ધોરણ : 4 વિષય : ગુજરાતી
પાઠનું નામ:
(૧) ખિસ્સામાં પહેલવાન ? હા (કાવ્ય)
અધ્યયન નિષ્પતિ :
૪.૪ કાવ્યાત્મક લખાણનું વિશ્લેષણ કરે છે.
૪.૬ વ્યક્તિગત જોડી જુથ કે સમૂહમાં કાવ્યગાન કરે છે.
૪.૧ ૫રિચિત પ્રસંગો, સ્થળ અને વ્યક્તિનું વર્ણન કરે છે.
૪.૩ વાર્તા ૫રથી નાટક ભજવે છે.
૪.૩ આપેલ શબ્દોના સમૂહમાંથી એક અર્થપૂર્ણ શબ્દ શોઘે છે.
૪.૬ વ્યક્તિગત, જોડી કે જૂથકાર્ય કરે છે.
૪.૪ ૫રિચિત ૫રિસ્થિતિમાં કાવ્યાત્મક સંવાદ રજૂ કરે છે.
૪.૧૧ વાંચેલી વિગતોને દ્રશ્યાત્મક પ્રશ્નો રૂપે રજૂ કરે છે.
૪.૭ આપેલા શબ્દોનો ઉ૫યોગ કરી અર્થપૂર્ણ વાકય લખે છે.
૪.૪ ૫રિચિત ૫રિસ્થિતિ અંગે સંવાદ રજૂ કરે છે.
૬.૨ સમાનાર્થી શબ્દો શોઘે છે અને ઓળખાવે છે.
૪.૧ ૫રિચિત પ્રસંગ અને સ્થળનું વર્ણન કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– ગીતનું ગાન કરશે.
– ચિત્ર પરથી પ્રશ્નોત્તરી
– વાર્તા વાંચન કરે
– નાટયાત્મક રીતે વાંચન કરે.
– ‘ફાંકડું’ અને ‘ગફલું’ ની સમજ કેળવે
– શબ્દ સમુહ માટે એક શબ્દના અર્થ સમજે.
– પોતાના વિચારો રજુ કરે.
– સૂચના મુજબ જોડકાં જોડે
– ગીતનું ગાન કરે
– કાવ્ય પરથી પ્રશ્નોત્તરી
– શબ્દો ૫રથી વાકય લેખન કરે.
– સાચા વિકલ્પો દ્વારા કાવ્ય પૂર્તિ કરે.
– સમાનઅર્થ વાળા શબ્દોનું લેખન
– ૫રિચ્છેદનું શ્રૃતલેખન કરે.
શૈક્ષણિક સાધન :
– બળગીત નો અંક
– પાઠ ચિત્ર
– વાર્તા બુક
– જુદા જુદા આકારના ખિસ્સા
– વ્યાકરણ બુક
– જુદા જુદા વસ્ત્રો
– કહેવતોનો અંક
– શબ્દો ચાર્ટ
– નોટબુક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– સૌ પ્રથમ વર્ગ વ્યવસ્થા માં બાળકોને હળવી કવાયત કરી એકમની ની શરૂઆત માં પ્રથમ ગીત ગવડાવીશ. બળકો સમૂહમાં ગીતનું ઝીલગાન કરશે. કાવ્યની સમજૂતી કરાવીશ. ચનભાઈ ની બડાશ બાળકો સમજશે. સાથે – સાથે બાળકો કાવ્યમાં આવતા બીજા પશુઓને પણ ઓળખશે અને જાણશે.
– બાળકોની પાઠ્ય પુસ્તકના પાનાં નંબર ૧ પર આપેલ ચિત્રનું અવલોકન કરવા કહીશ. બાળકો ચિત્રનું બરાબર બારીકાઈથી અવલોકન કરશે. અવલોકનના આધારે પ્રશ્નો પૂછશે. બાળકો તાર્કિક જ્ઞાન સાથે પ્રક્ષોની સમજૂતી શિક્ષક આપશે. બાળકો પોતાના પાઠ્ય પુસ્તકમાં તેના જવાબો લખશે. અને યાદ રાખશે.
– શિક્ષક બાળકો સમક્ષ શેરીથી શર્ટ સુઘીના વાર્તાનું આરોહ – અવરોહ સાથે વાંચન કરશે. કઠીન મુદ્દાઓની સમજ આપશે. બાળકે એક ઘ્યાને વાર્તાનું શ્રવણ કરશે અને કઠીન મુદ્દાની સમજ મેળવશે. શિક્ષક બાળકોને વ્યક્તિગત ટુકડી પ્રમાણે વાર્તાનું વાંચન કરાવશે. બાળકો વારાફરતી વાર્તા વાંચન કરશે. શિક્ષક બાળકોને ઘરે પાંચ વખત વાર્તાનું વાંચન કરવા કહેશે. બાળકો સાથે વાર્તાને અનુરૂ૫ હાસ્ય૫દ વાર્તા કરશે. અને ૫છી વાર્તાને અનુલક્ષીને બાળકોને પ્રશ્નો પૂછશે. બાળકો તે વાર્તાને અનુરૂ૫ સચોટ જવાબો આપશે અને પ્રશ્નોના જવાબ પાઠય પુસ્તકમાં લખશે.
– શિક્ષક વર્ગમાં બાળકોના જૂથ પાડીને ખિસ્સાભાઇ, દરજીભાઇ, સુરજદાદા વગેરેનો અભિનય કરાવશે. બાળકો જુદા – જુદા પાત્રો બની અભિનય કરશે. બાળકોને શું વઘારે ગમે તેનો ૫ણ બાળકો વ્યક્તિગત જવાબ આપશે. શિક્ષક બાળકોને પાઠમાં આવતા જુદા – જુદા પાત્રો જેવા કે ખિસ્સાભાઇ, ઘોબીભાઇ, દરજીભાઇ, સુરજદાદા અને નીરજભાઇ જેવા જુદા – જુદા પાત્રો બનાવીને બાળકો પાસે નાટયરૂપે વાર્તાનું વાંચન કરશે. બાળકોને ખૂબ જ મજા આવે છે. આમ બઘા બાળકોને આ પ્રવૃત્તિમાં જોડી અને બાળકોને વાર્તાનું નાટયરૂપે વાંચન કરાવશે. આ વાકયો અને બનાવેલા વાકયો સાચા હોય ‘ફાંકડું’ અને ખોટો હોય તો ‘ગફલું’ ની સમજ આ૫વી આવા શબ્દો સાંભળી બાળકોને મજા આવશે. અને વાકયો વિચારીને ‘ફાંકડું’ અને ‘ગફલું’ નો જવાબ આપશે.
– શિક્ષક વર્ગમાં બાળકોને પાઠના આઘારે એક ના એક કાર્ય કરતી વ્યક્તિને શું કહેવાય ૫રથી અનેક પાઠયપુસ્તક માં આપેલ વાકયો ૫રથી શબ્દ સમૂહનો એક અર્થ બોલવા કહેશે. બાળકો બોલશે. દા.ત. હું તો સતત ભણ – ભણ જ કરૂં – તો તેને ભણેશ્વરી કહેવાય.
– શિક્ષક બાળકોને પોતાના ૫હેરવેશની સમજ આપશે. બાળકો જુદા – જુદા ૫હેરવેશ જેવા કે પેન્ટ, શર્ટ, ફ્રોક, ડ્રેસ, સુરવાલ, ગાઉન જેવા વસ્ત્રોના નામ બોલશે. એમાંથી તમને કયા કલરનું કયું વસ્ત્ર ગમે તે બાળકોને પૂછવું અને તે એ કયા કયા પ્રસંગોમાં ૫હેરવું ગામે. તેના વિશે સાત વાકયો લખવા માટે કહેવું. બાળકોને (૫રીઘાન)ની સમજ આપવી બાળકો સમજે અને લખે.
– શિક્ષક બાળકોને પાના નંબર ૧ર ૫રના ફકરા સંવાદની સમજ આપશે. અને જોડકાં જોડવા માટે કહેશે. બાળકો પ્રશ્નોની સામે જવાબ સાચા જોડકાં જોડશે. ત્યાર બાદ શિક્ષક પાના નંબર ૧૪ ૫ર આપેલ પ્રશ્ન અને જવાબના જોડકાં જોડવા માટે કહેશે. બાળકો તે પ્રમાણે શિક્ષકની મદદથી જોડકાં જોડશે. ત્યાર બાદ બાળકોને સમૂહમાં ગીતનું ગાન કરાવશે. બાળકો ઝીલગાન કરશે. અને જુદા – જુદા પ્રાણી અને વ્યક્તિના અભિનય કરશે.
– શિક્ષક બાળકો સમક્ષ ગીતનું ગાન કરે છે. બાળકો ઘ્યાનથી સાંભળે છે અને આનંદ માણે છે. કાવ્યના આઘારે શિક્ષક પાઠય પુસ્તક માં આપેલ પ્રશ્નોના જવાબો પૂછશે. બાળકો તેના જવાબો આપશે. અને પ્રશ્નોના જવાબો લખશ.ે. બાળકોને દુઘિયા દાંતની સમજ આપશે. એ કયારે ૫ડે છે અને નવા દાંત કેટલા ટાઇમે આવે છે તેની સમજ આપશે. દાંતની માવજત કઇ રીતે કરવી તેની સમજ આ૫શે. બાળકો સમજશે અને દાંતની સંભાળ રાખશે.
– શિક્ષક વર્ગમાં બાળકોને કાવ્યનું ગાન કરાવી કઠીન મુદ્દાઓની સમજ આપી કાવ્યને અનુરૂપ પ્રશ્નોના જવાબો પૂછશે. બાળકો પોતાની આગવી શૈલીમાં વિચારીને તેના જવાબો આપશે. અને પ્રશ્નો પોતાની નોટમાં લખશે. શિક્ષક બાળકોને પા.નં. ૧૬ ૫ર આપેલા શબ્દોનો અર્થ સમજાવી તે શબ્દને અનુરૂપ બનતા ત્રણ વાકયો લખવા જણાવશે. બાળકો શબ્દોનો અર્થ સમજી અને તેના ૫રથી સ્વપ્રયત્ને વાકયો બનાવશે.
– શિક્ષક બાળકોને વાકયોને ગીતની કઇ પંક્તિ લાગુ ૫ડે છે તે શોઘીને કાવ્ચ પંક્તિ પૂર્ણ કરવા માટે કહેશે. બાળકો કાવ્યનું ૫ઠન કરી કાવ્ય પંક્તિ પૂર્ણ કરશે. શિક્ષક બાળકોને પાઠમાં અને કાવ્યમાં આવતા સરખા અર્થવાળા શબ્દોની નોંઘ કરાવશે. શબ્દોના અર્થની સમજ આપશે. બાળકો તે સમજશે અને લખશે.
– શિક્ષકબ બાળકોને પાઠના અંતે એક ફકરાનું શ્રૃતલેખન કરાવશે બાળકો શ્રવણ કરી શ્રૃતલેખન કરશે. શિક્ષક તપાસશે અને ૫ડેલ ભૂલોને માર્ગદર્શન આ૫શે. ભૂલો સુઘારવા જણાવશે.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– ગીતનું ગાન
– ચિત્ર અવલોકન
– વાર્તા શ્રવણ
– કઠીન મુદ્દાની નોંઘ
– જુદા – જુદા ખિસ્સાના ચિત્રો
– જુદા – જુદા અભિનય કરવા
– જોડાક્ષરો શોઘવાની રમત
– ‘ફાંકડું’ અને ‘ગફલું’ ની રમત
– ઉગણશી, ડરપોક, ભણેશ્વરી, રખડું
– જુદા – જુદા કલરના વસ્ત્રો
– કલર કલરની રમત રમવી.
– ઇસરાથી જોડી બનાવવાની રમત
– જુદા – જુદા અભિનય
– કાવ્યમાં આવતા શબ્દોની નોંઘ
– આપણા મોમાં કેટલા દાંત હોય ?
– વારાફરતી જવાબો આ૫વાની રમત
– ભાડું ચડ લાગ નીરવું
– સમાનાર્થી શબ્દો
મૂલ્યાંકન
– કાવ્યનું લેખન કરવા માટે જણાવીશ.
– પ્રશ્નોના જવાબો લખવા માટે કહીશ.
– દસ વાકયોનું લેખન કરવા માટે જણાવીશ.
– પ્રશ્નોના જવાબો
– ઘોબી શું કરે ?
– સુરજ દાદા કયાં હોય ?
– ક૫ડાં કોણ સીવે ?
– વાર્તાનું વાંચન કરવા કહીશ.
– વાર્તાનું લેખન કરવા કહીશ.
– શબ્દ સમૂહ માટે એક શબ્દ શોઘીને લખવા કહીશ.
– ગમતા વસ્ત્રો વિશે પાંચ વાકયો લખવા માટે જણાવીશ.
– જોડકાં જોડી લખવા માટે કહેવું
– કહેવતો લખવા માટે જણાવીશ.
– કાવ્યનું ૫ઠન કરવા માટે કહીશ.
– પ્રશ્નોના જવાબ લખવા જણાવીશ.
– બાળકોને શબ્દો ૫રથી વાકયો બનાવવા કહીશ.
– કાવ્યનું લેખન કરવા કહેવું
– સરખા અર્થવાળા શબ્દો લખો.
– ભૂલો સુઘારી ફકરો ફરીથી લખવા જણાવીશ.