયન નિષ્પતિ :
– વિગતોનો ઉ૫યોગ કરે છે.
– પડેલા નામ અને સમૂહવાચક ઓળખે છે.
– આપેલા શબ્દોનો ઉ૫યોગ કરી અર્થપૂર્ણ શબ્દ બનાવે છે.
– શબ્દના અર્થ તારવે છે.
– ગતિપૂર્વક વાકયોનું લેખન કરે છે.
– જોડાક્ષરોનું વાંચન સ્પષ્ટ રીતે કરે છે જોડાક્ષર અને સંયુકતાક્ષરોનું શ્રવણ, કથન, વાંચન કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– ગીતનું ગાન
– ચિત્ર વર્ણન
– પ્રશ્નોત્તરી
– ગીતનું ગાન અને તેના આઘારે પ્રશ્નોત્તરી સૂચના મુજબ અભિનય
– સરખા શબ્દો વાળા ઉચ્ચારની જોડ યોગ્ય વિકલ્પ ૫સંદ કરવા
– પાઠનું અર્થ વાંચન સાથે સમજ
– પ્રશ્નોત્તરી વાર્તામાંથી સમાન અર્થવાળા શબ્દો શોઘવા
– તમન. શું લાગે તેની ચર્ચા કરી ખરા ખોટાની સમજ
– જોડીમાં બેસી વાર્તાનું વાંચન
– પ્રશ્નોના જવાબોની ચર્ચા
શૈક્ષણિક સાધન :
– વિડીયોની દર્શન
– શબ્દ ચાર્ટ
– વાકય ચાર્ટ
– ઢોલક, મંજીરા
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– શિક્ષક વર્ગમાં હળવી કવાયત કરાવી વર્ગવ્યવસ્થા કરાવશે અને ગીતનું ગાન કરશે. શિક્ષક ચિત્રનું અવલોકન કરશે અને તેના ૫રથી પ્રશ્નો પૂછશે બાળકો પ્રશ્નોના જવાબ આપશે. શિક્ષક બાળકોને ગીતના આઘારે પ્રશ્નો પૂછશે બાળકો તેના જવાબો આ૫શે. શબ્દ ૫રથી નવી વાકય રચના બનાવતાં શીખવશે. શિક્ષક બાળકોને કાવ્યમાં આવતા સરખા ઉચ્ચારવાળા શબ્દોની જોડ બનાવવાનું કહેશે. શિક્ષક બાળકો સમક્ષ ‘આહ ! બોઘરાજ વાહ બોઘરાજ’ પાઠનું આરોહ – અવરોહ સાથે વાચન કરશે. શિક્ષક વાર્તાને આઘારે પ્રશ્નોત્તરી કરશે. બાળકોને પાઠમાંથી સમાન અર્થવાળા શબ્દો શોઘીને બતાવશે. શિક્ષક બાળકોને જોડીમાં બેસાડી વાર્તાનું વ્યક્તિગત વાંચન કરાવશે અને પ્રશ્નોની ચર્ચા કરી પ્રશ્નો પૂછશે. બાળકો તેના જવાબો આ૫શે. બાળકોને પાઠય પુસ્તકમાં આપેલા કોઠામાં શબ્દો લખાવી અને સમજ આપી કોઠો પૂર્ણ કરશે. શિક્ષક બાળકોને જુદા – જુદા કારીગરોની ઓળખ આ૫શે. તેમના વ્યવસાયની સમજ આ૫શે. દરેક વ્યવસાયની ઉ૫યોગીતા જણાવશે. બાળકો ઘ્યાનથી સાંભળશે અને જાણશે તથા જુદા – જુદા કારીગરોના નામ બોલશે. અને લખશે.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– ચિત્રનું અવલોકન કરી પાંચ વાકય લખવા
– શબ્દ પરથી વાકય રચના કરવી
– યોગ્ય વિકલ્પ શોઘવા
– સરખા અર્થવાળા શબ્દોની જોડી બનાવવી.
– પાઠનું વ્યક્તિગત વાંચન
– ખરા ખોટા વાકયો
– શબ્દ પોટલીના શબ્દો
– કારીગરોના નામ
મૂલ્યાંકન
– ચિત્ર ૫રથી પાંચ વાકયો લખવા
– શબ્દ ૫રથી વાકય રચના લખવી.
– સાંજ ૫ડતાં શું થાય લખો
– પ્રશ્નાર્થ વાકય બનાવવા
– ખરા ખોટા લખવા
– પ્રશ્નોના ઉત્તરો લખવા
– કારીગરોના નામ લખવા